ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / UPSC પ્રિલિમ્સનું પરિણામ જાહેર, આ રીતે ફટાફટ ચેક કરો રિઝલ્ટ

UPSC Result 2025 / UPSC પ્રિલિમ્સનું પરિણામ જાહેર, આ રીતે ફટાફટ ચેક કરો રિઝલ્ટ

Published By: Jay Bhatt

Last Updated: 09:11 AM, 12 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UPSC Result 2025 : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ સિવિલ સેવા પ્રીલિમ્સનું પરિણામ જાહેર કરી દીધું છે. ઉમેદવારો પોતાનું પરિણામ સત્તાવાર વેબસાઈટ upsc.gov.in અને upsconline.nic.in પર જઈને પોતાનું ચેક કરીને ડાઉનલોડ કરી શકે છે.

ADVERTISEMENT

આ વર્ષે 10 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ વખતે કુલ 979 ખાલી જગ્યાઓ માટે આ પરીક્ષા લેવામાં આવી હતી. સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષા મુખ્ય પરીક્ષા માટે સ્ક્રીનીંગ ટેસ્ટ તરીકે કામ કરે છે.

પ્રિલિમિનરી પરીક્ષા 25 મે લેવામાં આવી હતી

નોંધનીય છે કે, UPSC સિવિલ સર્વિસિસ પ્રિલિમિનરી પરીક્ષા 2025 માટે ઓનલાઇન અરજી 22 જાન્યુઆરીથી 22 ફેબ્રુઆરી દરમિયાન લેવામાં આવી હતી. આ પછી પ્રિલિમિનરી પરીક્ષા 25 મે 2025ના રોજ લેવામાં આવી હતી.

મુખ્ય પરીક્ષા ઓગસ્ટમાં યોજાશે

UPSC સિવિલ સર્વિસિસ પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરનારા ઉમેદવારો હવે મુખ્ય પરીક્ષામાં આપી શકશે. આ પરીક્ષાનું આયોજન ઓગસ્ટ 2025માં થશે. ઉમેદવારોએ મુખ્ય પરીક્ષા માટે અલગથી અરજી કરવાની રહેશે. જેની ફી 200 રૂપિયા છે. મહિલા/PwBD/SC/ST ઉમેદવારો માટે અરજી ફ્રી છે.

vtv app promotion

DAF ફોર્મ ક્યારે ભરવું જોઈએ?

ઉમેદવારોએ મુખ્ય પરીક્ષા પહેલા DAF ફોર્મ ભરવાનું રહેશે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) 17 જૂન, 2025 ના રોજ UPSC સિવિલ સર્વિસીસ મુખ્ય પરીક્ષા 2025 માટે વિગતવાર અરજી ફોર્મ (DAF) બહાર પાડશે. આ ફોર્મમાં ઉમેદવારોને લગતી મહત્વપૂર્ણ માહિતી શામેલ છે. તેમાં વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક વિગતો, કાર્ય અનુભવ, સેવાઓ અને કેડર માટે પસંદગી અને અન્ય સંબંધિત માહિતી શામેલ છે.

વધુ વાંચો : મહારાષ્ટ્ર-ગોવામાં ભારે વરસાદની આગાહી, આ તારીખે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી!

આ રીતે ચેક કરો રિઝલ્ટ

  • પહેલા UPSCની સત્તાવાર વેબસાઇટ upsc.gov.inની મુલાકાત લો.
  • આ પછી હોમપેજ પર Written Result સિવિલ સર્વિસીસ (પ્રિલિમિનરી) પરીક્ષા, 2025 લિંક પર ક્લિક કરો.
  • ત્યારબાદ સ્ક્રીન પર એક PDF ખુલશે, તેમાં Ctrl+F લખો અને તમારો રોલ નંબર સર્ચ કરો.
  • રિઝલ્ટની PDF ફાઇલ ડાઉનલોડ કરો અને પ્રિન્ટઆઉટ કાઢી લો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

UPSC Prelims 2025 UPSC

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ