ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / Video: ફ્લાઇટ અટેન્ડેન્ટે પ્રીતમ માટે 'લાઇફ ઇન અ મેટ્રો' નું ગીત ગાયું, સંગીતકારે ખાસ અંદાજમાં કરી પ્રશંસા, વીડિયો વાયરલ
Last Updated: 03:41 PM, 6 June 2025
ADVERTISEMENT
સોશિયલ મીડિયાના આ જમાનામાં એવા એવા વીડિયો રોજ લોકો પોસ્ટ કરે છે અને એમાંથી ઘણા ખાસ ધ્યાન ખેંચે અને વાયરલ થાય છે. ઘણા વીડિયો ખૂબ ડેન્જર્સ હોય છે અને ઘણા એવા કે તમે જોઈને હસી-હસીને બેવડા વળી જાવ. ક્યાંક કોઈ દેસી જુગાડનો વીડિયો હોય તો ક્યાંક જાનવર સાથે કુસ્તી કરતો વીડિયો. અમુક એવા વીડિયો હોય કે જે જોઈને દિવસ સુધરી જાય. ત્યારે આવા અવનવા વીડિયોમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એર ઈન્ડિયાના ફ્લાઇટ અટેન્ડેટે યાત્રીઓ વચ્ચે સંગીતના જાદુગર પ્રીતમને જોયા અને ફ્લાઇટમાં જ તેનું એક ફેમસ ગીત ગાઈને સંભળાવ્યું ત્યારે હવામાં એક મ્યૂઝિકલ સરપ્રાઈઝ જોવા મળ્યું.

ADVERTISEMENT
ઇન્સ્ટાગ્રામ પરના એક વીડિયોમાં, પસાર થતા લોકોને સંગીતકારની સામે લાઇફ ઇન અ મેટ્રોનું ઇન દિનો ગીત હૃદયસ્પર્શી અંદાજમાં ગાતા જોઈ શકાય છે. પ્રીતમ સમગ્ર પર્ફોમન્સ દરમિયાન હસતો રહ્યો અને અંતે ખુશીથી બોલ્યો, "ક્યા બાત હૈ."
ADVERTISEMENT
પ્રીતમ સાથેની પોતાની ન ભૂલાય તેવી મુલાકાત શેર કરતા રાહગીરે પોસ્ટના કેપ્શનમાં લખ્યું: "એક યાદગાર મુલાકાત! હું મહાન સંગીતકાર પ્રીતમ દા ને મળ્યો, અને તેમની સામે તેમનું આઇકોનીક ગીત ગાયું. તેમની રીએક્શન અમૂલ્ય હતી!" તમને જણાવી દઈએ કે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સંગીતકાર પ્રીતમે ભૂલ ભુલૈયા, જબ વી મેટ, રેસ અને લવ આજ કલ જેવી ફિલ્મો માટે હિટ ગીતો બનાવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ