ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / એ કાર, જેમાં PM મોદી-પુતિન એકસાથે સવારી કરતા નજરે પડ્યાં, જાણો કિંમતથી લઇને કંપનીનું નામ

દિલ્હી / એ કાર, જેમાં PM મોદી-પુતિન એકસાથે સવારી કરતા નજરે પડ્યાં, જાણો કિંમતથી લઇને કંપનીનું નામ

Published By: Priykant Shrimali

Last Updated: 08:23 AM, 5 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Putin India visit : વિદેશી મહાનુભાવો માટે સામાન્ય રીતે ભારે સુરક્ષા અને બખ્તરબંધ કાફલાનો ઉપયોગ થાય છે, પરંતુ આ વખતનું દ્રશ્ય કઇંક અલગ જ હતું, એક જ કારમાં જોવા મળ્યા બે દિગ્ગજો

ADVERTISEMENT

Putin India visit : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત (4 ડિસેમ્બર, 2025) ઘણી રીતે યાદગાર અને પ્રતીકાત્મક રહી. દિલ્હીના પાલમ એરપોર્ટ પર તેમનું વિમાન ઉતરતાની સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રોટોકોલને એક તરફ મૂકી તેમને વ્યક્તિગત રીતે સ્વાગત કરવા પહોંચ્યા હતા. જોકે આ બધાની બચ્ચે એક વસ્તુ ચર્ચાનું કેન્દ્ર બની અને તે છે સફેદ ફોર્ચ્યુનર.

બંને નેતાઓ એક જ કારમાં

વિદેશી મહાનુભાવો માટે સામાન્ય રીતે ભારે સુરક્ષા અને બખ્તરબંધ કાફલાનો ઉપયોગ થાય છે, પરંતુ આ વખતનું દ્રશ્ય કઇંક અલગ જ હતું. એરપોર્ટથી પ્રસ્થાન કરતી વખતે બંને નેતાઓને એક જ વાહનમાં સાદી દેખાતી સફેદ ટોયોટા ફોર્ચ્યુનરમાં સાથે બેઠેલા જોઈ સમગ્ર વિશ્વનું ધ્યાન તેમને ઉપર ખેચાઈ ગયું. આ નિર્ણય માત્ર પરંપરાગત સુરક્ષા વ્યવસ્થાથી વિરુદ્ધ જ નહોતો પણ બંને દેશોના નેતાઓ વચ્ચેના ઊંડા પરસ્પર વિશ્વાસનું પ્રતીક બની રહ્યો.

હવે જાણીએ એ કાર વિશે તમામ માહિતી

વાયરલ વીડિયોમાં દેખાયેલી કાર મોડેલ ટોયોટા ફોર્ચ્યુનર Sigma 4 MT, જે એપ્રિલ 2024માં રજીસ્ટર થયું હતું. CarDekhoના જણાવ્યા મુજબ આ SUVની કિંમત ₹45 લાખ (₹4.5 મિલિયન) આસપાસ છે. નવી સુરક્ષા વાહનોની યાદીમાં સામેલ આ ગાડીની રજીસ્ટ્રેશન માન્યતા એપ્રિલ 2039 સુધીની છે. આ પ્રકારની ફોર્ચ્યુનરને ઉચ્ચ-સ્તરીય રાજદ્વારી કાફલામાં જોવા મળવાનું દુર્લભ છે, જે કારણે આ ક્ષણ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચામાં આવી.

પુતિનની સુપર-સિક્યોર ‘Aurus Senat’ આ વખતે કેમ ન આવી?

પુતિન સામાન્ય રીતે વિદેશ પ્રવાસે તેમની સુપર-આર્મર્ડ Aurus Senat સાથે જ જતા હોય છે, જેને ‘મૂવિંગ ફોર્ટ્રેસ’ પણ કહેવામાં આવે છે. જોકે ભારતમાં તેમણે તેનો ઉપયોગ ન કરતા ટોયોટા ફોર્ચ્યુનર પસંદ કરી.

નિષ્ણાતોનું મંતવ્ય છે કે, આ નિર્ણય મોદી–પુતિન વચ્ચેના વ્યક્તિગત વિશ્વાસનું પ્રતીક છે તથા બંને નેતાઓ વચ્ચેના દાયકાઓ જૂના સંબંધોને ઉજાગર કરે છે. આંતરરાષ્ટ્રીય મીડિયાએ તેને “સમિટની સૌથી પ્રતીકાત્મક ક્ષણ” ગણાવી.

PM નિવાસસ્થાને વિશેષ તૈયારીઓ

લોક કલ્યાણ માર્ગ સ્થિત પ્રધાનમંત્રીના નિવાસસ્થાન પર પુતિનના સ્વાગત માટે ભવ્ય તૈયારીઓ કરવામાં આવી હતી. સમગ્ર વિસ્તાર ભારતીય અને રશિયન ધ્વજોથી શોભિત છે તો ઘણા વિસ્તારોમાં ટ્રાફિક રી-રૂટ કરાયા છે. આ સાથે સુરક્ષા વિશે અતિશય ચુસ્ત વ્યવસ્થા છે. આ પ્રકારના આયોજનથી સ્પષ્ટ થાય છે કે, ભારત આ મુલાકાતને વ્યૂહાત્મક દૃષ્ટિએ કેટલું મહત્વ આપે છે.

આ પણ વાંચો : આજે વડાપ્રધાન મોદી સાથે પુતિનની બેઠક, રાષ્ટ્રપતિ ભવનમાં આપવામાં આવશે ગાર્ડ ઓફ ઓનર

વ્યૂહાત્મક ભાગીદારી પર ઊંડાણપૂર્વકની ચર્ચાઓ

મુલાકાતનો કેન્દ્રબિંદુ ભારત–રશિયા વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો હતો. બંને દેશોના પ્રતિનિધિમંડળો વચ્ચે થયેલી બેઠકોમાં મુખ્યત્વે સંરક્ષણ સહકાર અને ટેક્નોલોજી ટ્રાન્સફર, ઉર્જા ક્ષેત્રમાં લાંબા ગાળાના કરારો, દ્વિપક્ષીય વેપાર વૃદ્ધિ અને નવા માર્ગોની શોધ, વૈશ્વિક રાજકીય માહોલમાં બંને દેશોની ભૂમિકા સહિતના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત રહ્યું હતું. ભારતનું યુએસ અને રશિયા વચ્ચેનાં સંબંધોમાં સંતુલિત રાજદ્વારી વલણ આ મુલાકાત દરમિયાન વધુ સ્પષ્ટ બન્યું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

pm modi 20 years White Fortuner Putin India visit

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ