બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:36 AM, 5 December 2025
Vladimir Putin India Visit: રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ગઈકાલે ભારત આવી પહોંચ્યા. વડાપ્રધાન મોદીએ તેમનું પાલમ એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આ પછી બંને નેતાઓ એક જ કારમાં પીએમ નિવાસસ્થાને ગયા. પીએમ મોદીએ પુતિનના સન્માનમાં એક ખાનગી રાત્રિભોજનનું આયોજન કર્યું હતું, આ દરમિયાન વડાપ્રધાન મોદીએ રશિયન ભાષામાં લખેલી ગીતાની એક કોપી પુતિનને ભેટમાં આપી. પીએમ મોદી અને પુતિન વચ્ચે આજે મુલાકાત થશે.
ADVERTISEMENT
Presented a copy of the Gita in Russian to President Putin. The teachings of the Gita give inspiration to millions across the world.@KremlinRussia_E pic.twitter.com/D2zczJXkU2
— Narendra Modi (@narendramodi) December 4, 2025
ઉલ્લેખનીય છે કે રશિયા-યુક્રેન યુદ્ધ પછી પુતિનની પહેલીવાર ભારતની મુલાકાતે આવ્યા છે. તેઓ અગાઉ 2021માં ભારતની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત 6 ડિસેમ્બર, 2021ના રોજ થઈ હતી.
ADVERTISEMENT
રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનનું ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને આજે સવારે 9 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. સવારે 10 વાગ્યે, રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આજે સવારે રાજઘાટની પણ મુલાકાત લેશે જ્યાં તેઓ મહાત્મા ગાંધીની સમાધિ પર શ્રદ્ધાંજલિ આપશે.
ADVERTISEMENT
પુતિન હૈદરાબાદ હાઉસ ખાતે 23મી ભારત-રશિયા સમિટમાં ભાગ લેશે. અહીં વડાપ્રધાન મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે બેઠક થશે. આ બેઠકમાં તેઓ અનેક મુદ્દાઓ પર ચર્ચા કરશે. સાંજે 4 વાગ્યે, પુતિન હૈદરાબાદ હાઉસ ખાતે ભારત-રશિયા વ્યાપાર મંચને સંબોધિત કરશે.

ADVERTISEMENT
સાંજે 5 વાગ્યે, પુતિન ભારત મંડપમ ખાતે વ્યાપારી નેતાઓ સાથે મુલાકાત કરશે. ત્યારબાદ, સાંજે 7 વાગે પુતિન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આમંત્રણ પર રાષ્ટ્રપતિ ભવનમાં ભોજન સમારંભમાં હાજરી આપશે. આ પછી, લગભગ રાત્રે 9 વાગ્યે રાષ્ટ્રપતિ પુતિન ભારતથી મોસ્કો જવા રવાના થશે.
આ પણ વાંચો: રશિયન રાષ્ટ્રપતિ પુતિનની કારમાં શું છે ખાસ?, ફિચર્સ જોઈને ઉડી જશે તમારા હોશ
ADVERTISEMENT
પુતિનની ભારત મુલાકાત અંગેની પોસ્ટમાં ભાજપે લખ્યું, "પ્રોટોકોલ તોડીને, વડાપ્રધાન મોદીએ એરપોર્ટ પર રશિયન રાષ્ટ્રપતિનું પોતે સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિ પુતિન ભારતની બે દિવસની સત્તાવાર મુલાકાતે છે. આ દરમિયાન, તેઓ 5 ડિસેમ્બરે દિલ્હીમાં વડાપ્રધાન મોદી સાથે 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે."
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.