બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / જિયોનું સર્વર ડાઉન, મોબાઈલમાં નેટવર્ક ન આવતા કોલિંગ અને ઈન્ટરનેટ સર્વિસ ઠપ

નો સિગ્નલ / જિયોનું સર્વર ડાઉન, મોબાઈલમાં નેટવર્ક ન આવતા કોલિંગ અને ઈન્ટરનેટ સર્વિસ ઠપ

Chintan Chavda

Last Updated: 01:33 AM, 7 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jio Network Down: રવિવારે 6 જુલાઇ 2025 ના રોજ સાંજે દેશના વિવિધ ભાગોમાં ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિયોની સેવાઓ અચાનક બંધ થઈ ગઈ, જેના કારણે લાખો યુઝર્સ પ્રભાવિત થયા છે.

રવિવારે 6 જુલાઇ 2025 ના રોજ સાંજે દેશના વિવિધ ભાગોમાં ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિયોની સેવાઓ અચાનક બંધ થઈ ગઈ, જેના કારણે લાખો યુઝર્સ પ્રભાવિત થયા છે. સાંજે 7:00 વાગ્યા પછીથી, હજારો યુઝર્સે મોબાઇલ નેટવર્ક, ઇન્ટરનેટ અને કોલિંગ સેવાઓમાં સમસ્યાઓની ફરિયાદ કરી. આ આઉટેજની અસર લગભગ સમગ્ર દેશમાં યુઝર્સન તો કોલ કરી શક્યતા અને ન તો મોબાઇલ ડેટાનો ઉપયોગ કરી શકતા.

યુઝર્સે સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી

જિયો યુઝર્સે ટ્વિટર પર પોતાની સમસ્યાઓ શેર કરી અને #JioDown ટ્રેન્ડ બનાવ્યો. ઘણા લોકોએ સ્ક્રીનશોટ શેર કર્યા જેમાં નેટવર્ક સંપૂર્ણપણે ગાયબ હતું. કેટલાક યુઝર્સે એમ પણ કહ્યું કે તેઓ 'નો સર્વિસ' લખેલું જોઈ રહ્યા હતા અને કોલ પણ કરી શકતા ન હતા.

કંપનીની સેવાઓ હાલમાં સુધરી રહી છે.

રાહતની વાત એ છે કે Jio ની સેવાઓ હવે ધીમે ધીમે સારી થઈ રહી છે. કંપનીએ સત્તાવાર રીતે માહિતી આપી છે કે બધી સેવાઓ હવે સામાન્ય છે અને યુઝર્સપહેલાની જેમ કોલ અને ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે. જો કોઈ વપરાશકર્તાને હજુ પણ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, તો તેમને ફોન રીસ્ટાર્ટ કરવા, એરપ્લેન મોડ ચાલુ કરવા અથવા WiFi થી કનેક્ટ થવાની સલાહ આપવામાં આવે છે.

વધુ વાંચો: ક્રોમ ખોલતાની સાથે જ Googleના બદલે દેખાશે તમારું નામ, અજમાવો આ ટ્રિક

અગાઉ પણ થયું હતું સર્વર ડાઉન

ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિયોની સેવાઓ સોમવાર, 16 જૂન, 2025 ના રોજ બપોરે દેશના વિવિધ ભાગોમાં અચાનક કામ કરવાનું બંધ કરી દીધું હતું, જેના કારણે લાખો યુઝર્સ પ્રભાવિત થયા હતા. બપોરે 1:30 થી 2:30 વાગ્યાની વચ્ચે, હજારો યુઝર્સે મોબાઇલ નેટવર્ક, ઇન્ટરનેટ અને કોલિંગ સેવાઓમાં સમસ્યાઓની ફરિયાદ કરી હતી. જોકે, પછી કંપનીની સેવાઓ ફરી એકવાર પુનઃસ્થાપિત કરી દેવામાં આવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

tech news jio jio network down
Chintan Chavda

Chintan Chavda is working with VTV Gujarati as a copywriter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ