બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ભાજપે ઓવૈસીની પાર્ટી સાથે હાથ મિલાવ્યો, AIMIM કર્યું ગઠબંધન, આ રહ્યું મોટું કારણ

રાજકારણ / ભાજપે ઓવૈસીની પાર્ટી સાથે હાથ મિલાવ્યો, AIMIM કર્યું ગઠબંધન, આ રહ્યું મોટું કારણ

Priyankka Triveddi

Last Updated: 03:14 PM, 7 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BJP AIMIM Alliance: વિરોધી વિચારધારા ધરાવનાર BJP અને AIMIM એ ગઠબંધન કર્યું છે. અકોલાની અકોટ નગર પરિષદમાં સત્તાના અનોખા મિશ્રણે રાજ્યની રાજનીતિમાં હલચલ મચાવી છે. જાણો આ ગઠબંધન પાછળનું સમીકરણ.

BJP AIMIM Alliance: રાજકારણ માટે એવું કહેવાય છે કે અંહિયા કશું પરમેનન્ટ નથી હોતું. ના કોઈ કોઈનું કાયમી દુશ્મન હોય કે ના કોઈ કોઈનું કાયમી દોસ્ત. મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાંથી જે ખબર આવી છે એણે આ ઉદાહરણને કે નવી પરિભાષા પૂરી પાડી છે. વિરોધાભાસ વિચારધારાવાળી બીજેપી અને અસદુદ્દીન ઓવૈસીની AIMIM એ હાથ મળાવ્યાં છે. અકોલાની અકોટ નગર પરિષદમાં સત્તાના આ અનોખા કોકટેલના લીધે રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે, ચાલો સમજીએ આ પાછળના કારણ.

સૌથી હેરાન કરવાવાળી વાત એ છે કે આ ગઠબંધનના એ પક્ષો સામેલ છે જે ક્યારેય એકબીજાનો ચહેરો જોવાનું પણ પસંદ કરતાં નથી.

  • BJP: 11 સીટ્સ
  • AIMIM: 05 સીટ્સ
  • પ્રહાર જનશક્તિ પક્ષ: 03 સીટ્સ
  • શિવસેના ( ઉદ્ધવ ગુટ) : 02 સીટ્સ
  • શિવસેના (શિંદે ગુટ): 01 સીટ
  • NCP અજિત પવાર): 02 સીટ્સ
  • NCP (શરદ પવાર): 01 સીટ
  • બહુમતી માટે : 25 સીટ્સ

હેરાન કરી દે તેવા 3 મુખ્ય કારણો

જ્યાં ભાજપ ' બટેંગે તો કટેંગે' જેવા નારા સાથે હિન્દુત્વની રાજનીતિ કરે છે ત્યાં બીજી બાજુ AIMIM મુસ્લિમ હિતની વાત કરે છે. બંને પાર્ટીઓ એક મંચ પર એકબીજાને કોસવામાં કે એકબીજા વિશે ઘસાતું બોલવાની એક પણ તક જતી કરતી નથી. પરંતુ અકોટમાં વિકાસના નામ પર બંને એક સાથે ઝંડો લહેરાવી રહ્યા છે. આ ગઠબંધનના મુખ્ય 3 કારણો છે.

  • પહેલું કારણ: કાકા-ભત્રીજો સાથે સાથે

રાજ્ય લેવલે શરદ પવાર અને આજીત પવાર વચ્ચે રાજનૈતિક જંગ જાહેર છે. પરંતુ અકોટમાં બંને જૂથોના લોકો એક જ મૂર્તિના પથ્થર બનીને ગઠબંધનનો હિસ્સો બનીને સાથે બેઠા છે.

  • બીજું કારણ: બંને સેના પણ એક નાવ પર

શિંદેની શિવસેના અને ઉદ્ધવની શિવસેના વચ્ચેની કડવાહટ અંહિયા આવીને ખતમ થઈ ગઈ છે. બંને પાર્ટીએ ભાજપના નેતૃત્વવાળા આ મંચને સમર્થન આપ્યું છે.

  • ત્રીજું કારણ: ભાજપનું વ્હીપ બધા પર લાગુ

આ ગઠબંધનની એક મુખ્ય શરત એ છે કે તમામ પક્ષોના નગરસેવકોએ ભાજપનું વ્હીપ માનવું પડશે. ભાજપના નગરસેવક રવિ ઠાકુરને 'અકોટ વિકાસ મંચ' ના ગ્રુપ લીડર બનાવ્યા છે. 13 જાન્યુઆરીએ થનાર ઉપનગર અધ્યક્ષ અને સ્વીકૃત સદસ્યોની ચૂંટણીમાં આ ગઠબંધન એકસાથે મળીને મતદાન કરશે.

આ પણ વાંચો: 'કૌન સા કૂત્તા કિસ મૂડ મેં...', સ્ટ્રે ડોગ્સ પર સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી

vtv app add

વિપક્ષમાં કોણ વધ્યું?

આ ભારે ભરખમ ગઠબંધન પછી વિપક્ષની બેન્ચ સાવ ખાલી નજર આવી રહી છે. હવે વિપક્ષમાં માત્ર કોંગ્રેસ (6 સીટ્સ), વંચિત બહુજન આઘાડી (VBA 02 સીટ્સ) વધ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

BJP Owaisi Alliance BJP AIMIM Alliance Maharashtra Local Politic
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ