બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / નવો વેવાઇ-વેવાણકાંડ બહાર આવતા હડકંપ, દિકરી ઘરે પડી રહી ને માતા ભાગી ગઇ

ઉજ્જૈન / નવો વેવાઇ-વેવાણકાંડ બહાર આવતા હડકંપ, દિકરી ઘરે પડી રહી ને માતા ભાગી ગઇ

Published By: Priyankka Triveddi

Last Updated: 03:15 PM, 1 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં એક મહિલા તેના પતિ અને 2 બાળકોને છોડીને ભાગી જતાં પરિવારમાં જાણે ભૂકંપ આવી ગયો છે.

એવું કહેવાય છે કે પ્રેમ ગમે તે ઉંમરે થઈ શકે છે અને ગમે ત્યારે કોઈપણ વ્યક્તિ પસંદ પણ આવી શકે છે આવી જ ઘણી ઘટનાઓમાંની એક મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં બની છે. જ્યાં એક મહિલા તેના 2 બાળકો અને પતિને છોડીને તેની દીકરાના સસરા એટલે કે વેવાઈ સાથે ભાગી ગઈ હતી. પરિવારે શરૂઆતમાં મહિલાની શોધ કરી પરંતુ તેની ભાળ ના મળતા અંતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાવી અને પોલીસે આ ભાગેડુ વેવાઈ-વેવણને શોધી કાઢ્યા છે.

એવું કહેવાય છે કે પ્રેમ ઉંમર, સંબંધો કે સામાજિક સીમાઓને અવગણે છે. ઉજ્જૈન જિલ્લાના બડનગરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં 45 વર્ષીય મહિલા તેની દીકરાના ભાવિ પતિના પિતા એટલે કે દીકરાના સસરા સાથે ઘર છોડીને ચાલી ગઈ હતી. આ ઘટના તેના પરિવારે ગુમ થયાની ફરિયાદ નોંધાવ્યા બાદ પ્રકાશમાં આવી હતી. પોલીસે મહિલાને શોધી કાઢી છે અને તેને તેના ઘરે પરિવાર પાસે પછી મોકલી છે.

marriage

પતિ અને 2 બાળકોને રેઢા મૂકીને ચાલી નીકળી

અહેવાલો અનુસાર બારનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ઉંટવાસા ગામની એક મહિલા આઠ દિવસથી ગુમ હતી. તેના પરિવારે તેની શોધખોળ કરી પરંતુ કોઈ પત્તો લાગ્યો નહીં. ત્યારબાદ તેઓએ પોલીસની મદદ લીધી અને ગુમ થયાની ફરિયાદ નોંધાવી. ત્યારબાદ બારનગર પોલીસે શોધખોળ શરૂ કરી અને આખરે તેણીને શોધી કાઢી.

તપાસ દરમિયાન પોલીસે જે સત્ય બહાર આવ્યું તે સાંભળીને બધા ચોંકી ગયા હતા. આ વાતનો ખુલાસો આપતા મહિલાએ કહ્યું કે તે સ્વેચ્છાએ તેના પતિ અને બે બાળકોને છોડીને તેના પ્રેમી સાથે રહેવા આવી હતી. આટલું જ નહીં પણ તેનો પ્રેમી બીજું કોઈ નહીં પણ તેના દીકરાનો થનાર સસરો હતો તે વાતથી આખો પરિવર અજાણ હતો. જ્યારે મહિલાએ તેના પ્રેમી વિશે જાણ કરી ત્યારે પોલીસ અને તેના પરિવારજનો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. મહિલાના દીકરાની સગાઈ તે પુરુષની પુત્રી સાથે થઈ હતી. પરંતુ સગાઈ પહેલા, તેઓ નજીક આવી ગયા અને ભાગી જવાનું નક્કી કર્યું.

પરિવારે 8 દિવસ પહેલા FIR નોંધાવી હતી

જ્યારે પોલીસે બંનેને પોલીસ સ્ટેશન બોલાવ્યા ત્યારે તેમણે કબૂલ્યું કે તેઓ પ્રેમમાં હતા અને પોતાની મરજીથી સાથે રહેવા માંગતા હતા. મામલો અંગત હોવાથી, પોલીસે કોઈ કાર્યવાહી કરી નહીં અને મહિલાને સુરક્ષિત રીતે તેના પરિવારને સોંપી દીધી. આ અંગે મીડિયા સાથે વાત કરતાં બારનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અશોક પાટીદારે જણાવ્યું કે આશરે 45 વર્ષીય મહિલા માટે આઠ દિવસ પહેલા ગુમ થયાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

વધુ વાંચો: વધુ એક વાર ભાગદોડની ભયાનક ઘટના, 10 શ્રદ્ધાળુઓએ ગુમાવ્યા જીવ, તંત્ર દોડતું થયું

vtv app promotion

તપાસમાં જાણવા મળ્યું કે મહિલા આધેડ લગભગ 50 વર્ષના વર્ષના પુરુષ સાથે ભાગી ગઈ હતી. તપાસમાં જાણવા મળ્યું કે મહિલાના દીકરા અને તેના પ્રેમીની દીકરીની સગાઈ નક્કી થઈ હતી. જોકે, સગાઈ થાય તે પહેલાં જ મહિલા તે પુરુષ સાથે ભાગી ગઈ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Madhyapradesh News Ujjain News વેવાઇ-વેવાણ લવ સ્ટોરી

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ