બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / થરૂર કયા પક્ષમાં રહેશે તેના ઠેકાણા નથી ત્યાં સર્વેમાં CM બનાવવા માટેની માંગ ઉઠી

કેરળ / થરૂર કયા પક્ષમાં રહેશે તેના ઠેકાણા નથી ત્યાં સર્વેમાં CM બનાવવા માટેની માંગ ઉઠી

Vidhata Gothi

Last Updated: 11:57 AM, 10 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shashi Tharoor: મલ્લિકાર્જુન ખડગે સામે પાર્ટી અધ્યક્ષની ચૂંટણી લડ્યા બાદથી શશી થરૂરના રાષ્ટ્રીય કોંગ્રેસ નેતૃત્વ સાથેના સંબંધો તણાવપૂર્ણ રહ્યા છે. આ તણાવની અટકળો વચ્ચે એક સર્વેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.

Shashi Tharoor: તિરુવનંતપુરમના કોંગ્રેસના સાંસદ શશી થરૂર અને કોંગ્રેસ હાઈકમાન્ડ વચ્ચે તણાવની અટકળો વચ્ચે એક સર્વે સામે આવ્યો છે. હાલમાં જ થયેલા એક સર્વેમાં શશી થરૂરનું નામ કેરળના મુખ્યમંત્રી પદ માટે સૌથી પસંદગીના ઉમેદવાર તરીકે સામે આવ્યું છે. શશી થરૂરે મુંબઈ સ્થિત વોટવાઈબ દ્વારા કરવામાં આવેલા આ સર્વેને તેમના X એકાઉન્ટ પર શેર કર્યો છે.

કેરળના મુખ્યમંત્રી પદ માટે થરૂરની પહેલી પસંદ

થરૂરના એક સમર્થકે X પર આ સર્વે પોસ્ટ કર્યો, જેમાં તેમણે રાહુલ ગાંધી, કેસી વેણુગોપાલ, પ્રિયંકા ગાંધી અને વિપક્ષના નેતા વીડી સતીસન જેવા વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓને ટેગ કર્યા. પોસ્ટમાં કહેવામાં આવ્યું કે તાજેતરમાં થયેલા એક સર્વેથી સાબિત થાય છે કે જૂથબંધીથી પ્રભાવિત યુડીએફ ગઠબંધન માટે શશી થરૂર 2026 ની કેરળ ચૂંટણીમાં મુખ્યમંત્રી પદ માટે શ્રેષ્ઠ ઉમેદવાર તરીકે ઉભરી આવ્યા છે.

shashi-tharoor (1).jpg

એક સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, આ સર્વે છતાં, કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિ (કેપીસીસી) ના નવનિયુક્ત પ્રમુખ સની જોસેફે તેમને ઓછા આંકવાનો પ્રયાસ કર્યો. જોસેફે કહ્યું કે કોંગ્રેસ યોગ્ય પ્રક્રિયાને અનુસરીને ચૂંટણી પરિણામો પછી જ તેનું નેતૃત્વ પસંદ કરે છે. કથિત રીતે મલ્લિકાર્જુન ખડગે સામે પાર્ટી અધ્યક્ષની ચૂંટણી લડ્યા બાદથી શશી થરૂરના રાષ્ટ્રીય કોંગ્રેસ નેતૃત્વ સાથેના સંબંધો તણાવપૂર્ણ રહ્યા છે. આ તણાવ ત્યારે વધી ગયો કે જયારે કેન્દ્ર સરકારના ઓપરેશન સિંદૂર આઉટરીચ પહેલ માટેના નેતાઓની લિસ્ટમાંથી તેમનું નામ હટાવી દેવામાં આવ્યું.

Vtv App Promotion 2

થરૂરને કેટલા મત મળ્યા?

વોટવાઈબ પોલમાં, થરૂરને કેરળના મતદારોમાં 28.3 ટકા મત સાથે ટોપ પર રાખવામાં આવ્યા છે. જોકે, 27.1 ટકા મતદારો યુડીએફના નેતૃત્વ વિશે અનિશ્ચિત દેખાયા. આ પોલમાં યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ) ની અંદર નેતૃત્વ શૂન્યાવકાશને પણ ઉજાગર કરે છે.

આ પણ વાંચો: રાહુલ ગાંધીની રેલીમાં પપ્પુ યાદવ-કનૈયા કુમારને ધક્કો મારી ઉતારી દેવાયા, રાજકીય ધમાસાણ

થરૂરના મજબૂત પ્રદર્શન છતાં, પૂર્વ આરોગ્ય પ્રધાન કે.કે. શૈલજા એલડીએફ જૂથમાં પ્રિય તરીકે ઉભરી આવ્યા, તેમને 24.2 ટકા મત મળ્યા, જ્યારે વર્તમાન મુખ્યમંત્રી પિનરાઈ વિજયનને ફક્ત 17.5 ટકા લોકોનું સમર્થન મળ્યું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kerala CM Survey Shashi Tharoor National News
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ