બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સરકારી કર્મચારીઓની પાંચેય આંગળી ઘીમાં, સરકારે હવે વધારે એક રાહત આપી

આનંદો / સરકારી કર્મચારીઓની પાંચેય આંગળી ઘીમાં, સરકારે હવે વધારે એક રાહત આપી

Last Updated: 09:11 PM, 10 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સામાન્ય રીતે રાજ્ય સરકારના કર્મચારીઓના પગાર જે માસના ચૂકવવાપાત્ર હોય તેના પછીના માસના પ્રથમ ત્રણ કામકાજના દિવસો દરમિયાન સ્ટેગરીંગ પ્રથા અનુસાર ચૂકવવામાં આવે છે.

ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે રાજ્ય સરકારે એક મહત્ત્વનો અને રાહતરૂપ નિર્ણય જાહેર કર્યો છે. આ વર્ષે દિવાળીનો તહેવાર તા. 20 ઓક્ટોબરના રોજ હોવાથી કર્મચારીઓ અને પેન્શનરો તહેવારોની સારી રીતે ઉજવણી કરી શકે તે માટે ઑક્ટોબર-2025 માસનો પગાર અને પેન્શન વહેલું ચુકવવાનો નિર્ણય કર્યો છે. કર્મચારીઓને પગાર આગામી ત્રણ દિવસમાં ચુકવી દેવામાં આવશે.

મહિનાના અંતે ચુકવાય છે પગાર

સામાન્ય રીતે રાજ્ય સરકારના કર્મચારીઓના પગાર જે માસના ચૂકવવાપાત્ર હોય તેના પછીના માસના પ્રથમ ત્રણ કામકાજના દિવસો દરમિયાન સ્ટેગરીંગ પ્રથા અનુસાર ચૂકવવામાં આવે છે. જોકે, દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને આ જૂના ઠરાવમાં છૂટછાટનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય અનુસાર, ઑક્ટોબર-2025ના સરકારી કર્મચારીઓ/પેન્શનરોના પગાર-ભથ્થાં/પેન્શનની ચુકવણી તબક્કાવાર રીતે 14, 15 અને 16 ઓક્ટોબર દરમિયાન કરી દેવાશે.

રાજ્યના 9 લાખથી વધુ સરકારી કર્મચારી-પેન્શનર્સને DAની દિવાળી ભેટ અપાઇ

આ પહેલાં 8 ઓક્ટોબર, 2025ના રોજ રાજ્ય સરકારે છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તા. 1 જુલાઈ 2025થી આપવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય અનુસાર સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરાયો હતો. જ્યારે છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વધારાનો ઇજાફો પણ એક સાથે ચુકવવાનો નિર્ણય લેવાયો હતો.

8 દિવસનું મિની વેકેશન પણ જાહેર

આ ઉપરાંત દિવાળી પર્વ નિમિત્તે વિવિધ સરકારી કચેરીઓ, બોર્ડ, નિગમો અને પંચાયતો માટે દિવાળીથી લઈને ભાઈ બીજ સુધીની રજાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. જેમાં 19 ઓક્ટોબરથી લઈ સળંગ 8 દિવસની એટલે કે 26 ઓક્ટોબર સુધીની રજા જાહેર અગાઉ જ કરી દેવાઇ હતી. બે રવિવાર તથા એક શનિવારનો સમાવેશ થાય છે. 21 અને 24 ઓક્ટોબર રજાના બદલે 8 નવેમ્બર, 2025 અને 13 ડિસેમ્બર 2025ના રોજ કચેરી ચાલુ રાખવાનો આદેશ અપાયો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Happy Diwali Government employees will be paid advance salary Government employees
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ