બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / રક્ષાબંધને ભાઈએ બહેનને આપી 'ખૌફનાક ગિફ્ટ'! તહેવાર પરથી મન ઉઠી જાય તેવી, દેશમાં હડકંપ

ક્રાઈમ / રક્ષાબંધને ભાઈએ બહેનને આપી 'ખૌફનાક ગિફ્ટ'! તહેવાર પરથી મન ઉઠી જાય તેવી, દેશમાં હડકંપ

Vidhata Gothi

Last Updated: 01:31 PM, 9 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Crime News: આજે દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. એ વચ્ચે દિલ્હીમાં એક ભાઈએ તેની બહેનને એક એવી ભેટ આપી છે કે જેના વિશે કોઈ બહેને ધાર્યું પણ નહીં હોય. જાણો શું છે સમગ્ર મામલો.

Delhi Honor Killing: રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે જ હત્યાના બનાવથી દેશની રાજધાનીમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. એક વ્યક્તિએ તેની બહેનના પ્રેમીને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઈ છે. ઓનર કિલિંગની ઘટનાથી પોલીસ તંત્ર દોડતું થયું છે અને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે.

દિલ્હીના નંદ નગરી વિસ્તારમાં એક ભાઈએ બહેનના પ્રેમી કપિલની ગોળી મારીને હત્યા કરી દીધી. પોલીસે આરોપી શિવમ યાદવની દેશી પિસ્તોલ સાથે ધરપકડ કરી લીધી છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

firing-01.jpg

નંદ નગરીમાં ઓનર કિલિંગનો મામલો સામે આવ્યો છે. 8-9 ઓગસ્ટની રાતે નંદ નગરીમાં ગોળીબાર થયો હોવાની પોલીસને માહિતી મળી. જયારે પોલીસ ઘટના સ્થળે પહોંચી તો જાણવા મળ્યું કે 28 વર્ષીય કપિલને ગોળી મારી દેવામાં આવી છે અને આરોપી ઘટના સ્થળેથી ભાગી ગયો છે. ઘાયલ કપિલને GTB Hospital લઈ જવામાં આવ્યો, જ્યાં ડોકટરે તેને મૃત જાહેર કર્યો.

Vtv App Promotion 2

પોલીસે કરી આરોપીની ધરપકડ

પોલીસે આ મામલે BNSની કલમ 103(1) અને આર્મ્સ એક્ટની કલમ 25/27 અંતર્ગત કેસ નોંધીને તપાસ શરૂ કરી. સિનિયર અધિકારીઓએ ઘટના સ્થળે તપાસ કરી અને ફોરેન્સિક ટીમે પુરાવાઓ એકઠાં કર્યા. તપાસ દરમિયાન SHO નંદ નગરીની આગેવાનીમાં બનેલી રીમે આરોપીની ઓળખ કરીને તેની ધરપકડ કરી લીધી. આરોપીની ઓળખ 20 વર્ષીય શિવમ યાદવ તરીકે થઈ છે. બંને જ નંદ નગરીમાં રહેતા હતા. તેની પાસેથી દેશી પિસ્તોલ પણ કબજે કરી લેવામાં આવી છે.

આ પણ વાંચો: VIDEO: વાદળ ફાટ્યું તેમાં મોટું સરોવર બની ગયું, ઉત્તરકાશીમાં કુદરતી કહેર વચ્ચે હેરાનીભર્યું

આરોપી અને મૃતક બંને એસી મિકેનિક

આરોપીની ધરપકડ કર્યા પછી તેની પૂછપરછ કરવામાં આવી. આ દરમિયાન તેને કબૂલ્યું કે તેની બહેન અને કપિલ વચ્ચે કંઇક ચાલતું હતું, જે તેને પસંદ ન હતું. આ જ કારણે તેને હત્યાનું કાવતરું ઘડ્યું અને હત્યા કરી દીધી. મૃતક કપિલ અને આરોપી શિવમ બંને એસી મિકેનિક હતા. હાલમાં આ કેસમાં આગળ તપાસ ચાલી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

National News Delhi Honor Killing Crime News
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ