બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 2026 ની શરૂઆતમાં જ ખિસ્સા પર ઘા! LPG સિલિન્ડરના ભાવમાં વધારો

ઝટકો / 2026 ની શરૂઆતમાં જ ખિસ્સા પર ઘા! LPG સિલિન્ડરના ભાવમાં વધારો

Published By: Priyankka Triveddi

Last Updated: 08:21 AM, 1 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

LPG Cylinder Price Hike: આજે નવા વર્ષ 2026 ના પહેલા જ દિવસે સામાન્ય જનતાને મોંઘવારીનો ઝટકો લાગ્યો છે. ઓઇલ કંપનીઓએ ભાવ વધારતા દેશભરમાં આજથી 1 જાન્યુઆરી 2026 થી LPG સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે.

LPG Cylinder Price Hike: વર્ષ 2026ની આજે શરૂઆત થઈ ગઈ છે અને વર્ષના પહેલા જ દિવસે પહેલી જ તારીખે મોંઘવારીનો ઝટકો સામાન્ય જનતાને લાગુ પડ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ LPG સિલિન્ડરના ભાવમાં મોટો વધારો ઝીંકયો છે. દિલ્હી, મુંબઈ, કલક્તા અને ચેન્નાઈ જેવા મોટા શહેરો સહિત દેશભરમાં આજથી એટલે કે 1 જાન્યુઆરી 2026થી LPG સિલિન્ડર મોંઘો થઈ જશે. જણાવી દઈએ કે ઓઇલ કંપનીઓએ આ કિંમતમાં વધારો 1 કિલો વાળા કોમર્શિયલ LPG સિલિન્ડરમાં વધારો કર્યો છે અને હવે પ્રતિ સિલિન્ડરનો ભાવ 111 રૂપિયા થઈ ગયો છે. જો કે હજુ સુધી 14 કિલો વાળા ઘરેલુ LPG Gas Cylinderના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

1 જાન્યુઆરીથી લાગુ થશે નવા રેટ્સ

LPG Cylinder ના નવા રેટ્સ 1 જાન્યુઆરી 2026 થી લાગુ કરવામાં આવશે.રાજધાનીમાં અત્યારસુધી 1580.50 રૂપિયામાં મળતો 19 કિલો વાળો કોમર્શિયલ સિલેન્ડર હવે 1691.50 રૂપિયાનો મળશે. તો કલકત્તામાં તેની કિંમત 1684 રૂપિયાથી વધીને 1795 રૂપિયા થઈ ગઈ છે. આ ઉપરાંત મુંબઈમાં 1531.50 રૂપિયામાં મળતો એલપીજી સિલિન્ડર હવે 1642.50 રૂપિયામાં મળશે અને ચેન્નાઈમાં તેની કિંમત 1739.5 રૂપિયાથી વધીને 1849.50 રૂપિયા થઈ ગઈ છે.

lpg cylinder (7)

ડિસેમ્બરમાં ઘટયા હતા ભાવ

આ પહેલા વર્ષ 2025 ના છેલ્લા મહિના ડિસેમ્બરમાં પહેલી તારીખે 19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સંશોધન કરવામાં આવ્યું હતું અને તેના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. 1 ડિસેમ્બર 2025 થી દેશભરમાં Commercial LPG Cylinder ના ભાવ ઘટાડી દેવામાં આવ્યા હતા. દિલ્હી અને કલકત્તામાં 10 રૂપિયા જ્યારે મુંબઈ અને ચેન્નાઈમાં 11 રૂપિયા સસ્તો કરવામાં આવ્યો હતો. માત્ર ડિસેમ્બરમાં જ નહીં પણ તેની પહેલા નવેમ્બર મહિનામાં પણ પહેલી તારીખે Commercial LPG Cylinderના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો અને દરેક શહેરોમાં તે સસ્તો થયો હતો. અને ડિસેમ્બરમાં સતત બીજા મહિને ભાવમાં ઘટાડો નોંધાયો હતો. 1 નવેમ્બરના રોજ દિલ્હીમાં 19 કિલોના સિલિન્ડરનો ભાવ 1590 થઈ ગયો હતો, કલકત્તામાં 1694, મુંબઈમાં ઘટીને 1542 અને ચેન્નાઈમાં 1754.5 માંથી ભાવ ઘટીને 1750 રૂપિયા થયો હતો.

આ પણ વાંચો: લાખો કર્મચારીઓ માટે ખુશખબર! 8મું પગાર પંચ લાગુ, પગારમાં આવશે જોરદાર ઉછાળો

vtv app promotion

ઘરેલુ સિલિન્ડરના ભાવ યથાવત

એક બાજુ જ્યાં વર્ષની શરૂઆતમાં જ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થયા છે, તેના ભાવમાં વધારો થયો છે એ પહેલા ઘટાડો થયો હતો તો બીજી બાજુ ઘરેલુ સિલિન્ડરની વાત કરી તો તેની કિંમત એપ્રિલથી યથાવટ રહી છે. 14 કિલો વાળા LPG સિલિન્ડરનો ભાવ 1 ડિસેમ્બરના રોજ દિલ્હીમાં 853 રૂપિયા, કલકત્તામાં 879 રૂપિયા, મુંબઈમાં 852 રૂપિયા અને ચેન્નાઈમાં 866 રૂપિયા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

LPG cylinder price hike એલપીજી સિલિન્ડર ભાવ વધારો Cylinder Price Rise

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ