બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:22 AM, 16 April 2026
Uttarpradesh Lucknow Fire News: ઉત્તરપ્રદેશના લખનૌમાં એક ભયાનક આગની ઘટના સામે આવી છે. જેમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અચાનક લાગેલી આ આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગના કારણે બે ડઝનથી વધુ ઝૂંપડીઓ સંપૂર્ણપણે ખાક થઈ ગઈ હોવાની માહિતી મળી રહી છે. ઘટનાના સમયે લોકો પોતાનું જીવન બચાવવા માટે અહીંથી ત્યાં દોડતા જોવા મળ્યા હતા. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
ADVERTISEMENT
આ આગ વધુ ભયાનક બની ગઈ જ્યારે વિસ્તારમાં રહેલા ગેસ સિલિન્ડરો એક પછી એક ફાટવા લાગ્યા. અંદાજે 100થી વધુ સિલિન્ડર બ્લાસ્ટ થતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ વિસ્ફોટોના અવાજ અને આગના જ્વાળાઓના કારણે આસપાસના વિસ્તારોમાં પણ ગભરાટ ફેલાઈ ગયો હતો. સિલિન્ડર બ્લાસ્ટના કારણે આગ ઝડપથી ફેલાઈ અને તેને કાબૂમાં લેવી વધુ મુશ્કેલ બની ગઈ હતી.

ADVERTISEMENT
આગના કારણે ઉઠેલા ધુમાડાના ગોટાળા એટલા મોટા હતા કે લગભગ 10 કિલોમીટર દૂર સુધી સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ધુમાડા અને આગના જ્વાળાઓના કારણે આખા વિસ્તારમાં આકાશમાં કાળા વાદળો ઘેરી વળ્યા હતા. લોકો પોતાના ઘર છોડીને સુરક્ષિત સ્થળે પહોંચવા માટે મજબૂર બન્યા હતા. આ ઘટનાના કારણે અનેક પરિવારો બેઘર બનવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. કારણ કે ઝૂંપડપટ્ટીના મોટાભાગના ઘરો સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે.
ADVERTISEMENT

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સતત પાણીના છાંટા મારવામાં આવી રહ્યા છે. પરંતુ સિલિન્ડર બ્લાસ્ટ અને ઘનતાવાળા વસવાટને કારણે કામગીરીમાં પડકારો ઉભા થયા છે. અધિકારીઓએ પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે પૂરતા પગલાં લીધા હોવાનું જણાવ્યું છે અને હાલ રાહત તથા બચાવ કામગીરી ચાલુ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.