બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'સાહેબ મારી પત્ની 5 સ્ત્રીઓ સાથે'...પતિએ કહેતાં પોલીસ દોડી, રેડમાં ગુપ્ત ઠેકાણે દેખાયું હેરાનીભર્યું

ચોંકાવનારું / 'સાહેબ મારી પત્ની 5 સ્ત્રીઓ સાથે'...પતિએ કહેતાં પોલીસ દોડી, રેડમાં ગુપ્ત ઠેકાણે દેખાયું હેરાનીભર્યું

Vidhata Gothi

Last Updated: 02:22 PM, 9 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આંધ્રપ્રદેશમાં એક પતિએ પોતાની પત્નીની એક આદતથી પરેશાન થઈને પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે જયારે આના પર કાર્યવાહી કરીને રેડ પાડી તો એક ચોંકાવનારો ખુલાસો થયો.

Poker Club Busted: વિશાખાપટ્ટનમના લલિત નગરમાં એક વ્યક્તિએ પોતાની પત્નીની જુગાર રમવાની આદતથી પરેશાન થઈને પોલીસમાં ફરિયાદ નોંધાવી. આ વ્યક્તિએ પોલીસને કહ્યું કે 'મારી પત્ની દરરોજ પોકર રમે છે.' એ સમયે કોઈને અંદાજો ન હતો કે આની પાછળ આખી એક જુગારની સિન્ડિકેટ હશે. પતિની આ સામાન્ય ફરિયાદથી એટલો મોટો ખુલાસો થયો કે જયારે પોલીસ ઘટના સ્થળે પહોંચી તો ત્યાં ચાલી રહેલા પોકર ક્લબને જોઇને તેમના હોશ ઉડી ગયા. 6 મહિલાઓને પકડવામાં આવી અને જુગારના અડ્ડેથી 22,000 રૂપિયા કેશ પણ જપ્ત કરવામાં આવ્યું. આ કોઈ અચાનક બનેલો અડ્ડો ન હતો. આ મહિલાઓ ઘણા સમયથી આ ક્લબને ખૂબ જ ચાલાકીથી ચલાવી રહી હતી.

poker-night

પોલીસની રેડ અને 6 મહિલાઓની ધરપકડ

પતિની ફરિયાદ પર કાર્યવાહી કરતા ફોર્થ ટાઉન પોલીસ અને ટાસ્ક ફોર્સે તરત જ રેડ પાડી. પોલીસ ટીમ જેવી લલિત નજરના એક ઘરે પહોંચી, ત્યાં એક મીની પોકર કલબની હકીકત સામે આવી ગઈ. 6 મહિલાઓ એવી રીતે પોકર રમવામાં વ્યસ્ત હતી જે જાણે કોઈ તહેવાર ચાલી રહ્યો હોય. પોલીસે તેમને પકડી લીધી અને 22,000 કેશ પણ જપ્ત કરી લીધા.

સવારથી લઈને સાંજ સુધી જુગાર

પોલીસને તેમની તપાસમાં જાણવા માળ્યું કે આ કોઈ એક દિવસની વાત ન હતી. આ મહિલાઓ દર રોજ સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી પોકર રમતી હતી. ઘરની અંદર જ જુગારનો સિક્રેટ અડ્ડો ચાલી રહી હતી, પરંતુ આ અંગે કોઈએ કશું કહ્યું નહીં. આ પછી એક પતિએ પોતાની પત્નીની જુગાર રમવાની આદતથી પરેશાન થઈને ફરિયાદ કરી દીધી.

Vtv App Promotion

પહેલા પણ મળી હતી ચેતવણી

પોલીસે ખુલાસો કર્યો એ આ મહિલાઓને પહેલા પણ સખત ચેતવણીઓ આપવામાં આવી હતી. છતાં પણ તેઓએ તેમની જુગારની દુકાન બંધ ન કરી. તેમનો એવો દાવો હતો કે આ માત્ર મનોરંજન માટે છે. પરંતુ જયારે દાવમાં પૈસા લાગે છે, તો આ મનોરંજન નહીં પણ જુગાર કહેવાય છે.

આ પણ વાંચો: રક્ષાબંધને ભાઈએ બહેનને આપી 'ખૌફનાક ગિફ્ટ'! તહેવાર પરથી મન ઉઠી જાય તેવી, દેશમાં હડકંપ

ડ્રોનથી નજર, હવે કોઈ નહીં બચે

આંધ્રપ્રદેશ પોલીસે હાલમાં જ પોકર અને ડ્રગ્સની ગતિવિધિઓ પર નજર રાખવા માટે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે. ખુલ્લા મેદાનોથી લઈને સુમસામ વિસ્તારો સુધી હવે જુગારના શોખીનો પર આકાશમાંથી નજર રાખવામાં આવી રહી છે. આ ટેકનોલોજી દ્વારા કેટલીય જગ્યાઓ પર લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Visakhapatnam Poker Club Busted Crime News
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ