બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વધી ભારતીય વાયુસેનાની તાકાત! 13,700 ફૂટની ઊંચાઈ પર બનીને તૈયાર થયું ન્યોમા એરબેઝ

IAFનો દબદબો / વધી ભારતીય વાયુસેનાની તાકાત! 13,700 ફૂટની ઊંચાઈ પર બનીને તૈયાર થયું ન્યોમા એરબેઝ

Vidhata Gothi

Last Updated: 01:43 PM, 13 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Indian Air Force Nyoma Airbase: ભારતીય વાયુસેનાનું ન્યામા એર બેઝ ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) થી માત્ર 30 કિલોમીટર દૂર છે. આ એરબેઝ મળીને લદ્દાખમાં IAFના ચાર મહત્ત્વપૂર્ણ એરબેઝ થઈ ગયા છે.

Nyoma Airbase: ભારતે પૂર્વી લદ્દાખમાં ચીનની નજીક વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પાસે મુધ-ન્યોમામાં દેશનું સૌથી ઊંચું એરબેઝ બનાવીને તૈયાર કરી લીધું છે. ભારતીય વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે બુધવારે 12 નવેમ્બર 2025ના રોજ મિલિટ્રી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ C-130J સુપર હર્ક્યુલસમાં ન્યોમા એરબેઝ પર લેન્ડિંગ કર્યું. ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને સરહદી જોડાણને વેગ આપતું ન્યોમા એરબેઝ 13,700 ફૂટની ઊંચાઈ પર બનેલું છે અને ચીન સરહદથી માત્ર 30 કિલોમીટર દૂર છે.

nyoma-air-base-1

ચીન સરહદની સૌથી નજીક ભારતીય વાયુસેનાનું ન્યોમા એડવાન્સ્ડ લેન્ડિંગ ગ્રાઉન્ડ (ALG) હવે સંચાલન માટે સંપૂર્ણપણે કાર્યરત છે. નજીકના ભવિષ્યમાં ન્યોમા એરબેઝ પર ફાઇટર એરક્રાફ્ટ ઓપરેશન્સ પણ થઈ શકે છે. આનાથી ન્યોમા વિશ્વની સૌથી ઊંચાઈ પર આવેલી ફાઇટર જેટ ઓપરેશનલ એરસ્ટ્રીપ બની જશે.

લદ્દાખમાં IAFનું ચોથું મુખ્ય એરબેઝ બન્યું ન્યોમા એરબેઝ

ન્યોમા એરબેઝ સાથે હવે ભારતીય વાયુસેના પાસે લદ્દાખમાં ચાર મુખ્ય એરબેઝ છે. આ પહેલા લેહ, કારગિલ અને થોએસ (સિયાચીન બેઝ કેમ્પ નજીક)માં વાયુસેનાના એરબેઝ હતા, પરંતુ આ બધા વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) થી દૂર છે. DBO (દૌલત બેગ ઓલ્ડી)માં એક નાની એરસ્ટ્રીપ છે, જ્યાં હેલિકોપ્ટર અને સૈન્ય કાર્ગો વિમાનોનું લેન્ડિંગ થઈ શકે છે.

214 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયું ન્યોમા એરબેઝ

પૂર્વી લદ્દાખમાં ન્યોમા ખાતે તૈયાર કરવામાં આવેલો નવો ત્રણ કિલોમીટર લાંબો રનવે ચીનની સરહદ પર સુરક્ષા દળોની ઝડપી તૈનાતીને સરળ બનાવશે અને ભારતની ઉત્તરી સરહદો પર વ્યૂહાત્મક ક્ષમતાઓને વધુ મજબૂત બનાવશે. ન્યોમામાં 13,700 ફૂટની ઊંચાઈ પર એરબેઝ બનાવવાનો પ્રોજેક્ટ 2021માં 214 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટને તૈયાર કરતાં સમયે કટોકટી કામગીરી અને ઊંચાઈ પર ભારે વિમાનોની અવરજવર જેવી બાબતો ધ્યાનમાં રાખવામાં આવી હતી.

vtv app promotion

ન્યોમાની ઊંચાઈ અને LACથી નજીક હોવાને કારણે આ એરબેઝ ભારતીય વાયુસેના માટે એક મહત્ત્વપૂર્ણ વ્યૂહાત્મક સંપત્તિ છે, જે ભારતીય વાયુસેનાના જવાનો, સાધનો અને સરહદના વિસ્તારમાં પહેલા કરતાં વધારે ઝડપથી આવશ્યક પુરવઠો પહોંચાડવા માટે મદદગાર સાબિત થશે.

આ પણ વાંચો: મની લોન્ડરિંગ કેસમાં ED એક્શનમાં, JP ઇન્ફ્રાટેકના MDની કરી ધરપકડ

2021માં ન્યોમા એરબેઝ પ્રોજેક્ટને આપવામાં આવી હતી મંજૂરી

ન્યોમા એરબેઝ પ્રોજેક્ટ 2021માં મંજૂર કરવામાં આવ્યો હતો, જે ચાર વર્ષની રાહ જોયા પછી 2025માં પૂર્ણ થઈ ચૂક્યો છે. આ પ્રોજેક્ટ એવા સમયે પૂર્ણ થયો છે જ્યારે ભારત ચીન સાથે વધતા તણાવને કારણે LAC નજીક તેના ઇન્ફ્રાસ્ટ્રકચરને ઝડપથી વિકસાવી રહ્યું છે. છેલ્લા ચાર વર્ષોમાં, ભારતે આખા લદાખને ઘણા રસ્તાઓ, ટનલ અને પુલોનું નિર્માણ ઘણી ઝડપથી કર્યું છે જેથી કનેક્ટિવિટીની સાથે સાથે ઇમરજન્સીમાં સૈન્ય કાર્યવાહી દરમિયાન સપ્લાય લાઇનને મજબૂત કરી શકાય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nyoma Airbase Indian Air Force LAC, Ladakh
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ