બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ભારત / ICICI બેન્કમાં 50,000 મિનિમમ બેલેન્સ પર RBI ગર્વનરે કર્યું મોટું એલાન, બોલશો 'આવું પણ હોય'

દિલ્હી / ICICI બેન્કમાં 50,000 મિનિમમ બેલેન્સ પર RBI ગર્વનરે કર્યું મોટું એલાન, બોલશો 'આવું પણ હોય'

Published By: Hiralal Parmar

Last Updated: 12:09 PM, 12 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICICI બેન્કમાં 50,000નું મિનિમમ બેલેન્સ રાખવાના મામલે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગર્વનરનો ખુલાસો સામે આવ્યો છે.

દેશની સૌથી મોટી ખાનગી બેંકોમાંની એક ICICI બેંકે લઘુત્તમ બેલેન્સ મર્યાદા પાંચ ગણી વધારીને 50,000 રૂપિયા કરી દીધી છે. પહેલી નજરે તો લોકો આ વાતને ખોટી માની બેઠા કારણ કે કંઈ આટલી મોટી રકમનું મિનિમમ બેલેન્સ હોતું હશે અને લોકોને આશા હતી કે આરબીઆઈ આ સંદર્ભમાં કંઈક કરશે પરંતુ હવે આ આશા પણ ઠગારી નીવડી છે.

RBI ગવર્નર સંજય મલ્હોત્રાની પ્રતિક્રિયા

મિનિમમ બેલેન્સ પર મોટા પાયે ઉહાપોહ મચ્યાં બાદ RBI ગવર્નર સંજય મલ્હોત્રાની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમનું કહેવું છે કે બેંકોને લઘુત્તમ સરેરાશ બેલેન્સ નક્કી કરવાનો સંપૂર્ણ અધિકાર છે. આ મુદ્દો નિયમનકારી અધિકારક્ષેત્રમાં આવતો નથી. અર્થાત, સંજય મલ્હોત્રાની વાત પરથી સ્પસ્ટ થયું છે ICICI બેન્કમાં 50,000ના મિનિમમ બેલેન્સની વાત સાચી છે અને તેમાં કોઈ ફેરફાર નહીં થાય. મલ્હોત્રાએ સોમવારે ગુજરાતમાં એક ખાનગી કોન્ફરન્સમાં કહ્યું હતું કે, "બેંકને કેટલું લઘુત્તમ બેલેન્સ જોઈએ છે તેનો નિર્ણય બેંકો પર છોડી દેવામાં આવ્યો છે. કેટલીક બેંકોએ તેને 10,000 રૂપિયા, કેટલીકએ 2,000 રૂપિયા અને કેટલીકએ તેને સંપૂર્ણપણે દૂર કરી દીધું છે. આ RBI નિયમો હેઠળ આવતું નથી.

2 એકાઉન્ટને મિનિમમ બેલેન્સથી છૂટ અપાઈ

દેશની બીજી સૌથી મોટી ખાનગી બેંક ICICI બેંકે કહ્યું છે કે બેઝિક સેવિંગ્સ એકાઉન્ટ અને સેલેરી એકાઉન્ટ જેવા ખાતા લઘુત્તમ બેલેન્સ વિના ખોલવામાં આવશે. બેંક માને છે કે આનાથી ચાલુ અને બચત ખાતામાં બેલેન્સ વધશે અને સંચાલન ખર્ચમાં ઘટાડો થશે.

વધુ વાંચો : દારુ-સેક્સ-ગર્લફ્રેન્ડનું કોમ્બિનેશન ઝેરી નીકળ્યું? હોટલમાં સંબંધ બાંધતાં યુવાનનું ફાટી ગયું હાર્ટ!

શું છે ICICI બેન્કનો નવો નિયમ

ICICI બેંકના નવા નિયમો અનુસાર, હવે શહેરોમાં રહેતા લોકોએ તેમના બચત ખાતામાં ઓછામાં ઓછા ₹50,000 રાખવા પડશે. પહેલા આ રકમ ₹10,000 હતી. આ નિયમ 1 ઓગસ્ટ, 2025 થી અમલમાં આવ્યો છે. નવા ખાતા ખોલનારા બધા ગ્રાહકોએ આ નવા નિયમનું પાલન કરવું પડશે. નાના શહેરો અને ગામડાઓમાં પણ લઘુત્તમ બેલેન્સ વધારવામાં આવ્યું છે. હવે નાના શહેરોના ગ્રાહકોએ તેમના ખાતામાં ઓછામાં ઓછા ₹25,000 રાખવા પડશે. આ મર્યાદા પહેલા ₹5000 હતી. તેવી જ રીતે, ગામડાઓમાં પણ લઘુત્તમ બેલેન્સ વધારીને ₹10,000 કરવામાં આવ્યું છે જે પહેલા ₹2500 હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

icici bank balance icici bank balance,

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ