ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / કોણ છે આ કેન્દ્રીય મંત્રી? જેને અપાઇ મારી નાખવાની ધમકી!

દિલ્હી / કોણ છે આ કેન્દ્રીય મંત્રી? જેને અપાઇ મારી નાખવાની ધમકી!

Published By: Priyankka Triveddi

Last Updated: 02:52 PM, 20 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય મંત્રીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. અને આ અંગે કેન્દ્રીય મંત્રીએ દિલ્હી પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે અને આ ફરિયાદમાં જાસૂસીનો આરોપ લગાવવામાં આવ્યો છે. શું છે સમગ્ર મામલો વાંચો વિગતે..,

ADVERTISEMENT

Jayant Chaudhary News: કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય લોક દળના પ્રમુખ જયંત ચૌધરીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. અને આ અંગે તેમણે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેમણે જાસૂસીનો આરોપ લગાવ્યો છે. મંત્રીના સહાયકે દિલ્હી પોલીસમાં ફરિયાદ કરી છે. તેમનું કહેવું છે કે 18 માર્ચની સવારે તેમના ફોન પર કૌશલ વિકાસ અને ઉદ્યમશીલતા રાજ્યમંત્રી અને શિક્ષા રાજ્યમંત્રી જયંત ચૌધરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.

આ અંગે જયંત ચૌધરીના સહાયક દ્વારા આ પ્રકારની ફરિયાદ કરવામાં આવી છે.

થાના તુગલક રોડ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, " તેણે મને પૂછ્યું કે કે શું મે એ કાગળો જોયા છે જે તેણે મારા ફોન પર મોકલ્યા છે. અને સાથે જ તેણે MP5 જેવા હથિયારો વિશે વાત કરતાં કહ્યું કે આ હથિયાર વડે જ તેણે મારશે. આટલું કહીને તેણે ફોન કાપી નાખ્યો. જ્યારે મે તેના નંબર પરથી આવેલા વ્હોટ્સએપ મેસેજ ખોલીને હોય તો તેમ માનનીય મંત્રીજી નો સરકારી ટુર પ્રોગ્રામ હતો જેમાં સ્પષ્ટ રૂપે લખવામાં આવ્યું હતું કે " આને ગોળી મારી દો"

લોકેશન અને વોઇસ મેસેજ પણ આવ્યા

ધમકી આપવા વાળાએ વ્હોટ્સએપ પર લોકેશન અને અમુક વોઇસ મેસેજ મોકલ્યા હતા જેમાં સતત જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ નંબર પર જ્યારે સામેથી ફોન કરીને પૂછવામાં આવ્યું કે માનનીય મંત્રી જીના ટુરનો પ્રોગ્રામ તેની પાસે ક્યાંથી આવ્યો તો તેણે જવાબ આપ્યો કે આ તેણે ઉપરથી મોકલવામાં આવ્યો છે.

આ પણ વાંચો: કેરળમાં કોંગ્રેસનો માસ્ટર પ્લાન, 37 ઉમેદવારોની બીજી યાદી જાહેર, કન્નૂરનો વિવાદ ઉકેલાતા કાર્યકરોમાં ઉત્સાહ

vtv app promotion

આવાસની પણ જાસૂસી પણ થઈ રહી છે

આ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ફોનના મધ્યમથી તુગલક રોડ થાનાઅધ્યક્ષને સૂચના આપવામાં આવી છે અને મોબાઈલ પર પ્રાપ્ત તમામ માહિતી પોલીસને આપવામાં આવી છે. મંત્રીના સહાયકે આ પછી જાસૂસીના આરોપ પણ લગાવ્યા છે. તેમણે કહ્યું કે ' આ વચ્ચે એક ગંભીર જાણકારી સામે આવી છે કે કોઈ આજની વ્યક્તિ અમારા આવાસના પાછળના દરવાજાની જાઓસસી કરી રહ્યું છે અને વાતે વાતની જાણકારી રાખી રહ્યું છે કે દરવાજો કયા સમયે ખૂલે છે અને બંધ થાય છે અને કોણ કોણ આવે છે અને જાય છે. લગભગ 3 દિવસ પહેલા રાતના 9-10 વાગ્યાની વચ્ચે એક સફેદ રંગની સ્વિફ્ટ કાર જેના કાચા કાળા હતા તે આવાસની સામેની સાઈડ ઊભી હતી અને તેમાં બેઠેલા લોકો આવસનું ધ્યાન રાખી રહ્યા હતા. મહેરબાની અકરીને આ મામલાની સંવેદનશીલતા ધ્યાનમાં રાખીને તેની ગંભીરતાથી તપાસ કરવામાં આવે. '

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jayant-Chaudhary-threat Union Minister security Delhi Police complaint

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ