બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / લાખો કર્મચારીઓ માટે ખુશખબર! 8મું પગાર પંચ લાગુ, પગારમાં આવશે જોરદાર ઉછાળો

ભેટ / લાખો કર્મચારીઓ માટે ખુશખબર! 8મું પગાર પંચ લાગુ, પગારમાં આવશે જોરદાર ઉછાળો

Published By: Priyankka Triveddi

Last Updated: 08:40 AM, 1 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

8th Pay Commission: આજે નવવર્ષ 2026 ની શરૂઆત થઈ છે ત્યારે નવુંવર્ષ આમ તો દરેક માટે સારું સાબિત થવાનું છે પણ કેન્દ્રીય કર્મચારીઓ માટે આ નવાવર્ષની શરૂઆત ખાસ રહેવાની છે.

8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે 2026 ની સાથે જ આતુર્તનો અંત આવવાનો છે અને તેમનું નવું વર્ષ ખુશનુમા સાબિત થવાનું છે. ભારત સરકારે 8માં પગાર પંચની અરજી સ્વીકારી લીધી છે અને નવાવર્ષમાં એટલે કે 1 જાન્યુઆરીથી તે અમલમાં મુકાઇ જશે. એક્સપર્ટનું કહેવું છે જે આ 8th Pay Commission નું ફિટમેન્ટ ફેક્ટર 2.4 થી 3 % ની વચ્ચે હશે. એવું માનવામાં આવી રહયું છે કે આ 8 મું પગાર પંચ લાગુ થયા બાદ કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં 20-35% સુધીનો વધારો થઈ શકે છે. નવા વરસમાં નવા વેતન આયોગથી કેન્દ્રના લાખો વર્તમાન કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે.

8th.jpg

જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે ગયા નવેમ્બરમાં 8 માં પગાર પંચની અરજીને સ્વીકારી લીધી હતી. સાથે જ સરકારે આયોગને 18 મહિનાનો સમય આપ્યો છે. આ દરમિયાન આયોગ તેનો રિપોર્ટ સરકારને આપશે. વેતન, ભથ્થું અને પેન્શનની સમીક્ષાનું કામ ઔપચારીક રીતે શરૂ થઈ ગયું છે. 8 માં પગાર પંચમાં ભલે ગણતરી 1 જાન્યુઆરી 2026થી થવાની હોય પણ વધેલા પગાર માટે કેન્દ્રીય કર્મચારીઓએ હજુ થોડી રાહ જોવી પડી શકે એમ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે પગાર વધારો થયો છે તે કર્મચારીઓને 2028 થી આપવામાં આવશે એટલે કે આ પગાર વધારો 2028 થી લાગુ થશે. આવું પહેલા પઆન થઈ ચૂક્યું છે 7મુ પગાર પંચ જાન્યુઆરી 2016 થી લાગુ થયું હતું પરંતુ કેન્દ્ર સરકારે તેને મંજૂરી જૂન 2016 માં આપી હતી. આ મંજૂરી પછી જ એરિયર આપવામાં આવ્યું હતું.

કેટલો પગાર વધારો થઈ શકે છે?

જો કે સરકારે હજુ સુધી 8 માં પગાર પંચમાં કેટલો વધારો થશે તે હજુ જણાવ્યું નથી પઆન મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફિટમેન્ટ સેક્ટરના આધાર પર એક કેન્દ્રીય કર્મચારીના મૂળ વેતન જો 18000 રૂપિયા છે તો તે વધીને 51480 રૂપિયા સુધી થઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર લગભગ 50 લાખ કર્મચારીઓ અને લગભગ 65 લાખ નિવૃત કામર્ચારીઓ આ તમામને આમાં આવરી લેશે. સરકાર દર વર્ષે પગાર પંચ નીમે છે જે કામર્ચારીના વેતન અને પેન્શનનું મૂલ્યાંકન અને સંશોધન કરે છે.

આ પણ વાંચો: 2026 ની શરૂઆતમાં જ ખિસ્સા પર ઘા! LPG સિલિન્ડરના ભાવમાં વધારો

vtv app promotion

8 મુ પગાર પંચ લાગુ થયા પછી કોના પગારમાં કેટલો વધારો થશે?

8th-pay-commission

નવું પગારપંચ લાગુ થયા પછી દરેક કર્મચારીઓ અને પેન્શનરોની બેઝિક સેલેરીમાં ઘણો વધારો થવાની ઉમ્મીદ છે.

સરકારી કામર્ચારીઓના કુલ 18 લેવલ હોય છે:

  • લેવલ 1: એન્ટ્રી લેવલ/ ગ્રુપ D કામર્ચારી
  • લેવલ 2-9: ગ્રુપ C કર્મચારી
  • લેવલ 10-12: ગ્રુપ B કર્મચારી
  • લેવલ 13-18: ગ્રુપ A કામર્ચારી

જો ફિટમેન્ટ સેક્ટર 2.15 રાખવામાં આવે છે જેનું અનુમાન હાલ તમામ એક્સપર્ટ કરી રહ્યા છે તો એ હિસાવે આ મુજબ સેલેરીમાં વધારો થશે:

  • લેવલ 1: વર્તમાન પગાર 18000 રૂપિયા, વધેલો પગાર 38700 રૂપિયા (20700નો વધારો)
  • લેવલ 5 - વર્તમાન પગાર: 29200 રૂપિયા, વધેલો પગાર: 62780 રૂપિયા (33580 નો વધારો)
  • લેવલ 10- વર્તમાન પગાર: 56100 રૂપિયા, વધેલો પગાર: 120615 રૂપિયા (64515 નો વધારો)
  • લેવલ 15- વર્તમાન પગાર: 182200 રૂપિયા, વધેલો પગાર: 391730 રૂપિયા (209530 નો વધારો)
  • લેવલ 18- વર્તમાન પગાર 250000 રૂપિયા, વધેલો પગાર: 537500 રૂપિયા (209530 નો વધારો)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

8th Pay Commission implemented 8મું પગાર પંચ Pay commission 2026

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ