ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / મોટા સમાચાર: જમ્મુ કાશ્મીરના ડોડામાં સેનાની ગાડી ખીણમાં ખાબકી, 10 જવાનો શહીદ, 7 ઘાયલ

દુર્ઘટના / મોટા સમાચાર: જમ્મુ કાશ્મીરના ડોડામાં સેનાની ગાડી ખીણમાં ખાબકી, 10 જવાનો શહીદ, 7 ઘાયલ

Published By: Vidhata Gothi

Last Updated: 03:33 PM, 22 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jammu-Kashmir News: કાશ્મીરમાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું. આ ઘટનામાં 10 સૈનિકોના મોત થઈ ગયા, જ્યારે સાત ગંભીર રીતે ઘાયલ હોવાના અહેવાલ છે.

ADVERTISEMENT

ગુરુવારે જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું. આ અકસ્માતમાં 10 સૈનિકોના મોત થયા હોવાના અહેવાલ છે. એક સેના અધિકારીએ જણાવ્યું કે આ વાહનમાં 17 સૈનિકો સવાર હતા, જેમાંથી 7 ઘાયલ થયા છે. ગંભીર રીતે ઘાયલ થયેલા ત્રણને એરલિફ્ટ કરીને ઉધમપુર લશ્કરી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

અધિકારીના જણાવ્યા અનુસાર, આ અકસ્માત ભદ્રવાહ-ચંબા ઇન્ટરસ્ટેટ રોડ પર ખન્ની ટોપ ખાતે પાસે થયો. સૈનિકો ઉંચાણવાળા વિસ્તારમાં સ્થિત એક ચોકી તરફ જઈ રહ્યા હતા ત્યારે ડ્રાઇવરે વાહન પરનો કાબુ ગુમાવી દીધો.

ઘટનાની માહિતી મળતાં, વરિષ્ઠ પોલીસ અને સૈન્ય અધિકારીઓ ઘાયલ સૈનિકોની સારવાર અને તેમની શિફટિંગન દેખરેખ માટે ભદ્રવાહ હોસ્પિટલ પહોંચી ગયા. હાલમાં જીએમસી ડોડાથી એક એમ્બ્યુલન્સ સાથે ડોકટરો અને પેરામેડિક્સની એક ટીમ પણ હેલ્થકેર વર્કર્સ અને ડોકટરોને મદદ કરવા માટે ત્યાં તૈનાત કરવામાં આવી છે.

મનોજ સિંહાએ વ્યક્ત કર્યો શોક

જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. એક પર પોસ્ટમાં તેમણે લખ્યું - "ડોડામાં એક દુર્ભાગ્યપૂર્ણ માર્ગ અકસ્માતમાં આપણા 10 બહાદુર ભારતીય સૈન્ય સૈનિકોના જીવ જવાથી ખૂબ જ દુઃખ થયું. આપણે આપણા બહાદુર સૈનિકોની ઉત્તમ સેવા અને સર્વોચ્ચ બલિદાનને હંમેશા યાદ રાખીશું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના."

vtv app promotion

તેમણે એમ પણ કહ્યું - "આ ખૂબ જ દુઃખની ઘડીમાં આખો દેશ શોકગ્રસ્ત પરિવારો સાથે એકતા અને સપોર્ટમાં ઉભો છે. 10 ઘાયલ સૈનિકોને એરલિફ્ટ કરીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. વરિષ્ઠ અધિકારીઓને શક્ય તેટલી શ્રેષ્ઠ સારવાર સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે. હું તેમના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું."

આ પણ વાંચો: ઝારખંડના ચાઈબાસામાં મોટું એન્કાઉન્ટર, સુરક્ષા દળોએ 16 નક્સલીઓને કર્યાં ઠાર

મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ વ્યક્ત કર્યો શોક

મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ભદ્રવાહ-ચંબા રોડ પર ખન્ની ટોપ નજીક સૈન્ય વાહન સાથે થયેલા અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો. તેમણે જીવ ગુમાવનારા સૈનિકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી, સાથે જ ઝડપી બચાવ કામગીરીની પ્રશંસા કરી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Army Vehicle Accident Doda News Jammu-Kashmir News

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ