બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / કેરળમાં કોંગ્રેસનો માસ્ટર પ્લાન, 37 ઉમેદવારોની બીજી યાદી જાહેર, કન્નૂરનો વિવાદ ઉકેલાતા કાર્યકરોમાં ઉત્સાહ

Election 2026 / કેરળમાં કોંગ્રેસનો માસ્ટર પ્લાન, 37 ઉમેદવારોની બીજી યાદી જાહેર, કન્નૂરનો વિવાદ ઉકેલાતા કાર્યકરોમાં ઉત્સાહ

Pravin Joshi

Last Updated: 03:32 AM, 20 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેરળ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ હાઈકમાન્ડે 37 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે, જેની સાથે જ કન્નૂર બેઠકને લઈને ચાલી રહેલો વિવાદ પણ થાળે પડ્યો છે.

કેરળ વિધાનસભા ચૂંટણી 2026 ના જંગમાં જીત મેળવવા માટે કોંગ્રેસ પોતાની રણનીતિ તેજ કરી દીધી છે. લાંબા સમયથી ચાલી રહેલા મડાગાંઠ અને આંતરિક ખેંચતાણ બાદ આખરે ગુરુવારે મોડી રાત્રે કોંગ્રેસ હાઈકમાન્ડે 37 ઉમેદવારોની બીજી યાદીને મંજૂરી આપી દીધી છે. અગાઉ પ્રથમ તબક્કામાં પક્ષે ૫૫ નામોની જાહેરાત કરી હતી, અને હવે આ બીજી યાદી સાથે કોંગ્રેસે રાજ્યના મહત્વના મતક્ષેત્રોમાં પોતાના મજબૂત ચહેરાઓ મેદાનમાં ઉતાર્યા છે. ખાસ કરીને કન્નૂર બેઠક પર સાંસદ કે. સુધાકરન દ્વારા ટિકિટની વહેંચણીને લઈને ઉઠાવવામાં આવેલા વિરોધ બાદ પક્ષમાં જે હલચલ મચી હતી, તેનો અંત આવતા નેતાઓએ રાહતનો શ્વાસ લીધો છે.

આ નવી યાદીમાં પક્ષે અનુભવી નેતાઓ અને યુવા ચહેરાઓ વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે. મુખ્ય ઉમેદવારોની વાત કરીએ તો, ઉડુમાથી કન્નન નીલકાંતન, ત્રિકારીપુરથી સંદીપ વરિયર અને કાલિયાસેરીથી રાજીવ કપરેચેરીને ટિકિટ આપવામાં આવી છે. કન્નૂર જેવી પ્રતિષ્ઠિત બેઠક પર એડવોકેટ ટી.ઓ. મોહનને જવાબદારી સોંપાઈ છે, જ્યારે મટ્ટાનુરથી ચંદ્રન થિલેનકારી મેદાનમાં ઉતરશે. તે જ રીતે, પટ્ટામ્બીથી ટી.પી. શાજી, શોરનૂરથી પી. હરિગોવિંદન અને કુન્નમકુલમથી અજય મોહનને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. મધ્ય અને દક્ષિણ કેરળની બેઠકો પર પણ કોંગ્રેસે મજબૂત પકડ જાળવવા માટે કોચ્ચિથી મોહમ્મદ શિયાસ અને તિરુવનંતપુરમથી દીપક જોય જેવા દિગ્ગજોને મેદાનમાં ઉતાર્યા છે.

પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ વી.ડી. સતીશને આ યાદી જાહેર થયા બાદ પક્ષમાં એકતાનો દમ ભર્યો છે. તેમણે ગુરુવારે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઉમેદવાર પસંદગી પ્રક્રિયા સાથે જોડાયેલા તમામ નાના-મોટા વિવાદો હવે ભૂતકાળ બની ગયા છે. તેમણે સ્વીકાર્યું હતું કે ટિકિટ ન મળવાને કારણે કેટલાક નેતાઓમાં સ્વાભાવિક રીતે નિરાશા હોઈ શકે છે, પરંતુ પક્ષમાં કોઈ પણ પ્રકારનો આંતરિક કલહ કે બળવો નથી. સતીશને પોતે પોતાના મતવિસ્તારમાં ભવ્ય રોડ શો કરીને ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા છે, જે કાર્યકરોનું મનોબળ વધારવા માટે પૂરતું છે. હાઈકમાન્ડના હસ્તક્ષેપ બાદ સુધાકરન વિવાદ શાંત પડવો એ યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) માટે મોટી જીત માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ ચારધામ યાત્રા પહેલા લાગુ થયા નવા નિયમો, 23 માર્ચથી ગ્રીન કાર્ડ ઉપલબ્ધ થશે, બહારના વાહનોને ફક્ત 15 દિવસ માટે જ મંજૂરી

કેરળમાં સત્તાધારી LDF એટલે કે ડાબેરી મોરચાને પછાડવા માટે કોંગ્રેસના નેતૃત્વ હેઠળનો UDF ગઠબંધન એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. આ વખતે ચૂંટણી પ્રક્રિયા ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે, જેમાં 9 એપ્રિલ 2026ના રોજ એક જ તબક્કામાં સમગ્ર રાજ્યમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મતદાન બાદ લગભગ એક મહિનાના લાંબા અંતરાલ પછી ૪4મે 2026ના રોજ પરિણામોની જાહેરાત કરવામાં આવશે. હવે જ્યારે ઉમેદવારોના નામ સ્પષ્ટ થઈ ગયા છે, ત્યારે આગામી દિવસોમાં સ્ટાર પ્રચારકોની એન્ટ્રી સાથે કેરળના રાજકારણમાં ગરમી વધુ જોવા મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

CongressList KeralaElection2026 KeralaPolitics
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ