બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ઓફિસના લેપટોપ પર WhatsApp Web ચલાવવું ખતરનાક, સરકારની મોટી ચેતવણી, બને છે ગંભીર

જાણી લેજો / ઓફિસના લેપટોપ પર WhatsApp Web ચલાવવું ખતરનાક, સરકારની મોટી ચેતવણી, બને છે ગંભીર

Priykant Shrimali

Last Updated: 11:03 AM, 13 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WhatsApp Web : જો તમે પણ ઓફિસના લેપટોપ કે કોમ્પ્યુટરમાં WhatsApp યુઝ કરતાં હોય તો આ સમાચાર તમારી માટે જ છે, જાણો કેમ ખુદ સરકારે જાહેર કરવી પડી એડવાઇઝરી ?

WhatsApp Web : હાલના ડિજિટલ યુગમાં જ્યારે આપણી તમામ વાતચીત અને દસ્તાવેજો ઓનલાઈન છે ત્યારે ટેકનોલોજીનો સરળતાથી ઉપયોગ અમુક સમયે જોખમરૂપ સાબિત થઈ શકે છે. ખાસ કરીને જ્યારે આપણે વ્યક્તિગત એપ્લિકેશનો ઓફિસના ઉપકરણોમાં ચલાવીએ છીએ. જો તમે પણ ઓફિસના લેપટોપ કે કોમ્પ્યુટરમાં WhatsApp યુઝ કરતાં હોય તો આ સમાચાર તમારી માટે જ છે.

કેન્દ્ર સરકારે જાહેર કરી એડવાઇઝરી

ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY) દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલ એડવાઇઝરી મુજબ ઓફિસના લેપટોપ અથવા કમ્પ્યુટરમાં WhatsApp વેબનો ઉપયોગ કરવો સુરક્ષિત નથી. સરકારે લોકોને ખાસ કરીને ઓફિસના ઉપકરણોમાં WhatsApp વેબનો ઉપયોગ ટાળવા માટે વિનંતી કરી છે. પણ શું તમે જાણો છો કે કેમ ખુદ કેન્દ્ર સરકારે આ અંગે ચેતવણી જાહેર કરવી પડી ?

જાણો શું કહ્યું MeitY એ ?

કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર જો તમે WhatsApp વેબનો ઉપયોગ ઓફિસના લેપટોપમાં કરો છો તો તમારી વ્યક્તિગત માહિતી આપમેળે તમારા કંપનીના નેટવર્કમાં ઍક્સેસ કરી શકાય એવી બની જાય છે. તમારી ચેટ્સ, શેર કરેલી ફાઈલો અને દસ્તાવેજો IT વિભાગ દ્વારા જોઈ શકાય છે. સરકારની માહિતી સુરક્ષા જાગૃતિ ટીમ (Information Security Awareness) અનુસાર, WhatsApp વેબ કોર્પોરેટ નેટવર્ક માટે સલામતીની દ્રષ્ટિએ સંભવિત જોખમ બની શકે છે.

હવે જાણીએ આવું થવા પાછળના કારણો

  • માલવેર અથવા સ્પાયવેર દ્વારા સ્ક્રીન મોનિટરિંગ
  • બ્રાઉઝર હાઇજેકિંગ દ્વારા માહિતી ચોરી
  • કંપનીના નેટવર્ક દ્વારા ડેટા ટ્રેકિંગ
  • ફિશિંગ હુમલાઓ માટે પ્રવેશ દ્વાર બનવું

આ પણ વાંચો : Vivo V60 કે Vivo V50: જાણો કયો ફોન છે તમારી માટે સૌથી બેસ્ટ? આ રીતે કરો સરખામણી

હવે જાણીએ શું હોઇ શકે પરિણામ ?

જો તમે પણઓફિસ Wi-Fi અને લેપટોપ દ્વારા WhatsApp વેબ ચલાવો છો તો તમારા ફોન સુધી પણ કંપનીને ઍક્સેસ મળી શકે છે. આથી તમારા ખાનગી ફોટા, દસ્તાવેજો, અને સંવેદનશીલ માહિતી જોખમમાં પડી શકે છે.

હવે જાણો સુરક્ષિત રહેવા શું કરશો ?

જો કોઈ કારણસર તમારે WhatsApp વેબનો ઉપયોગ કરવો જ પડે તો...

  • દર વખતે ઉપયોગ બાદ WhatsApp વેબમાંથી લોગ આઉટ કરો.
  • અજાણ્યા લિંક્સ કે કનેક્શન પર ક્લિક કરતી વખતે સાવચેત રહો.
  • કાર્યસ્થળના ઉપકરણોનો ઉપયોગ માત્ર ઓફિશિયલ કામ માટે જ કરો.
  • જ્યાં શક્ય હોય ત્યાં વ્યક્તિગત અને વ્યવસાયિક ઉપકરણો અલગ રાખો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Technology WhatsApp web office Laptop
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ