બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / BCCIએ ફોન કરીને બોલાવ્યો, 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી એશિયા કપમાં ડેબ્યૂ કરશે?
Last Updated: 07:22 PM, 12 August 2025
Why BCCI Called Vaibhav Suryavanshi: વૈભવ સૂર્યવંશીએ IPL 2025 માં ધૂમ મચાવી હતી અને ત્યારબાદ, આ 14 વર્ષીય ખેલાડીએ ઇંગ્લેન્ડ પ્રવાસ પર ભારતની અંડર-19 ટીમ માટે પણ શાનદાર બેટિંગ કરી હતી. વૈભવ સૂર્યવંશીના બેટમાંથી સતત રન વરસી રહ્યા છે. આવી સ્થિતિમાં, વૈભવ સૂર્યવંશીને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તરફથી ફોન આવ્યો છે અને તેને તાત્કાલિક બેંગ્લોર બોલાવવામાં આવ્યો છે. વૈભવ 10 ઓગસ્ટના રોજ બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એસોસિએશન પહોંચ્યો છે.
ADVERTISEMENT
BCCIએ વૈભવ સૂર્યવંશીને કેમ બોલાવ્યો?
એક અહેવાલ મુજબ, BCCI વૈભવ સૂર્યવંશીને સ્પેશલ ટ્રેનિંગ આપવા જઈ રહ્યું છે, જેમાં બેટિંગ ઉપરાંત, તેને ખાસ પરિસ્થિતિઓમાં મેચ કેવી રીતે રમવી તે પણ શીખવવામાં આવશે. આ દરમિયાન, વૈભવની સ્કિલ્સમાં વધુ સુધારો કરવામાં આવશે. વૈભવના કોચ મનીષ ઓઝાએ જણાવ્યું હતું કે BCCI લાંબા સમયથી આ યુવા ખેલાડીને સિનિયર ખેલાડીઓની જગ્યા ભરવા માટે તૈયાર કરી રહ્યું છે.
ADVERTISEMENT
વધુ વાંચો: 2011ના વર્લ્ડ કપને લઈ યુવરાજસિંહનો ખુલાસો, ખેલાડીઓએ આ કામ ન કર્યું એટલે જીત્યા વર્લ્ડકપ
શું વૈભવ સૂર્યવંશી એશિયા કપમાં ડેબ્યૂ કરશે?
ADVERTISEMENT
ટીમ ઈન્ડિયા સામે અત્યારે સૌથી મોટો પડકાર એશિયા કપ 2025 છે. આ ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમની જાહેરાત હજુ બાકી છે. આ પહેલા વૈભવ સૂર્યવંશીને સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે વૈભવને એશિયા કપમાં ટીમ ઈન્ડિયાનો ભાગ બનાવવામાં આવ્યો છે. આ 14 વર્ષીય યુવા ખેલાડીએ IPL 2025 માં પોતાનું ડેબ્યૂ કર્યું હતું અને આ ટુર્નામેન્ટમાં જ તે સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બન્યો હતો. વૈભવે 35 બોલમાં સદી ફટકારી હતી. IPLમાં સૌથી ઝડપી સદી ફટકારવામાં તે ફક્ત ક્રિસ ગેલથી પાછળ હતો, જેણે 31 બોલમાં સદી ફટકારી છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.