ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / બ્લેક મેજિક! ગ્રામ પંચાયતની ઓફિસમાં શખ્સનું ગળું કાપીને ધડ વગરની લાશ તળાવમાં ફેંકી, મચ્યો હાહાકાર
Last Updated: 11:43 AM, 30 May 2025
ADVERTISEMENT
લોકોમાં બ્લેક મેજિક કરતાં તો તેના ડરનો ખૌફ ચાલી રહ્યો છે. બ્લેક મેજિક અર્થાત જાદુ ટોણાની વાત આવતાં લોકો દહેશતમાં આવી જાય છે. ઓડિશાના કાલાહાંડીમાં મેલી વિદ્યાની આશંકાએ 65 વર્ષના એક વૃદ્ધની પંચાયતની ઓફિસમાં ગળું કાપીને હત્યા કરી દેવાતાં સનસનાટી મચી હતી. એટલું જ નહીં પરંતુ તેની ધડ વગરની લાશ તળાવમાં તરતી મળી આવતાં સનસનાટી મચી હતી.
ADVERTISEMENT
ગામના તળાવમાં મળ્યું માથા વગરનું ધડ
પોલીસે ગુરુવારે જણાવ્યું હતું કે, કાલાહાંડીના કલમપુરમાં રૂપસિંહ માઝી નામના શખ્સનું માથા વગરનું શરીર ગામના તળાવમાંથી મળી આવ્યું હતું. હત્યા 18 મેની રાત્રે થઈ હતી. વૃદ્ધ વ્યક્તિ બે દિવસ સુધી ઘરે ન ફર્યા બાદ, રૂપસિંહના ભાઈ દુર્જન માઝીએ 20 મેના રોજ કલામપુર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT
પંચાયતની ઓફિસમાં ગળું કાપ્યું
23 મેના રોજ, પોલીસને દેયપુર પંચાયત ઓફિસની પાછળ લોહીના ડાઘા મળી આવ્યા હતા, જેનાથી શંકા ઉભી થઈ હતી. તપાસ દરમિયાન, એવું બહાર આવ્યું કે રૂપસિંહ ગુમ થયા પછી તરત જ એક સ્થાનિક યુવક ગામ છોડીને ચાલ્યો ગયો હતો. પોલીસે બાદમાં ગોવાથી 21 વર્ષીય શંકાસ્પદ યુવકની ધરપકડ કરી.
ADVERTISEMENT
શું હતું હત્યાનું કારણ
ADVERTISEMENT
પૂછપરછ દરમિયાન, યુવકે પંચાયત કાર્યાલય પરિસરમાં કુહાડીથી રૂપસિંહની હત્યા કરી હોવાની કબૂલાત કરી, અને દાવો કર્યો કે તે માનતો હતો કે પીડિત જાદુટોણા કરતો હતો. પોલીસે જણાવ્યું કે ત્યારબાદ તેણે મૃતદેહને તળાવમાં ફેંકી દીધો હતો. પોલીસે આરોપીને ગુનાના સ્થળે લઈ આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ