ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / સોનમ-રાજા જેવો જ વધુ એક કેસ, પતિ 'બેવફા' નીકળ્યો, પત્નીને ચાલુ ટ્રેનમાંથી ફેંકી દીધી, પછી બન્યું ચોંકાવનારું

ક્રાઇમ / સોનમ-રાજા જેવો જ વધુ એક કેસ, પતિ 'બેવફા' નીકળ્યો, પત્નીને ચાલુ ટ્રેનમાંથી ફેંકી દીધી, પછી બન્યું ચોંકાવનારું

Published By: Priykant Shrimali

Last Updated: 02:58 PM, 4 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jharkhand Couple : પ્રેમલગ્ન કરી કપલ ફરવા ગયું, મહિલાને તેના પતિએ ચાલતી ટ્રેનમાંથી ધક્કો મારી દીધો, મહિલા નાળમાં મળી આવ્યા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી

ADVERTISEMENT

Jharkhand Couple : રાજા રઘુવંશી કેસ વિશે તો તમે સૌ જાણતા જ હશો કે જેમાં તેની પત્નીએ જ પ્રેમી સાથે મળી રાજાની હત્યા કરી નાખી હતી. જોકે આવો જ એક કિસ્સો ઝારખંડથી સામે આવ્યો છે. વિગતો મુજબ ઝારખંડના રામગઢના પતરતુમાં, એક મહિલાને તેના પતિએ ચાલતી ટ્રેનમાંથી ધક્કો મારી દીધો. આ પછી મહિલા નાળામાં પડેલી મળી આવી. મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી જ્યાં તેની સારવાર ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પતિ-પત્ની બંને ફરવા ગયા હતા. પરંતુ પતરાતુ સ્ટેશન પછી આવેલા કિરીગઢા ગામમાં પતિએ પત્નીને ચાલતી ટ્રેનમાંથી ધક્કો મારી દીધો.

શું છે સમગ્ર મામલો ?

આ મહિલાની ઓળખ ખુશ્બુ કુમારી તરીકે થઈ હતી જે ઉત્તર પ્રદેશના દેવરિયાની રહેવાસી હતી. તેણીએ ગોરખપુરના રહેવાસી શંકર સાથે તેના પરિવારની ઇચ્છા વિરુદ્ધ લગ્ન કર્યા હતા. પ્રેમ લગ્ન કર્યા પછી બંને ઉત્તર પ્રદેશથી ઝારખંડ ફરવા ગયા હતા. જ્યારે બંને ત્યાંથી પાછા ફરી રહ્યા હતા,ત્યારે શંકરે ખુશ્બુને કિરીગઢા નજીક ટ્રેનમાંથી ધક્કો મારી દીધો. ત્યારબાદ મહિલા નાળામાં પડેલી મળી આવી.

પાંસળીમાં ફ્રેક્ચર થતાં મહિલા ICUમાં દાખલ

મહિલાને ગટરમાં પડેલી જોઈને ગામલોકોએ RPF ને જાણ કરી. ત્યાંથી તેને હોસ્પિટલ લઈ જવામાં આવી અને તેની સારવાર શરૂ કરવામાં આવી. ડોક્ટરોએ કહ્યું કે, મહિલાની પાંસળીઓમાં ફ્રેક્ચર અને પગમાં ઈજાઓ છે. જ્યારે ખુશ્બુ ભાનમાં આવી ત્યારે તેણે પોતાના વિશે માહિતી આપી અને કહ્યું કે, તેણે શંકર સાથે તેના પરિવારની સંમતિ વિના પ્રેમ લગ્ન કર્યા હતા. મહિલાની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. તેને ICU માં દાખલ કરવામાં આવી છે.

ખુશ્બુએ જણાવ્યું કે, બે દિવસ પહેલા તે અને શંકર ઉત્તર પ્રદેશથી ફરવા માટે નીકળ્યા હતા અને ઝારખંડ પહોંચ્યા હતા. ત્યાં બંનેએ ઘણા ધાર્મિક અને પર્યટન સ્થળોની મુલાકાત લીધી અને ખૂબ મજા કરી. પછી તેઓ રાત્રિની ટ્રેન દ્વારા પાછા આવી રહ્યા હતા. આ દરમિયાન શંકર મીઠી વાતો કરીને તેને ટ્રેનના દરવાજા પાસે લઈ ગયો અને ધક્કો મારવા લાગ્યો. ખુશ્બુએ જણાવ્યું કે, તેણીએ શંકરના પગ પકડી રાખ્યા હતા પરંતુ શંકરે તેને ધક્કો મારીને નીચે પાડી દીધી.

આ પણ વાંચો : VIDEO : ચાલતી ટ્રેનમાં લાગી ભયાનક આગ, રુવાડા ઉભા કરી દે તેવો વીડિયો

આ તરફ પોલીસે ખુશ્બુનું નિવેદન નોંધીને કેસની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે. ખુશ્બુની બહેને કહ્યું કે, તેણે તેના પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા. આજે તે આનું પરિણામ ભોગવી રહી છે. અમે તેના પરિણામો જોઈ રહ્યા છીએ. પોલીસ કહે છે કે, તેઓ આરોપીને શોધી રહ્યા છે. તેઓ ટૂંક સમયમાં તેની ધરપકડ કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shankar Khushboo Case Jharkhand Couple Raja Raghuvanshi case

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ