બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / દારુ-સેક્સ-ગર્લફ્રેન્ડનું કોમ્બિનેશન ઝેરી નીકળ્યું? હોટલમાં સંબંધ બાંધતાં યુવાનનું ફાટી ગયું હાર્ટ!

કોટામાં કંપારી / દારુ-સેક્સ-ગર્લફ્રેન્ડનું કોમ્બિનેશન ઝેરી નીકળ્યું? હોટલમાં સંબંધ બાંધતાં યુવાનનું ફાટી ગયું હાર્ટ!

Hiralal Parmar

Last Updated: 11:28 AM, 12 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોટલમાં ગર્લફ્રેન્ડને લઈને આવેલા એક યુવાનનું સવારમાં મોત થતાં શહેરમાં ચકચાર મચી હતી અને તેમાંય યુવતીના ખુલાસાથી રહસ્ય વધારે ઘેરાયું છે.

દારુ-સેક્સ-ગર્લફ્રેન્ડનું કોમ્બિનેશન એક યુવાન માટે ઘાતક નીવડ્યું. હકીકતમાં એક યુવાન રાત વિતાવવા ગર્લફ્રેન્ડને હોટલ લઈ આવ્યો હતો અને ઘણો દારુ પીને તેની સાથે સંબંધ બાંધ્યો અને ડેડલી કોમ્બિનેશનની સીધી અસર તેના હાર્ટ પર પડી જે ફાટી ગયું હતું.દારુ પીને સંબંધ બાંધતા લોકોએ ચેતી જવાની જરુર છે નહીંતર આવું બની શકે છે.

કોટામાં વ્યાપી કંપારી

રાજસ્થાનના કોટાને કંપાવતી એક ઘટનામાં હોટલમાં ગર્લફ્રેન્ડ સાથે રાત વિતાવ્યાં બાદ 29 વર્ષીય યુવાનનું મોત થયું હતું. યુવક રાત્રે કોટા-બુંદી રોડ પર એક હોસ્ટેલમાં તેની ગર્લફ્રેોન્ડ સાથે આવ્યો હતો અને બન્નેએ હોટલમાં દારુ પણ પીધો હતો જે પછી સંબંધ પણ બાંધ્યો હતો. બીજા દિવસે સવારે જ્યારે મહિલાએ તેને જગાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તે બેભાન હાલતમાં મળી આવ્યો. હોસ્પિટલમાં લઈ જવામાં આવતા ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકની ઓળખ ભંવર સિંહ રાજપૂત તરીકે થઈ છે, જે કોટા શહેરના દાદાબારી વિસ્તારનો રહેવાસી છે.

પોલીસે શું કહ્યું

પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે ભંવર સિંહે રાત્રે દારૂ પીધો હતો. આ પછી બંને સૂઈ ગયા હતા. જ્યારે સવારે તે હલ્યો નહીં, ત્યારે તેણીને કંઈક ગંભીર શંકા ગઈ અને તરત જ મદદ માટે ફોન કર્યો. મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. આ ઘટના કોટા શહેરમાં ચર્ચાનો વિષય બની છે.

હોટલ સ્ટાફે શું કહ્યું

હોટલના સ્ટાફનું કહેવું છે કે ભંવર સિંહ અને મહિલા રવિવારે રાત્રે લગભગ 9 વાગ્યે આવ્યા હતા અને સામાન્ય રીતે વાત કરી રહ્યા હતા. તેમણે બહારથી ખાવાનું મંગાવ્યું અને પછી તેમના રૂમમાં ગયા. તેમણે એવું પણ કહ્યું કે કપલ એકદમ સારા મૂડમાં હતું અને તેમની વચ્ચે કોઈ વિવાદ પણ થયો નહોતો.

વધુ વાંચો : VIDEO : 'જવાની જાનેમન હસીન દિલરુબા' પુલના પાણીમાં પારદર્શક વસ્ત્રોમાં 'ઈન્સ્ટા સુંદરી'નો હોટ વીડિયો વાયરલ

રહસ્ય ઘેરાયું

ડોક્ટરોને એવી આશંકા છે કે દારુ પીને ગર્લફ્રેન્ડ સાથે સંબંધ બાંધતી હાર્ટએટેકથી તેનું મોત થયું હોઈ શકે છે. બન્ને વચ્ચે સંબંધ પણ સારો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

kota rajasthan news rajasthan
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ