ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / VIDEO : ભાજપના ધારાસભ્યનો પગ લપસ્યો અને નદીમાં પડ્યા, વીડિયો જોઈને તમને હસવું આવશે

ભારે કરી / VIDEO : ભાજપના ધારાસભ્યનો પગ લપસ્યો અને નદીમાં પડ્યા, વીડિયો જોઈને તમને હસવું આવશે

Published By: Priyankka Triveddi

Last Updated: 01:53 PM, 26 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BJP MLA VIDEO: પટપડગંજ ભાજપના ધારાસભ્ય રવિ નેગી AAP નેતા સૌરભ ભારદ્વાજને જવાબ આપવાના ચક્કરમાં ઉલ્ટા હસવાનું પાત્ર બન્યા. આ ઘટનાનો વિડીયો સૌરભ ભારદ્વાજે શેર કર્યો છે અને ભાજપ પર કટાક્ષ કર્યો છે.

ADVERTISEMENT

BJP MLA VIDEO: મળતી માહિતી મુજબ વાત જાણે એમ છે કે યમુના નદી સફાઇ અંગે AAP નેતા સૌરભ ભારદ્વાજને જવાબ આપવા માટે પટપડગંજ ભાજપના ધારાસભ્ય રવિ નેગી પોતે યમુના નદીના ઘાટે પહોંચ્યા હતા. પરંતુ આ દરમિયાન BJP MLA નો પગ લપસી જતાં તેઓ નદીમાં પડ્યા હતા. આ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ભાજપ પર કટાક્ષ પણ થઈ રહ્યો છે.

ભાજપ ધારાસભ્યની યમુના ચેલેન્જ

પટપડગંજના ભાજપના ધારાસભ્ય રવિ નેગી યમુના નદી સાફાઈનો પડકાર સ્વીકારી જતાં નદીના ઘાટ પહોંચ્યા. પરંતુ આ દરમિયાન લપસી જતા નદીમાં પડી ગયા. આ ઘટનાનો વીડિયો આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે સોશિયલ મીડિયા પર શેર કર્યો અને કટાક્ષ કર્યો. સૌરભે લખ્યું, “ભાજપ ધારાસભ્યની ડૂબકી ખૂબ જ સુંદર છે. પરંતુ માતા યમુના તમારા જુઠ્ઠાણાથી ખૂબ ગુસ્સે છે.” નેગી થોડા સમય બાદ ડૂબકી મારીને બહાર નીકળી ગયા.

AAP અને BJP વચ્ચે યમુના સફાઈનો વિવાદ

દિલ્હીમાં યમુના નદીની સફાઈને લઇને AAP અને BJP વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે. AAP દ્વારા છઠ પૂજા પહેલા યમુનાની ગંદગી પર BJPને પડકાર ફેંકવામાં આવ્યો હતો અને કહ્યું કે નદીનું પાણી પવિત્ર સ્નાન માટે યોગ્ય નથી. ભાજપી નેતાઓ યમુનાને સ્વચ્છ બતાવવાનો દાવો કરે છે, જ્યારે AAP તેના દાવાઓને ખોટા અને છેતરપિંડી તરીકે અભિપ્રાય કરે છે. પૂર્વાંચલના ગરીબ બાળકો માટે પણ સ્વચ્છ પાણીની વાત ઉઠાવવામાં આવી છે.

વધુ વાંચો: PM મોદીએ છઠ પર્વની શુભેચ્છાઓ પાઠવી, સ્વદેશી વસ્તુઓથી લઈ તહેવાર પર જાણો શું કહ્યું?

vtv app promotion

મુખ્યમંત્રીના દાવા અને વિવાદ

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કાલિંદી કુંજ ઘાટનું નિરીક્ષણ કરીને દાવો કર્યો કે પર્યાવરણ અનુકૂળ રસાયણો વડે ફીણ ઘટાડવામાં આવી છે અને મહિલાઓ સ્વચ્છ વાતાવરણમાં પૂજા કરી શકે છે. આ દાવા સામે AAPનો જવાબ છે કે સરકાર દ્વારા જાહેર કરેલા વપરાશો માત્ર પ્રચાર છે, હકીકતમાં નદી હજુ સંપૂર્ણ સ્વચ્છ નથી. આ વિવાદ યમુના નદીની સફાઈને રાજકીય મુદ્દો બનાવી ચૂક્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AAP LEADER SAURBH BHARDWAJ YAMUNA RIVER DISPUTE BJP MLA

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ