ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:08 PM, 22 June 2025
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર એક વૃદ્ધ દંપતીનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાદા હાઇવે પર પત્ની સાથે સ્ટાઇલ અને સ્વેગ સાથે તેમની બ્રાન્ડ નવી બુલેટ પર બેઠેલા જોવા મળે છે. સફેદ વાળ, કાળો શર્ટ, સનગ્લાસ અને ચહેરા પર ભરપૂર આત્મવિશ્વાસ, દરેક એંગલથી આ સીન કોઈ બ્લોકબસ્ટર ફિલ્મ જેવું લાગે છે. દાદી પણ સ્ટાઇલ સાથે પાછળ બેઠા છે, જાણે "આ મારો હીરો છે." વીડિયોના બેકગ્રાઉન્ડમાં કબીર સિંહનું ગીત 'બેખયાલી' વાગી રહ્યું છે, જેણે આ ક્લિપને મજેદાર બનાવી દીધી છે.
ADVERTISEMENT
વૃદ્ધોનો પ્રેમ બન્યો રોમાન્સનું નવું બેન્ચમાર્ક
પ્રેમ માત્ર જવાન દિલની ચીજ નથી, આ વીડિયો તેનો જીવતો જાગતો પુરાવો છે. જે જુસ્સા અને આત્મવિશ્વાસ સાથે કાકા બુલેટ ચલાવી રહ્યા છે અને કાકી જે રીતે બેઠી છે. આવો નજારો ભાગ્યે જ જોવા મળે છે. દરેકના મોઢે એક જ વાત હોય છે. "લવ ઈઝ ઇન ધ એર... એન્ડ ઓન ધ બુલેટ." અહીં, ઉંમર નહીં, પણ ઇરાદા બોલે છે અને પ્રેમ સ્પીડ કરતાં વધુ ઝડપથી દોડે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
વીડિયોને મળ્યા કરોડો વ્યુઝ
આ અદ્ભુત વીડિયો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ @the_green_bonneville પરથી શેર કરવામાં આવ્યો છે અને સમાચાર લખાય ત્યાં સુધીમાં 10 કરોડથી વધુ વખત જોવામાં આવ્યો છે. ત્યારે 30 લાખથી વધુ લોકોએ તેને લાઇક કર્યો છે અને લાખો યુઝર્સ આ કપલના વખાણ કરી રહ્યા છે. દરેક વ્યક્તિ કહી રહ્યું છે કે અસલી કબીર સિંહ હવે ફિલ્મોમાં નહીં પણ રસ્તાઓ પર બુલેટ પર સવારી કરી રહ્યો છે.
ADVERTISEMENT

વધુ વાંચો: પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ADVERTISEMENT
યુઝર્સ કરી રહ્યા છે જબરદસ્ત કોમેન્ટ
આ વીડિયો પર ઘણા યુઝર્સ કોમેન્ટો કરી છે. એક યુઝરે લખ્યું, "અંકલ જી બાઇક અને પ્રેમ બંનેને સંભાળવામાં એક્સપર્ટ છે." બીજા યુઝરે લખ્યું, "હવે યુવા કપલ્સ તેમની પાસેથી સાચો રોમાંસ શીખવો જોઈએ." ત્રીજા યુઝરે મજાકમાં લખ્યું, "આ જેક અને રોઝની જોડી છે... અને બુલેટ તેમનું ટાઇટેનિક છે, જે ક્યારેય ડૂબશે નહીં."
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ