ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / PM મોદીએ ઘૂમાવ્યો ડોનાલ્ડ ટ્રમ્પને ફોન, જુઓ કયા-કયા મુદ્દાઓ પર થઇ વાતચીત?

BIG NEWS / PM મોદીએ ઘૂમાવ્યો ડોનાલ્ડ ટ્રમ્પને ફોન, જુઓ કયા-કયા મુદ્દાઓ પર થઇ વાતચીત?

Published By: Pravin Joshi

Last Updated: 08:24 PM, 11 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદીએ ડોનાલ્ડ ટ્ર્મ્પ સાથે ફોન પર ભારત–અમેરિકા ટ્રેડ ડીલની સ્થિતિ, ટેક્નોલોજી, રક્ષા અને વૈશ્વિક પડકારો પર ચર્ચા કરી. પુતિન મુલાકાત બાદની આ વાતચીતને રાજનૈતિક રીતે મહત્વની ગણાઈ રહી છે.

PM મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી, જેમાં ભારત–અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીના તમામ મહત્વના મુદ્દાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી. આ ચર્ચા એવા સમયે થઈ છે જ્યારે થોડાં જ દિવસો પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પૂતિન ભારત પ્રવાસે આવ્યા હતા અને દિલ્હી ખાતે PM મોદીએ તેમની સાથે લાંબી બેઠક કરી હતી. હવે, અમેરિકાના રાષ્ટ્રપતિ સાથેની વાતચીતને નવો રાજનૈતિક સંદેશ માનવામાં આવી રહ્યો છે.

ચર્ચા દરમિયાન બંને નેતાઓએ ખાસ કરીને બે દેશો વચ્ચેની ટ્રેડ ડીલને વધુ ઝડપથી આગળ ધપાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. PM મોદીએ જણાવ્યું કે ભારત અને અમેરિકા બંને વિશ્વ અર્થતંત્રમાં મુખ્ય ભૂમિકા ધરાવે છે. તેથી વેપાર, ટેક્નોલોજી, રોકાણ અને આર્થિક સહકારને વધુ મજબૂત બનાવવાની જરૂર છે. ટ્રંપે પણ ભારત સાથેની વેપારી ભાગીદારીને સ્ટ્રેટેજિક એસેટ ગણાવી અને COMPACT સહમતિને આગલા સ્તરે પહોંચાડવા પ્રતિબદ્ધતા દર્શાવી.

TRUMP-AND-MODI

બે દેશોના સંબંધો પર ચર્ચા કરતી વખતે, નવા યુગની ટેક્નોલોજી જેમ કે AI, સાયબર-સિક્યુરિટી, એનર્જી સુરક્ષા, ડિફેન્સ પ્રોડક્શન અને સપ્લાય ચેઇન સ્ટેબિલિટી મુખ્ય મુદ્દા રહ્યા. બંને સરકારોનું માનવું છે કે 21મી સદીની ભૂગોળ–રાજકીય પરિસ્થિતિમાં ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારી વૈશ્વિક સ્થિરતાને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે.

MODI-TRUMP

આ ચર્ચાનું એક મહત્વનું પાસું એ પણ રહ્યું કે PM મોદીએ વૈશ્વિક અને પ્રાદેશિક પડકારો વિશે પણ ટ્ર્મ્પ સાથે ચર્ચા કરી. તેમાં ખાસ કરીને ઈન્ડો–પેસિફિક સલામતી, આતંકવાદ, માનવતાવાદી સંકટો અને સપ્લાય ચેઇનના જોખમો વિશેના મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા. બંને દેશોએ નક્કી કર્યું કે સામૂહિક હિત માટે સહકાર ચાલુ રહેશે અને આ મુદ્દાઓ પર નેતાઓ વચ્ચે નિયમિત સંવાદ જળવાઈ રહેશે.

PM મોદીએ X પર લખ્યું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પ સાથે મારી ખૂબ ઉષ્માભરી અને લાભદાયી વાતચીત થઈ. અમે ભારત–અમેરિકા સંબંધોની પ્રગતિની સમીક્ષા કરી અને વૈશ્વિક તેમજ પ્રાદેશિક મુદ્દાઓ પર વિશાળ ચર્ચા કરી. બંને દેશો વિશ્વશાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે સાથે કામ કરતા રહેશે.

થોડાં જ દિવસો પહેલા સોશિયલ મીડિયા અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં PM મોદી–પુતિનની કારવાળી તસવીર ખૂબ ચર્ચામાં રહી હતી. અમેરિકાની પ્રતિનિધિસભામાં પણ આ તસવીર પર ટિપ્પણીઓ થઈ હતી. ઘણા અમેરિકન નેતાઓએ ટ્ર્મ્પની ટૅરિફ પોલિસીનો ઉલ્લેખ કર્યો, જેના કારણે ભારતની કૂતનીતિ રશિયા તરફ વધુ ઝૂકી હોવાનું તેઓએ કહ્યું. PM મોદીએ ટ્રંપ સાથે તાત્કાલિક વાતચીત કરીને ભારત–અમેરિકા સંબંધોની પ્રાથમિકતા અને મજબૂત દ્વિપક્ષીય વિશ્વાસનો સંદેશ ફરીથી સ્પષ્ટ કર્યો.

વધુ વાંચો: 4 થેલા ભરીને પોલીસે ડોક્યુમેન્ટ કબ્જે કર્યા, બોગસ લગ્ન નોંધણી કૌભાંડમાં તપાસનો ધમધમાટ

વિશ્વ રાજનીતિક પરિસ્થિતિમાં આ ચર્ચાને ભારત–અમેરિકા સ્ટ્રેટેજિક બોન્ડના નવા તબક્કાની શરૂઆત મનાઈ રહી છે. ટ્રેડ ડીલને ઝડપ આપવા, ડિફેન્સ કોઓપરેશનને ઉંડો કરવા અને ઈન્ડો–પેસિફિક ક્ષેત્રમાં શાંતિ જાળવવા માટેની આ સંયુક્ત પ્રતિબદ્ધતા આગામી વર્ષોમાં મહત્વ રાખશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PMModi DonaldTrump IndiaUSRelations

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ