ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ભારત / મે મહિનાથી ભારત-યુકે વચ્ચે FTA લાગુ થશે, નિકાસમાં થશે વધુ ફાયદો

નિર્ણય / મે મહિનાથી ભારત-યુકે વચ્ચે FTA લાગુ થશે, નિકાસમાં થશે વધુ ફાયદો

Published By: Priyankka Triveddi

Last Updated: 09:08 AM, 13 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India-UK FTA: ભારત અને UK વચ્ચે આગામી મહિનામાં FTA લાગુ થશે અને ત્યારબાદ અમુક વસ્તુઓ પર આયાતના દરમાં ભારે ઘટાડો થશે.

ADVERTISEMENT

India-UK FTA: ભારત અને UK વચ્ચેનો મુક્ત વેપાર કરાર (FTA) હવે અમલી બનવા જઈ રહ્યો છે. જે બંને દેશોના આર્થિક સંબંધોમાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. મે મહિનાના બીજા અઠવાડિયાથી આ કરાર લાગુ થવાની શક્યતા છે. જે વેપારને વધુ ગતિ આપશે અને નવા વ્યવસાયિક અવસરો ઊભા કરશે. આ કરારના અમલથી ભારતીય નિકાસકારોને વિશાળ લાભ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બ્રિટનમાં ડ્યૂટી ફ્રી એન્ટ્રી

આ કરાર હેઠળ ભારતના લગભગ 99 ટકા ઉત્પાદનોને બ્રિટનના બજારમાં ડ્યુટી ફ્રી પ્રવેશ મળશે. જે ભારતીય ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવશે. ખાસ કરીને કાપડ, ફૂટવેર, રત્ન અને ઘરેણાં, રમકડાં અને રમતગમતના સામાન જેવા ક્ષેત્રોમાં નિકાસમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. 24 જુલાઈ 2025ના રોજ થયેલી આ વ્યાપક આર્થિક અને વેપાર સમજૂતી (CETA) બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવશે. બંને દેશોએ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરવાનો લક્ષ્યાંક પણ નક્કી કર્યો છે.

ટેક્સમાં ઘટાડો થશે

આ કરાર મુજબ ભારત બ્રિટિશ ઉત્પાદનો પર લાગતા ટેક્સમાં ધીમે ધીમે ઘટાડો કરશે. ખાસ કરીને સ્કોચ વ્હિસ્કી પરનો આયાત શુલ્ક 150 ટકાથી ઘટાડીને 75 ટકા કરવામાં આવશે અને આગામી વર્ષોમાં તેને વધુ ઘટાડીને 40 ટકા સુધી લાવવામાં આવશે. તે જ રીતે ઓટોમોબાઇલ ક્ષેત્રમાં પણ આયાત જકાતમાં ઘટાડો કરવામાં આવશે. આ પગલાંઓના કારણે બ્રિટિશ ઉત્પાદનો ભારતીય બજારમાં વધુ સ્પર્ધાત્મક બની શકે છે, જ્યારે ગ્રાહકોને વધુ વિકલ્પો ઉપલબ્ધ થશે.

બ્રિટિશ બજારમાં ભારતીય પ્રોડક્ટનો પ્રવેશ

આ ઉપરાંત, ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વાહનો માટે ભારતીય કંપનીઓને બ્રિટિશ બજારમાં પ્રવેશની નવી તકો મળશે. બંને દેશોએ સામાજિક સુરક્ષા કરાર પર પણ હસ્તાક્ષર કર્યા છે. જેનાથી બંને દેશોમાં કામ કરતા કર્મચારીઓને ડબલ યોગદાન ચૂકવવું ન પડે. આ પગલું આંતરરાષ્ટ્રીય કામદારો માટે રાહતરૂપ સાબિત થશે. આ તમામ પહેલોથી બંને દેશોના વેપાર અને રોજગાર ક્ષેત્રે સકારાત્મક અસર જોવા મળશે.

આ પણ વાંચો: લગ્નમાંથી પરત ફરતા 6 મુસાફરોને કાળ ભરખી ગયો, રોડ ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યો

આમ એક રીતે જોવામાં આવે તો ભારત-યુકે FTA કરાર બંને દેશો માટે લાભદાયી સાબિત થવાનો છે. ભારતીય નિકાસમાં વધારો, બ્રિટિશ ઉત્પાદનો માટે સરળ બજાર અને કામદારો માટે સહાયરૂપ નીતિઓ આ કરારને વધુ મહત્વપૂર્ણ બનાવે છે. આવનારા સમયમાં આ સમજૂતી બંને દેશોની આર્થિક વૃદ્ધિને વધુ મજબૂત બનાવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India UK FTA મુક્ત વેપાર કરાર FreeTrade Agreement મુક્ત વેપાર કરાર,

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ