ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / USએ કરાચી-લાહોરમાં તેના દૂતાવાસોમાં કામ કરતા કર્મચારીઓને પાકિસ્તાન છોડવાનો આદેશ આપ્યો

અશાંતિ / USએ કરાચી-લાહોરમાં તેના દૂતાવાસોમાં કામ કરતા કર્મચારીઓને પાકિસ્તાન છોડવાનો આદેશ આપ્યો

Published By: Ajitsinh Jadeja

Last Updated: 03:34 PM, 4 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pakistan News: ઈરાન પર અમેરિકા-ઈઝરાયલની સંયુક્ત કાર્યવાહીથી મધ્ય પૂર્વીય દેશોમાં અશાંતિ વધી છે.

ADVERTISEMENT

Pakistan News: ઈરાન પર અમેરિકા-ઈઝરાયલની સંયુક્ત કાર્યવાહીથી મધ્ય પૂર્વીય દેશોમાં અશાંતિ વધી છે. આ જંગની અસર ધીરે ધીરે સમગ્ર વિશ્વમાં પડી રહી છે. આ વચ્ચે આજે અમેરિકાએ કરાચી-લાહોરમાં તેના દૂતાવાસોમાં કામ કરતા કર્મચારીઓને પાકિસ્તાન છોડવાનો આદેશ આપ્યો છે.

અમેરિકાએ કરાચી અને લાહોરમાં તેના દુતાવાસમાંથી બિન-આવશ્યક સ્ટાફને જવાનો આદેશ આપ્યો છે, ઇમરજન્સી સિવાયના સ્ટાફને પાકિસ્તાન છોડવા નિર્દેશ આપ્યો છે. નોધનીય છે કે, ખામેનેઇની હત્યા બાદ પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. અમેરિકા એમ્બસી સામે હિંસક પ્રદર્શન કરાયા હતા. પાકિસ્તાનમાં પણ તેના સમર્થકો દ્વારા પ્રદર્શન કરી તોડફોડ કરવામાં આવી હતી.

અમેરિકા-ઇઝરાયલ દ્વારા ઇરાન પર હૂમલો કરવામાં આવ્યો છે. આ યુદ્ધ છેલ્લા ચાર દિવસથી ચાલી રહ્યુ છે તો સામે પક્ષે ઇરાન પણ વળતો જવાબ આપી રહ્યુ છે. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ હિંદ મહાસાગરમાં એક યુએસ વિનાશક પર હુમલો કરવાનો દાવો કર્યો હતો,

એએફપી સમાચાર એજન્સી અનુસાર ઇરાકના આંતરરાષ્ટ્રીય હવાઈ મથક નજીક ડ્રોન હુમલો થયો હતો. જોકે ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે. અહીં અગાઉ અમેરિકી દૂતાવાસના સહાયતા શિબિરને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો. ઇરાકના સુરક્ષા મીડિયા સેલ અનુસા, ગઈકાલે એરપોર્ટના બહારના વિસ્તારમાં આવા જ એક ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો, જેના પછી આ ઘટના બની છે.

vtv app promotion

આ પણ વાંચોઃ ખામેનેઈની દફનવિધિને લઈને સામે આવ્યું મોટું અપડેટ, જાણો ક્યાં અને કેટલા વાગ્યે કરાશે દફન

ઇઝરાયલી સેનાએ ઈરાન પર નવા હવાઈ હુમલા શરૂ કર્યા

ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે તેણે રાત્રે તેહરાન શહેરના મધ્ય ભાગમાં નવા હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલાઓમાં ઈરાનના આંતરિક સુરક્ષા દળો અને બાસીજ નામના અર્ધલશ્કરી જૂથ દ્વારા સંચાલિત ઓફિસોને નિશાન બનાવવામાં આવી હતી. ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે, તેણે તેહરાનમાં આવા ચાર ટાર્ગેટ પર અનેક બોમ્બ ફેંક્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Karachi America News Lahore

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ