ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ઝારખંડના ચાઈબાસામાં મોટું એન્કાઉન્ટર, સુરક્ષા દળોએ 16 નક્સલીઓને કર્યાં ઠાર

સફળતા / ઝારખંડના ચાઈબાસામાં મોટું એન્કાઉન્ટર, સુરક્ષા દળોએ 16 નક્સલીઓને કર્યાં ઠાર

Published By: Vidhata Gothi

Last Updated: 03:22 PM, 22 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jharkhand Naxalites Encounter: ઝારખંડના ચાઈબાસાના સારંડા જંગલમાં સુરક્ષા દળો અને CPI (માઓવાદી) નક્સલી સંગઠન વચ્ચે ભીષણ અથડામણ થઈ, જેમાં 16 નક્સલીઓ ઠાર થયા હોવાના અહેવાલ છે.

ADVERTISEMENT

Chaibasa Naxalites Encounter: ગુરુવારે સવારે ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લાના સારંડા જંગલમાં સુરક્ષા દળો અને CPI (માઓવાદી) નક્સલી સંગઠન વચ્ચે ભીષણ અથડામણ થઈ. આ અથડામણમાં અનેક નક્સલીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. કોબ્રા બટાલિયન, CRPF અને ઝારખંડ પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કાર્યવાહી દરમિયાન 16 નક્સલીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે.

DIG અનુરંજન કિસ્પોટાએ આ અથડામણની પુષ્ટિ કરી છે. DIG અનુરંજન કિસ્પોટાએ આ અથડામણની પુષ્ટિ કરતા કહ્યું કે આ ઘટના છોટાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. ગુપ્ત માહિતીના આધારે હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં 1 કરોડ રૂપિયાનું ઇનામ ધરાવતો એક નક્સલી પણ માર્યો ગયો હોવાના અહેવાલ છે. આ વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.

પોલીસને મળી હતી ગુપ્ત માહિતી

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે, સીઆરપીએફ અને ઝારખંડ પોલીસના સિનિયર અધિકારીઓને સારંડાના જંગલના વિસ્તારોમાં નક્સલીઓની હાજરી હોવાની ગુપ્ત માહિતી મળી હતી. આ ઇનપુટના આધારે કોબ્રા ઝારખંડ જગુઆર અને જિલ્લા પોલીસની જોઇન્ટ ટીમે વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. સુરક્ષા દળો જેવા નજીક પહોંચ્યા કે પોતાને ઘેરાયેલા જોઈને નક્સલીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. વળતી કાર્યવાહીમાં સુરક્ષાદળોએ પણ ગોળીબાર કર્યો. કહેવાઈ રહ્યું છે કે આ એન્કાઉન્ટર ઘણા સમય સુધી ચાલ્યું. કેટલાક નક્સલીઓ ગાઢ જંગલનો ફાયદો ઉઠાવીને ત્યાંથી ભાગી જવામાં સફળ રહ્યા. સુરક્ષાદળો દ્વારા આ વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

vtv app promotion

એક નક્સલી પર 1 કરોડ રૂપિયાનું ઈનામ

કિરીબુરુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુમડીના સારંડા જંગલમાં કોબ્રા જવાનો સાથેની અથડામણમાં 16 નક્સલીઓ માર્યા ગયા છે. જેમાં એક નક્સલી એ પણ હતો કે જેના પર 1 કરોડ રૂપિયાનું ઈનામ હતું. બે દિવસ પહેલા, જિલ્લા પોલીસ મુખ્યાલયમાં CRPF મહાનિર્દેશક સાથે બેઠક યોજાઈ હતી. લગભગ એક કલાક ચાલેલી આ બેઠકમાં નક્સલીઓ સામેની કાર્યવાહીને વધુ તીવ્ર બનાવવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો. હાલમાં, 32 લાખ રૂપિયાથી 1.2 કરોડ રૂપિયા સુધીના ઈનામ ધરાવતા ઘણા નક્સલીઓ સારંડામાં હાજર હોવાના અહેવાલ છે. નક્સલીઓ અને સુરક્ષા દળો વચ્ચે હાલમાં અથડામણ ચાલી રહી છે.

આ પણ વાંચો: મુંબઈમાં મેયરની પોસ્ટ મહિલાને ફાળે ગઈ, લોટરીમાં થયો નિર્ણય, ઉદ્ધવ જુથે ઉઠાવ્યાં સવાલ

સારંડા અને કોલ્હાન પ્રદેશોમાં ઘણા મોટા નક્સલીઓ સક્રિય

સારંડા અને કોલ્હાન પ્રદેશોમાં ઘણા મોટા નક્સલીઓ સક્રિય હોવાનું જણવાઈ રહ્યું છે. આમાં ટોચના માઓવાદી નેતાઓ મિસિર બેસરા, અનમોલ, મોચુ અને અનલ સામેલ છે. આ સિવાય અસીમ મંડલ, અજય મહતો, સગેન અંગારિયા, અશ્વિન, પિન્ટુ લોહારા, ચંદન લોહારા, અમિત હંસદા ઉર્ફે અપટન, જયકાંત અને રાપા મુંડા તેમની ટુકડીના સભ્યો સાથે આ વિસ્તારમાં એક્ટિવ છે. સુરક્ષા દળો અને પોલીસ તેમની સામે સતત કાર્યવાહી કરી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jharkhand Naxalites Encounter Saranda Encounter Chaibasa Crime News

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ