ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 'કૌન સા કૂત્તા કિસ મૂડ મેં...', સ્ટ્રે ડોગ્સ પર સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી

સુનાવણી / 'કૌન સા કૂત્તા કિસ મૂડ મેં...', સ્ટ્રે ડોગ્સ પર સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી

Published By: Priyankka Triveddi

Last Updated: 01:52 PM, 7 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Supreme Court on Stray Dog: સુપ્રીમ કોર્ટમાં આજે પર્યાવરણથી લઈને નાગરિક સુરક્ષા, ધાર્મિક પરંપરા, સોનમ વાંગચૂકની મુક્તિ અને સ્ટ્રે ડોગ્સ જેવા અનેક કેસની સુનવણી છે. આ કેસમાં આવનાર સુપ્રીમ કોર્ટના ચુકાદાની અસરનો પ્રભાવ લાંબા ગાળાનો રહેશે.

ADVERTISEMENT

Supreme Court on Stray Dog: સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી, સ્ટ્રે ડોગ્સ, સોનમ વાંગચૂકની મૂકતો અને બાંકે બિહારી મંદિર સાથે જોડાયેલા કેસ પર હિયરિંગ થશે. સુપ્રીમ કોર્ટ અરવલ્લીની સટીક પરિભાષા અને ત્યાંનાં પહાડોના સંરક્ષણ માટે ખાસ હિયરિંગ કરશે. પૂર્વ વન અધિકારી આરપી બળવાનની યાચિકા પર થનાર આ સુનાવણી હરિયાણા અને તેના આસપાસના ક્ષેત્રોમાં પર્યાવરણને જોતાં ખાસ મહત્ત્વની માનવામાં આવે છે.

સુપ્રીમ કોર્ટે રખડતાં કુતરાઓના મામલે સુઓ મોટો દાખલ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે રખડતાં કુતરાઓની ઘટના અને રેબિઝના વધતાં જતાં કેસના મુદ્દે સુનવણી કરી રહ્યું છે. આ મામલે મોટી સંખ્યામાં કોર્ટને અરજીઓ મળી છે. જેના પર કોર્ટે કહ્યું કે આટલી અરજીઓતો માણસોના કેસમાં પણ નથી આવતી. સ્કૂલો, હોસ્પિટલો અને રેલવે સ્ટેશન જેવા સાર્વજનિક સ્થળો પર સુરક્ષા અને પશુ કલ્યાણના સંતુલનને લઈને પણ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. આ મામલે ખાસ કરીને 3 જજની વિશેષ બેન્ચ હિયરિંગ કરી રહી છે.

supreme-court-simple

10 રાજ્યોએ નથી આપ્યા સોગંદનામાં

stray dogs ના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં હિયરિંગ ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટમાં એમિક્સ ક્યુરીએ એ જાણકારી આપી છે કે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક અને પંજાબ સહિત 10 રાજ્યોએ હજુ સુધી સોગંદનામાં આપ્યા નથી. રાજસ્થાન અને ઓડિશએ સોગંદનામાં મોડેથી જમા કરાવ્યા છે જેના લીધે તેમણે એમિક્સ નોટમાં સામેલ કરવામાં આવશે નહીં. રાજ્યોએ આ સોગંદનામાંમાં કુતરાઓને પકડવાની, ડોગ પાઉન્ડ અને એનિમલ બર્થ કંટ્રોલ કેન્દ્રની ઓળખને લગતા આંકડા રજૂ કરવાના હતા.

vtv app promotion

સ્ટ્રે ડોગ પર અરજી કરનારે શું કહ્યું ?

સ્ટ્રે ડોગ્સ પર સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી હિયરિંગ દરમિયાન અરજી કરનાર તરફના વકીલે કહ્યું કે મારા ક્લાઈન્ટ એક વરિષ્ઠ નાગરિક છે જેમને કૂતરું કારડ્યું હતું. તેમણે કહ્યું કે અંહિયા ઘણા એનિમલ લવર્સ છે પણ અમે પણ કુતરાઓના વિરોધી નથી. અરજદારના વકીલે કહ્યું કે રખડતાં કુતરાઓ પર નિયંત્રણ જરૂરી છે.

આ પણ વાંચો: હવે હેલ્લો-હેલ્લો, નહીં કરવું પડે! હાઇવે પર કનેક્ટિવિટીને લઇ TRAIનો પ્રિ-પ્લાન તૈયાર

Stray-dogs--01.jpg

' કયા કુતરાનો શું મૂડ હોય એ ક્યારેય કોઈને ખબર ના હોય' - જસ્ટિસ નાથ

જસ્ટિસ વિક્રમ નાથે કહ્યું કે આ સમસ્યા માત્ર કુતરાના કરડવા સુધી સીમિત નથી. કુતરાના કારણે થનાર બીજા ખાતર અને દુર્ઘટના પણ ગંભીર મુદ્દા છે. તેમણે કહ્યું કે સવારના સમયે કયું કૂતરું કયા મૂડમાં છે એ કોઈને ખબર ના હોય. તેમણે રોકથામ પર ભાર દેતા કહ્યું કે માત્ર વ્યવહારના આધાર પર ખતરનાક કુતરાઓની ઓળખ કરવી સંભવ નથી. આનાથી રસ્તા પર અને ગલીઓમાં રખડતાં કુતરાઓની સંખ્યાને નિયંત્રિત કરવાની કસોટી ઊભી થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Supreme Court on Stray Dog

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ