બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:26 PM, 13 August 2025
National Sports Governance Bill 2025: રાષ્ટ્રીય ખેલ પ્રસાશન બિલ 2025 સંસદના બંને ગૃહોમાં પસાર થઈ ગયું છે અને બિલને મંજૂરી માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસે મોકલવામાં આવ્યું છે. આ બિલ 23 જુલાઈના રોજ કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું, જે ચર્ચા બાદ 11 ઓગસ્ટના રોજ લોકસભામાં અને 13 ઓગસ્ટના રોજ રાજ્યસભામાં બહુમતીથી પસાર થયું હતું.
ADVERTISEMENT
કેન્દ્રીય રમતગમત મંત્રીએ આ બિલને રમતગમત ક્ષેત્રમાં સુધારા તરફનું સૌથી મોટો નિર્ણય ગણાવ્યો છે. આ બિલ પસાર કરવાનો ભારત સરકારનો ઉદ્દેશ્ય ભારતીય રમતગમત પ્રશાસનને મોર્ડન, ટ્રાંસપેરેંટ , જવાબદાર અને પ્લેયર ફોક્સ્ડ બનાવાનો છે. આ બિલ 2011 ના રાષ્ટ્રીય રમતગમત વિકાસ સંહિતાને બદલશે અને તેને કાયદેસર રીતે નિયંત્રિત કરશે.
આ બિલ BBCI માટે શું બદલાવ લાવશે?
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અત્યાર સુધી સ્વતંત્ર હોવાનો દાવો કરતું હતું, પરંતુ નવું બિલ અમલમાં આવતાની સાથે જ તે રાષ્ટ્રીય રમત મહાસંઘ (NSB) ની દેખરેખ હેઠળ આવશે. BCCI ને પણ માહિતી અધિકાર (RTI) કાયદાના દાયરામાં લાવવામાં આવશે, જેથી તેના નિર્ણયો અને નાણાકીય વ્યવહારો પારદર્શક રહે. આવી સ્થિતિમાં, BCCI એ NSB ના નિયમોનું પાલન કરવું પડશે, જે તેની સ્વતંત્રતાને અમુક અંશે અસર કરી શકે છે.
બિલનો ઉદ્દેશ્ય અને જોગવાઈ શું છે?
ADVERTISEMENT
તમામ રાષ્ટ્રીય રમતગમત ફેડરેશન (NSF) ને માન્યતા આપવા માટે રાષ્ટ્રીય રમતગમત બોર્ડ (NSB) ની સ્થાપના. બોર્ડના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે. બોર્ડના અધ્યક્ષ અને સભ્યો રમતગમત, વહીવટ, કાયદો અથવા સંબંધિત ક્ષેત્રોના નિષ્ણાતો હશે. NSB રમતગમત ફેડરેશનોને ભંડોળ પૂરું પાડશે તેમજ તેમનું નિરીક્ષણ કરશે અને શિસ્તબદ્ધ બાબતોમાં દિશાનિર્દેશો આપશે.
વધુ વાંચો: BCCIએ ફોન કરીને બોલાવ્યો, 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી એશિયા કપમાં ડેબ્યૂ કરશે?
ADVERTISEMENT
પસંદગી, શિસ્ત અથવા ચૂંટણી અનિયમિતતા સંબંધિત ખેલાડીઓ અને ફેડરેશન વચ્ચેના વિવાદોના ઉકેલ માટે એક ટ્રિબ્યુનલની રચના કરવામાં આવશે, જેને સિવિલ કોર્ટ જેવી સત્તાઓ હશે. આ ટ્રિબ્યુનલના નિર્ણયોને ફક્ત સુપ્રીમ કોર્ટમાં જ પડકારી શકાય છે. આ ટ્રિબ્યુનલ FIFA અને કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS) જેવા મોડેલોથી પ્રેરિત થઈને બનાવવામાં આવશે.
તમામ માન્યતા પ્રાપ્ત રમત સંસ્થાઓને માહિતી અધિકાર (RTI) ના કાર્યક્ષેત્ર હેઠળ લાવવામાં આવશે. બિલ અમલમાં આવ્યા પછી, POSH એક્ટ 2013 મુજબ મહિલા અને સગીર ખેલાડીઓને તેમના ઉત્પીડન અને શોષણ સામે રક્ષણ આપવા માટે નીતિઓ લાગુ કરવામાં આવશે. રાષ્ટ્રીય રમત ચૂંટણી પેનલ દ્વારા રમતગમત ફેડરેશનમાં નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણીઓ સુનિશ્ચિત કરવામાં આવશે.
ADVERTISEMENT
રાષ્ટ્રીય રમતગમત શાસન બિલ 2025 આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) અને અન્ય વૈશ્વિક ધોરણો અનુસાર 2036 ઓલિમ્પિક રમતોનું આયોજન કરવા માટે ભારતની દાવેદારીને મજબૂત બનાવવા માટે રચાયેલ છે. આ બિલ ખેલાડીઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને રમતગમતમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવા માટે લિંગ સમાનતાને પ્રોત્સાહન આપશે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.