બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / રૂપિયા છાપવાનું મશીન છે પોસ્ટ ઓફિસની સ્કીમ, ફક્ત આટલા રોકાણથી બનો લખપતિ

ફાયદો થશે / રૂપિયા છાપવાનું મશીન છે પોસ્ટ ઓફિસની સ્કીમ, ફક્ત આટલા રોકાણથી બનો લખપતિ

Published By: Pravin Joshi

Last Updated: 05:05 PM, 11 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ યોજનામાં દર મહિને ₹25,000 નું રોકાણ કરીને તમે 5 વર્ષમાં ₹17 લાખથી વધુનું ભંડોળ ભેગું કરી શકો છો. આ યોજના વાર્ષિક 6.5% વ્યાજ દર આપે છે, જે માસિક ચક્રવૃદ્ધિ દરે મળે છે.

જો તમે એવી સુરક્ષિત અને સરકારની ગેરંટીવાળી ઈન્વેસ્ટમેન્ટ શોધી રહ્યા છો જ્યાં પૈસા પણ સુરક્ષિત રહે અને નફો પણ સરસ મળે તો પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટ (RD) યોજના તમારા માટે એક બેસ્ટ વિકલ્પ છે.

Post Office Saving Scheme (4)

પોસ્ટ ઓફિસ RD યોજના શું છે?

આ એક બચત યોજના છે જેમાં તમે દર મહિને નક્કી રકમ જમા કરો છો, અને 5 વર્ષ પછી તમને ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે મોટી રકમ મળે છે. જો તમે દર મહિને ₹25,000 રૂપિયા પોસ્ટ ઓફિસ RDમાં જમા કરો છો, તો 5 વર્ષના અંતે તમારી કુલ બચત લગભગ ₹17.74 લાખ રૂપિયા થશે.

  • કુલ જમા રકમ: ₹15 લાખ
  • વ્યાજ (6.5% વાર્ષિક, માસિક ચક્રવૃદ્ધિ): ₹2.74 લાખ
  • કુલ રકમ: ₹17,74,771

અટલેકે ફક્ત 5 વર્ષમાં જ તમે લગભગ ₹2.74 લાખનો શુદ્ધ નફો મેળવી શકો છો.

Post-Office-new-logo

આ યોજના કેટલા લોકોને માટે છે?

પોસ્ટ ઓફિસની RD યોજના દરેક ભારતીય નાગરિક માટે ઉપલબ્ધ છે. તમે આ ખાતું વ્યક્તિગત રીતે અથવા સંયુક્ત રીતે (Joint Account) ખોલી શકો છો. જો જરૂર પડે તો ખાતું સમય પહેલાં બંધ કરી શકાય છે, પરંતુ એ સ્થિતિમાં વ્યાજમાં થોડી કાપણી થાય છે.

  • ન્યૂનતમ રોકાણ: ₹100 પ્રતિ મહિનો
  • મહત્તમ મર્યાદા: કોઈ મર્યાદા નથી

જો ખાતાધારકનું અવસાન થાય તો?

જો યોજનાની અવધિ દરમિયાન ખાતાધારકનું અવસાન થાય, તો જમા રકમ તેના કાનૂની વારસદારોને મળે છે. તે માટે પોસ્ટ ઓફિસમાં જરૂરી દસ્તાવેજો આપવાની જરૂર પડે છે. વારસદાર ઈચ્છે તો એ RD ખાતું આગળ ચાલુ રાખી પણ શકે છે.

Post Office Saving Scheme (5)

પોસ્ટ ઓફિસ RD કેમ સુરક્ષિત છે?

આ યોજના સરકારની ગેરંટી હેઠળ ચાલે છે, એટલે કે કોઈ જોખમ નથી. વ્યાજદર (6.5% વાર્ષિક) બેંકોની તુલનામાં સારી છે. માસિક ચક્રવૃદ્ધિ વ્યાજને કારણે પૈસા ઝડપથી વધે છે. આ યોજના ખાસ કરીને તેમના માટે યોગ્ય છે જે દર મહિને થોડી રકમ બચાવીને ભવિષ્ય માટે મજબૂત ફાઇનાન્શિયલ સિક્યોરિટી બનાવવા માંગે છે.

Post Office Saving Scheme (1)

વિગતો માહિતી

  • યોજના - પોસ્ટ ઓફિસ RD
  • વ્યાજ દર - 6.5% વાર્ષિક
  • રોકાણ રકમ - ₹25,000/મહિનો
  • અવધિ - 5 વર્ષ
  • કુલ રકમ - ₹17.74 લાખ
  • નફો - ₹2.74 લાખ

વધુ વાંચો: સરકારી કર્મચારીઓની પાંચેય આંગળી ઘીમાં, સરકારે હવે વધારે એક રાહત આપી

જો તમે પણ સુરક્ષિત અને સ્થિર નફાવાળી યોજના શોધી રહ્યા છો, તો પોસ્ટ ઓફિસની આ RD સ્કીમ તમારા માટે એકદમ યોગ્ય પસંદગી બની શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર

સંકળાયેલા મુદ્દાઓ

PostOfficeScheme Post Office Recurring Deposit Scheme PostOffice

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ