બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / શ્રાવણમાં મહિલાએ કરી હરિયાળી, લોકો કમેન્ટ કરીને લઇ રહ્યા છે મજા

વીડિયો / શ્રાવણમાં મહિલાએ કરી હરિયાળી, લોકો કમેન્ટ કરીને લઇ રહ્યા છે મજા

Chintan Chavda

Last Updated: 05:52 PM, 14 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Green Makeup Girl Video: હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં એક છોકરીના મેકઅપે બધાને ચોકાવી દીધા છે. જુઓ વીડિયો...

સોશિયલ મીડિયાના આ જમાનામાં એવા એવા વીડિયો રોજ લોકો પોસ્ટ કરે છે અને એમાંથી ઘણા ખાસ ધ્યાન ખેંચે અને વાયરલ થાય છે. ઘણા વીડિયો ખૂબ ડેન્જર્સ હોય છે અને ઘણા એવા કે તમે જોઈને હસી-હસીને બેવડ વળી જાવ. ક્યાંક કોઈ દેસી જુગાડનો વીડિયો હોય તો ક્યાંક જાનવર સાથે કુસ્તી કરતો વીડિયો. અમુક એવા વીડિયો હોય કે જે જોઈને દિવસ સુધરી જાય. ત્યારે આવા અવનવા વીડિયોમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં એક છોકરીના મેકઅપે બધાને ચોકાવી દીધા છે.  

મેકઅપમાં છોકરી બની ગ્રીન પરી

આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલાને મેકઅપના નામે લીલો રંગ વાપર્યો છે. જેથી તે હવે લીલી પરી લાગી રહી છે. સામાન્ય રીતે મેકઅપ ગુલાબી, લાલ કે ન્યુડ શેડ્સ વાળો હોય છે, પરંતુ આ મહિલાએ તો મેકઅપની તમામ પરંપરાને બાજુમાં મુકીને લીલા રંગને પોતાનું ફેશન સ્ટેટમેન્ટ બનાવી લીધું છે. આની માટે મહિલાએ તેના ચહેરા પર ગ્રીન ફાઉન્ડેશન, લીલી લીપસ્ટીક, લીલું આઈશેડો અને વાળમાં લીલી ક્લિપ્સ લગાવી છે. એટલું જ નહીં, મહિલાએ લીલા રંગનો સૂટ પણ પહેર્યો છે. તેને ગળામાં લીલા રંગનો હાર પણ પહેર્યો છે. વીડિયો જોઈને એવું લાગે છે કે જાણે શ્રાવણ મહિનો તેના પર ઉતરી આવ્યો હોય.

app promo3

દીદી લીલાછમ જંગલની રાણી બનવાની તૈયારીમાં

મેકઅપ એટલે ચહેરાને નિખારવો, સુંદરતા દર્શાવવી. પરંતુ આ મહિલા મેકઅપને એક અલગ લેવલ પર લઈ ગઈ છે. આ મહિલાનો સામાન્ય મેકઅપ લુક નહોતો, પરંતુ લીલા રંગનો સંપૂર્ણ સિમ્ફની હતો. વીડિયોમાં, મહિલાએ તેના વાળમાં એટલી બધી લીલા રંગની ક્લિપ્સ લગાવી છે કે એવું લાગે છે કે તે લીલાછમ જંગલની રાણી બનવાની તૈયારી કરી રહી છે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ @sathis_beauty_world પરથી શેર કર્યો છે. અત્યાર સુધીમાં, તેને લગભગ 2 કરોડ લોકોએ જોયો છે અને 80 હજાર લોકોએ લાઈક કર્યો છે.

વધુ વાંચો: VIDEO : ચકરાઈ જશો! હોટલમાં ઉતરતાં જ છોકરીઓએ કર્યાં એવા કામો કે માલિકે રાતોરાત કાઢી

લોકોએ કોમેન્ટ કરીને ખૂબ મજા કરી, કેટલાકે કહ્યું પોપટ તો કેટલાકે કહ્યું શેવાળ

આ વીડિયોની ખરી મજા કોમેન્ટ સેક્શનમાં છે, જ્યાં લોકોએ પોતાની ક્રિએટીવીટી સાથે કોમેન્ટ કરી છે. જ્યારે એક યુઝરે વીડિયો પર કોમેન્ટ કરી, "તું અલીફ લૈલાનો જીન બની ગઈ છે." બીજા કોઈએ કટાક્ષ કર્યો, "મને જીવનમાં એટલો ખાલી સમય જોઈએ છે કે હું આટલી બધી ક્લિપ્સ મૂકી શકું." કોઈએ આ લુકને "લીલી ક્રાંતિ" કહ્યું, જ્યારે કોઈએ શ્રાવણ મહિનો યાદ કર્યો. એક યુઝરે મજાકમાં તો કહ્યું, "આ જોઈને મને ખબર પડી કે શ્રાવણ આવી ગયો છે." જ્યારે કેટલાક લોકોને આ મેકઅપ જોઈને પોપટ યાદ આવ્યો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Green Makeup National News Viral Video
Chintan Chavda

Chintan Chavda is working with VTV Gujarati as a copywriter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ