બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Video: 90થી વધુના મોત, 432 મકાનોની જળસમાધિ અને કરોડોનું નુકસાન, જુઓ હિમાચલમાં હિમતાંડવના Live દ્રશ્યો
Last Updated: 12:04 PM, 12 July 2025
Himachal Pradesh Flesh Flood: હિમાચલ પ્રદેશમાં આ વખતે ચોમાસુ વિનાશની નવી વાર્તા લખી રહ્યું છે. સતત ભારે વરસાદે અત્યાર સુધીમાં 91 લોકોના જીવ લીધા છે, 432 ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે અને લગભગ 749 કરોડ રૂપિયાની સંપત્તિને નુકસાન થયું છે. રાહતની વાત એ છે કે શુક્રવારે હવામાન અમુક અંશે સ્વચ્છ રહ્યું, પરંતુ તેમ છતાં રાજ્યના ઘણા ભાગોમાં હળવો વરસાદ નોંધાયો.
ADVERTISEMENT
#WATCH | Mandi, Himachal Pradesh: Restoration work of the Mandi–Kullu highway is underway after it was blocked near Pandoh Dam following flash floods as a result of a cloudburst. pic.twitter.com/9MmcA6Kqfk
— ANI (@ANI) July 12, 2025
હવામાન વિભાગે 17 જુલાઈ સુધી રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ અને 13 જુલાઈએ ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત 223 રસ્તાઓ હજુ પણ બંધ છે. મંડી, કાંગડા, શિમલા અને સિરમૌર જેવા જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત છે. શુક્રવારે સવારે ચંબામાં ભૂકંપના આંચકાએ ભય અને અનિશ્ચિતતા વધારી દીધો.
ADVERTISEMENT
#WATCH | Himachal Pradesh: Aftermath of the recent cloudburst, heavy rains and flash floods in Thunag, Mandi district.
— ANI (@ANI) July 10, 2025
More than 85 people have been killed in the state in the calamity, including 17 in Mandi; over 35 still missing. Several people have been rendered homeless.… pic.twitter.com/9m2n1qmuXl
હવામાન વિભાગનું યલો અને ઓરેન્જ એલર્ટ
ADVERTISEMENT
જોકે શુક્રવારે મોટાભાગના વિસ્તારોમાં હવામાન સ્વચ્છ રહ્યું, પરંતુ કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો. શિમલાના જુબ્બરહટ્ટીમાં 47 મીમી અને નારકંડામાં 12 મીમી વરસાદ પડ્યો. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે 12 જુલાઈએ શિમલા, સોલન અને સિરમૌરમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે 13 જુલાઈએ રાજ્યના ઘણા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ લાગુ રહેશે. 17 જુલાઈ સુધી ભારે વરસાદની શક્યતા છે.
#WATCH | Himachal Pradesh: Aftermath of the recent cloudburst, heavy rains and flash floods in Thunag, Mandi district.
— ANI (@ANI) July 10, 2025
More than 85 people have been killed in the state in the calamity, including 17 in Mandi; over 35 still missing. Several people have been rendered homeless.… pic.twitter.com/QQB1vNJwqg
ADVERTISEMENT
મંડી અને કાંગડામાં સૌથી વધુ નુકસાન
રાજ્ય કટોકટી કામગીરી કેન્દ્ર અનુસાર, હજુ પણ ભૂસ્ખલન અને કાટમાળને કારણે 223 રસ્તાઓ (એક રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત) બંધ છે. આ ઉપરાંત, 151 ટ્રાન્સફોર્મર અને 815 પીવાના પાણીની યોજનાઓ ઠપ્પ થઈ ગઈ છે. મંડી જિલ્લામાં પરિસ્થિતિ સૌથી ખરાબ છે, જ્યાં 166 રસ્તાઓ, 143 ટ્રાન્સફોર્મર અને 204 પીવાના પાણીની યોજનાઓ બંધ પડી છે. કાંગડામાં 603 પીવાના પાણીની યોજનાઓને અસર થઈ છે.
ADVERTISEMENT

Heavy rainfall in Himachal Pradesh has triggered flash floods and landslides, causing massive damage.
— Sshom (शउम) (@Sshomofficial) July 11, 2025
Due to deforestation and unchecked construction, the land’s ability to absorb water is continuously decreasing.
The consequences of ecological degradation are appearing… pic.twitter.com/yX7Wq8hXzP
ADVERTISEMENT
અત્યાર સુધીમાં 91 લોકોના મોત, 749 કરોડ રૂપિયાનું નુકસાન
આ ચોમાસામાં અત્યાર સુધીમાં 91 લોકોના મોત થયા છે, જ્યારે 34 લોકો ગુમ છે અને 131 ઘાયલ થયા છે. કુદરતી આફતોને કારણે 432 ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે, જ્યારે 928 ઘરોને આંશિક નુકસાન થયું છે. અત્યાર સુધીમાં રાજ્યને 749 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે, જે દિવસ પસાર થવાની સાથે વધી રહ્યું છે.
🚨 Monsoon Fury in Himachal Pradesh
— Rakesh Kumar (@RiCkY_847) July 6, 2025
Heavy rains continue to lash the state since morning. IMD issues Red Alert for Mandi, Kangra & Sirmaur. Flash flood warning in 9 districts including Shimla, Solan & Hamirpur for the next 24 hrs. https://t.co/EiwVbd9ekm pic.twitter.com/FOYRMsAWHJ
આ પણ વાંચો: પ્લેન ક્રેશના પ્રાથમિક રિપોર્ટ પર એર ઇન્ડિયાએ જુઓ શું કહ્યું? જાણીને ચોંકી જશો
ચંબામાં ભૂકંપના આંચકા અનુભવાયા
કુદરતી આફતોનો સામનો કરી રહેલા હિમાચલમાં, શુક્રવારે સવારે ચંબા જિલ્લામાં રિક્ટર સ્કેલ પર 3.5 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો. ભૂકંપ સવારે 6:23 વાગ્યે અનુભવાયો અને તેનું કેન્દ્ર જમીનથી 5 કિલોમીટર ઊંડે હતું. ડેપ્યુટી કમિશનર મુકેશ રેપ્સવાલે જણાવ્યું કે ભૂકંપના આંચકા પછી તરત જ વહીવટીતંત્રને એલર્ટ પર મૂકવામાં આવ્યું.
#WATCH | Mandi, Himachal Pradesh | People from different villages distribute ration kits to the families affected due to flash floods and incessant rains
— ANI (@ANI) July 4, 2025
(Visuals Bagsiad, Burninala near Kandha in Seraj, Mandi) pic.twitter.com/56XDOXvExs
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.