બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Vivo V60 કે Vivo V50: જાણો કયો ફોન છે તમારી માટે સૌથી બેસ્ટ? આ રીતે કરો સરખામણી

ટેક્નોલોજી / Vivo V60 કે Vivo V50: જાણો કયો ફોન છે તમારી માટે સૌથી બેસ્ટ? આ રીતે કરો સરખામણી

Shilpa Parmar

Last Updated: 10:17 AM, 13 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે નવો સ્માર્ટફોન લેવાનું વિચરી રહ્યા છો તો Vivoનું નવું મોડલ ભારતમાં લોન્ચ થઈ ગયું છે. ચાલો જાણીએ Vivo V60 અને Vivo V50ના ફીચર્સ. (ફોટો ક્રેડિટ : www.vivo.com)

જો તમે ફોન લેવાનો વિચાર કરી રહ્યા છો તો Vivo ના આ બે મોડલમાંથી કોઈ એક તમને જરૂર પસંદ આવી શકે છે. જાણી લો Vivo V60 અને Vivo V50ના ફીચર્સ. Vivo V60 હાલ ભારતમાં લોન્ચ થઈ ગયો છે. આ સ્માર્ટફોનને આ જ વર્ષના ફેબ્રુઆરીમાં આવેલા Vivo V50ના અપગ્રેડેડ વર્ઝન તરીકે લોન્ચ કરવામાં આવ્યો છે.

બંને સ્માર્ટફોન 30 થી 40 હજાર રૂપિયાની રેન્જમાં તમને મળી જશે. હવે સવાલ એ થાય છે કે નવો લોન્ચ થયેલો Vivo V60 લેવો કે પછી 6 મહિના જૂનો Vivo V50 સારો વિકલ્પ બની શકે? ચાલો બંને ફોનની કિંમત અને ફીચર્સની તુલના કરીને સમજીએ કે કયો વિકલ્પ તમારા માટે બેસ્ટ રહેશે.

કિંમત

બન્ને મોડલના બેઝ વેરિઅન્ટ 8GB RAM અને 128GB સ્ટોરેજ સાથે આવે છે. Vivo V60 36,999 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો છે જ્યારે Vivo V50ની લોન્ચ પ્રાઈસ 34,999 રૂપિયા હતી. હાલ 8GB + 256GB વેરિઅન્ટમાં Vivo V60 ની કિમત 38,999 રૂપિયા અને Vivo V50ની કિંમત 36,999 રૂપિયા છે.

Vivo V50નું 12GB RAM + 512GB સ્ટોરેજ વેરિઅન્ટ 40,999 રૂપિયામાં આવ્યું હતું જ્યારે Vivo V60માં 12GB RAM + 256GB સ્ટોરેજ છે, તેની કિંમત પણ 40,999 રૂપિયા છે. Vivo V60માં 16GB RAM + 512GB સ્ટોરેજનું મોડલ પણ છે જેની કિંમત 45,999 રૂપિયા છે.

vivo-price

Vivo V60 લોન્ચ પહેલાં Vivo V50 પર 2,000 રૂપિયા સુધી પ્રાઈસ ડ્રોપ આવી ચૂક્યું છે. ઉપર જણાવેલી કિંમત લોન્ચ પ્રાઈસ છે, પરંતુ હાલ માર્કેટમાં તે 2,000 રૂપિયાના ઘટાડા સાથે મળી રહ્યા છે.

ડિસ્પ્લે

Vivo V60માં 2392×1080 પિક્સલ રિઝોલ્યુશનવાળી 6.77-ઇંચની ક્વાડ કર્વ્ડ AMOLED ડિસ્પ્લે છે જે 120Hz રિફ્રેશ રેટ અને 5000 નિટ્સ પીક બ્રાઈટનેસ સપોર્ટ કરે છે. તેમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર છે અને ડાયમંડ શિલ્ડ ગ્લાસથી પ્રોટેક્ટેડ છે, જે અગાઉની જનરેશનથી 37% વધુ ડ્રોપ-પ્રૂફ છે.

Vivo V50માં પણ 2392×1080 પિક્સલ રિઝોલ્યુશનવાળી 6.77-ઇંચની ફુલ HD+ ક્વાડ કર્વ્ડ AMOLED ડિસ્પ્લે છે, પરંતુ તેમાં 4500 નિટ્સ બ્રાઈટનેસ છે. તેમાં પણ ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર અને ડાયમંડ શિલ્ડ ગ્લાસ પ્રોટેક્શન છે.

પરફોર્મન્સ

Vivo V60માં Android 15 આધારિત Funtouch OS 15 છે અને Snapdragon 7 Gen 4 ચિપસેટ છે જે 2.8GHz સુધી ક્લોક સ્પીડ આપે છે. કંપનીનો દાવો છે કે તે 5 વર્ષ સુધી સ્મૂથ એક્સપિરિયન્સ આપશે.

Vivo V50માં પણ Android 15 આધારિત Funtouch OS 15 છે, પરંતુ તેમાં Snapdragon 7 Gen 3 પ્રોસેસર છે જે 2.63GHz સુધી સ્પીડ આપે છે. કંપનીનો દાવો છે કે તે 60 મહિના સુધી સ્મૂથ એક્સપિરિયન્સ આપી શકે છે.

spesification

મેમરી

બંને મોડલ LPDDR4X RAM અને UFS 2.2 સ્ટોરેજ ટેક્નોલોજી સાથે આવે છે. આ પ્રાઈસ રેન્જમાં કંપનીએ ઓછામાં ઓછું LPDDR5X RAM અને UFS 3.1 આપવું જોઈએ હતું.

કેમેરા

Vivo V60માં ટ્રિપલ રિયર કેમેરા છે. જેમાં 50MP OIS મેન સેન્સર, 50MP સુપર ટેલિફોટો અને 8MP અલ્ટ્રા-વાઈડ. ફ્રન્ટ કેમેરા 50MPનો છે.

Vivo V50માં ડ્યુઅલ રિયર કેમેરા છે. જેમાં 50MP OIS મેન અને 50MP વાઈડ-એંગલ લેન્સ. ફ્રન્ટ કેમેરા પણ 50MP છે.

bettry-test

બેટરી

Vivo V60માં 6,500mAh બેટરી છે, જ્યારે Vivo V50માં 6,000mAh બેટરી છે. બંનેમાં 90W ફાસ્ટ ચાર્જિંગ આપવામાં આવ્યુ છે.

કયો ફોન ખરીદવો?

બંને ફોનની સ્ક્રીન સાઇઝ સરખી છે. Vivo V60માં થોડી વધારે બ્રાઈટનેસ છે, પણ મોટો ફરક નથી. કેમેરામાં V60માં એક વધારાનો લેન્સ છે અને AI ફીચર્સ વધારે છે, પરંતુ ફોટોગ્રાફી રિઝલ્ટમાં મોટો તફાવત નહીં આવે.

પ્રોસેસરમાં V60 વધારે અપડેટેડ છે અને ઝડપથી કામ કરે છે. જો તમે હંમેશા નવું મોડલ પસંદ કરો છો તો Vivo V60 લઈ શકાય, પરંતુ જો તમને નવું દેખાડવાનું શોખ નથી અને પૈસા બચાવવા ઈચ્છો છો તો Vivo V50 પણ સારો વિકલ્પ છે.

વધુ વાંચો: Oppo K13: ફોનની અંદર પંખો! ગેમિંગની દુનિયામાં નવો આવિષ્કાર, ભારતમાં આ કિંમતે થશે લોન્ચ

હાલ Vivo V50નું 8GB + 256GB વેરિઅન્ટ રૂપિયા 34,999માં મળી રહ્યું છે, જે Vivo V60 કરતાં 4,000 રૂપિયા સસ્તુ છે. એટલે 6 મહિના જૂનું મોડલ લેવુ પણ નુકસાનકારક નહીં બને.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

New Smartphone Vivo phones Vivo v60 5g
Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ