ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ચહેરો જોઈને બોલ્યાં લોકો- 'આના પ્રેમમાં પડી સોનમ'? પહેલી વાર રાજાના 4 હત્યારા એકીસાથે દેખાયાં

મેઘાલય કપલ કેસ / ચહેરો જોઈને બોલ્યાં લોકો- 'આના પ્રેમમાં પડી સોનમ'? પહેલી વાર રાજાના 4 હત્યારા એકીસાથે દેખાયાં

Last Updated: 09:57 AM, 12 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્દોરના ચર્ચિત રાજા રઘુવંશી હત્યાકાંડના 4 આરોપીઓ પહેલી વાર એકીસાથે જાહેરમાં જોવા મળ્યાં હતા.

ADVERTISEMENT

ઈન્દોરના રાજા રઘુવંશીની હત્યામાં સંડોવાયેલા ચાર મુખ્ય આરોપીઓને મેઘાલય પોલીસે મીડિયા સમક્ષ એકસાથે રજૂ કર્યા હતા. ચારેય આરોપીઓની જે તસવીર બહાર આવી છે તેમાં હત્યાનો આરોપી અને સોનમનો પ્રેમી રાજ કુશવાહા સફેદ શર્ટમાં એકલો બેઠો જોવા મળે છે. આનંદ તેની બાજુમાં બેઠો છે, જ્યારે આકાશ કાળા ટી-શર્ટમાં અને વિશાલ સફેદ ચેક્ડ શર્ટમાં જોવા મળે છે. પોલીસનું કહેવું છે કે આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. અન્ય ત્રણ આરોપીઓને સોનમના પ્રેમી રાજ કુશવાહાએ ભાડે રાખ્યા હતા.

લોકો બોલ્યાં- આના પ્રેમમાં પડી સોનમ

આ સમાચાર વાયરલ થયાં બાદ લોકોએ એવી કોમેન્ટ કરી કે આવા લોકોના પ્રેમમાં પડી સોનમ. આની કરતાં તો તેનો વર સારો હતો. બીજા લોકોએ પણ ખૂબ નેગેટીવ કોમેન્ટ્સ કરી હતી.

મુખ્ય સૂત્રધાર પત્ની સોનમ

ઈન્દોરના રાજા રઘુવંશી અને સોનમના કેસમાં ઘણા મોટા ખુલાસા થયા છે. રાજાની હત્યા પાછળનો મુખ્ય સૂત્રધાર તેની પત્ની સોનમ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે સોનમ સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીએ ઇન્દોર પોલીસને જે વાત કહી છે તે અત્યંત ભયાનક છે જેનાથી સાબિત થાય છે કે સોનમે રાજાની હત્યાનું આયોજન કેટલી કાળજીપૂર્વક કર્યું હતું.

વધુ વાંચો : ધાબા પર 3 યુવાનોની 2 મહિલાઓ સાથેની 'સેક્સ પાર્ટી' જોવામાં કપલને મળ્યું ખૌફનાક મોત, રાતે રાડારાડી!

લગ્ન કરીને રાજાને મારી નાખશે પહેલેથી નક્કી કર્યું

સોનમ અને રાજ પાંચ મહિનાથી પ્રેમમાં હતા. રાજે કબૂલ્યું કે સોનમ સાથે તેનું અફેર 4 થી 5 મહિનાનું હતું. સોનમ પ્રેમ લગ્ન કરી શકતી ન હતી કારણ કે તેના પિતા હૃદયરોગના દર્દી હતા. તેના પિતા સમાજમાં લગ્ન કરવા માંગતા હતા, તેથી તે રાજા સાથે લગ્ન કરવા સંમત થઈ ગઈ. તેણીએ પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે લગ્ન પછી, તે રાજાને મારી નાખશે અને રાજ સાથે રહેવાનું શરૂ કરશે. સોનમે રાજને કહ્યું હતું કે જ્યારે હું વિધવા થઈશ, ત્યારે તું મારી સાથે લગ્ન કરી શકે છે. પછી મારો પરિવાર પણ અમારા લગ્ન માટે સંમત થશે અને પછી બન્નેએ લગ્ન કરી લીધા અને સોનમે મેઘાલયમાં શિલોંગમાં હનીમૂન પર લઈ જઈને રાજાની હત્યાનો પ્લાન ઘડી કાઢ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

raja raghuvanshi murder case update raja raghuvanshi murder case
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ