બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:54 PM, 14 April 2025
Uttar Pradesh : ઉત્તર પ્રદેશમાં એક જમાઈ લગ્નના થોડા દિવસ પહેલા જ તેની સાસુ સાથે ભાગી ગયો તે સમાચાર તો તમે બધાએ સાંભળ્યા જ હશે. જોકે આ કેસમાં દિવસેને દિવસે નવી વાતો સામે આવી રહી છે. અલીગઢ જમાઈ-સાસુ કેસમાં હાલ જે અપડેટ સામે આવી તે ખરેખર ચોંકાવનારી છે. વાસ્તવમાં આ યુવક કે જે તાજેતરમાં તેના લગ્ન પહેલા સાસુ સાથે ભાગી ગયો તે અગાઉ પણ આવું કરી ચૂકેલો છે. મતલબ કે તે અગાઉ પણ એક મહિલા સાથે ભાગી ચૂકેલ છે. જોકે તે સમયે કોઈ ફરિયાદ ન થતાં આ મામલો બહાર આવ્યો નહોતો.
ADVERTISEMENT
UP ના અલીગઢમાં સાસુ-જમાઈ કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે જે લોકોને ચોંકાવી રહ્યા છે. હવે આ કેસમાં એક નવો વળાંક આવ્યો છે જેમાં ખુલાસો થયો છે કે, રાહુલ તેની સાસુ અનિતા પહેલા કોઈ બીજા સાથે ભાગી ગયો હતો. તમને આ સાંભળીને આશ્ચર્ય થશે પણ આ સાચું છે. અત્યાર સુધી એ ખબર નથી પડી કે, સાસુ અને જમાઈ ક્યાં છે. આ તરફ હવે આપણે જાણીશું કે, અનિતા પહેલા રાહુલ કોની સાથે ભાગી ગયો હતો અને શું એ કેસમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી હતી કે નહીં?

ADVERTISEMENT
પહેલા પણ બીજા કોઈ સાથે ભાગી ગયો હતો રાહુલ
સાસુ સાથે ભાગી જનાર રાહુલ નામનો આ યુવક ભાવિ સાસુ પહેલા કોઈ બીજી સ્ત્રી સાથે ભાગી ગયો છે. આ ઘટના લગભગ એક વર્ષ પહેલા બની હતી જ્યારે રાહુલ તેના પડોશી ગામમાં રહેતી એક મહિલા સાથે ભાગી ગયો હતો. બંને 2 મહિના સાથે રહ્યા અને પછી પાછા આવ્યા. આ કિસ્સામાં મહિલાના પરિવારે શરમના કારણે પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાવી ન હતી. આના કારણે રાહુલને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું ન હતું. આ રાહુલ એક વર્ષ પહેલા તે બીજી સ્ત્રી સાથે ભાગી ગયો હતો અને એક વર્ષ પછી તેને તેની થવાનારી સાસુ સાથે પ્રેમ થઈ ગયો અને તે ઘરેથી ભાગી ગયો તે પણ લગ્નના 8 દિવસ પહેલા.
ADVERTISEMENT
વધુ વાંચો : 'હવે કોઈ પણ આદિવાસીની જમીનને...', વક્ફ બોર્ડના નવા કાયદા પર PM મોદીનું મોટું નિવેદન
રાહુલના મિત્ર અને જીજાજીએ મદદરૂપ બન્યા
ADVERTISEMENT
આ કેસ પછી જે છોકરીના રાહુલ સાથે લગ્ન થવાના હતા તેના જીવનમાં તોફાન આવી ગયું. કોણ જાણે કેવા સપના જોયા હશે જે તેની માતાએ તોડી નાખ્યા હશે. રાહુલ તેની બનનારી સાસુ અનિતા જે તેનાથી બમણી ઉંમરની છે તેની સાથે ભાગી જાય છે. અનિતા તેના પ્રેમી જમાઈ સાથે ભાગી ગઈ અને તે પણ તેની પુત્રીના દહેજના પૈસા અને ઘરેણાં લઈને. આ કેસમાં બીજો ખુલાસો એ થયો કે રાહુલને તેના મિત્રો અને જીજાજીએ મદદ કરી હતી. આ એ જ જીજાજી છે જેણે છોકરી સાથે તેનું સગપણ નક્કી કરાવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.