ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / લગ્નમાંથી પરત ફરતા 6 મુસાફરોને કાળ ભરખી ગયો, રોડ ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યો

દુખદ / લગ્નમાંથી પરત ફરતા 6 મુસાફરોને કાળ ભરખી ગયો, રોડ ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યો

Published By: Jinal Chauhan

Last Updated: 07:43 AM, 13 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાપુડમાં બસ અને ટ્રક વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં છ લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. બસ લગ્ન સમારોહમાંથી પરત ફરી રહેલા મુસાફરોને લઈ જઈ રહી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઘાયલોને હોસ્પિટલમાં મોકલવા સાથે રાહત કાર્ય શરૂ કર્યું છે. અકસ્માતના કારણની તપાસ ચાલી રહી છે.

ADVERTISEMENT

ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જ્યાં ધૌલાના-ગુલાવતી રોડ પર એક બસ અને ટ્રક વચ્ચે અથડાતાં છ લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા. લગ્ન સમારોહમાંથી પરત ફરી રહેલા મુસાફરોને લઈ જતી બસ સામેથી આવી રહેલા ટ્રક સાથે અથડાઈ ત્યારે આ અકસ્માત થયો છે.

Hapur bus accident

બસમાં હતા 12 લોકો સવાર

ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દીધી. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર બસમાં 12 લોકો સવાર હતા જેમાંથી છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે આઠ લોકો ઘાયલ થયા હતા.

VTV Job Vacancy

આ પણ વાંચોઃ નારી શક્તિ વંદન સંમેલન: આજે વિજ્ઞાન ભવનમાં PM મોદીનું સંબોધન

હાપુડના પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે અકસ્માત સ્થળેથી ટ્રકને દૂર કરવામાં આવ્યો છે અને ટ્રાફિક પૂર્વવત કરવામાં આવ્યો છે. મૃતકોના સંબંધીઓ પણ ઘટનાસ્થળે અને હોસ્પિટલમાં પહોંચી ગયા છે. પોલીસે મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Uttar Pradesh crash Hapur bus accident bus truck collision India

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ