બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / શાહજહાંપુર મેડિકલ કોલેજમાં ગેસ લીકેજ, દર્દીઓમાં મચી અફરાતફરી, એકનું મોત

નેશનલ / શાહજહાંપુર મેડિકલ કોલેજમાં ગેસ લીકેજ, દર્દીઓમાં મચી અફરાતફરી, એકનું મોત

Last Updated: 07:56 PM, 25 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shahjahanpur Hospital Stampede: શાહજહાંપુર જિલ્લા હોસ્પિટલમાં ઘટનાની માહિતી મળતા જ પોલીસ પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને ભગદડમાં મૃત્યુ બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી.

Shahjahanpur News : ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લા હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટમાં ગેસ લીકેજ બાદ હોસ્પિટલમાં નાસભાગ થઇ જતા અફરાતફરી મચી ગઈ છે. આ દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હતું અને ઘણા લોકો ઘાયલ થયા હતા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને નાસભાગમાં મૃત્યુ બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી.

આ ઘટનાના ઘણા વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેટલાક લોકો જમીન પર પડેલા છે અને તેમના પરિવારના સભ્યો તેમની સાથે બેઠા છે. આ બાબત અંગે શાહજહાંપુર પોલીસે એક્સ પર પોસ્ટ કરી અને લખ્યું - "ઉપરોક્ત ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, ફાયર બ્રિગેડની ટીમે ફોગિંગ કરી અને બચાવ કાર્ય કર્યું છે અને જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક શાહજહાંપુરે તાત્કાલિક સ્થળનું નિરીક્ષણ કર્યું છે. ઘટનાસ્થળે શાંતિ અને વ્યવસ્થા જાળવી રાખવામાં આવી છે અને વધુ તપાસ કરવામાં આવી રહી છે.

vtv app promotion

આ પણ વાંચોઃ VIDEO : 'બાળક માટે કેટલી પીડા ભોગવશે' વાઈફને પ્રસૂતિની પીડા ઉપડતાં પતિ ખૂબ રડ્યો, હાર્ટ પીગળી જશે

આ ઘટના અંગે ઇમરજન્સી મેડિકલ ઓફિસરએ જણાવ્યું હતું કે, "શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી જેને લઇ અમે ટ્રોમા સેન્ટર (શાહજહાંપુર મેડિકલ કોલેજ) ને ખાલી કરાવ્યું છે. અમને લાગે છે કે આ શંકાસ્પદ ગેસ લીકેજ છે, અમે અમારા ઉચ્ચ અધિકારીઓને જાણ કરી છે. ફાયર એન્જિન અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે, તપાસ ચાલુ છે."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

UP News Shahjahanpur News Stampede
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ