બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સરકારી નોકરી એ પણ 2,00,000 પગારવાળી, સમય બગાડ્યા વગર ફટાફટ કરો અરજી
Last Updated: 09:19 PM, 3 November 2025
NHAI Recruitment 2025: એનએચએઆઇમાં 84 પદો પર ભરતી માટે સૂચના બહાર પાડવામાં આવી છે. આ પદોમાં ડેપ્યુટી મેનેજર, સ્ટેનોગ્રાફર, જુનિયર ટ્રાન્સલેશન ઓફિસરના પદો સામેલ છે. આવેદન પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. અને 15 ડિસેમ્બર 2025 સુધી અરજી કરી શકાશે. પસંદગી પામેલા ઉમેદવારોને રૂપિયા 1.77 લાખ સુધી પગાર મળશે.
ADVERTISEMENT
NHAI Recruitment 2025: તમે સરકારી નોકરી કરવા માંગો છો તો નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)માં કામ કરવાની તમારા માટે એક સુવર્ણ તક આવી છે. આ ભરતી પ્રક્રિયામાં ડેપ્યુટી મેનેજર, જુનિયર ટ્રાન્સલેશન ઓફિસર, લાઇબ્રેરી અને ઇન્ફર્મેશન આસિસ્ટન્ટ, એકાઉન્ટન્ટ અને સ્ટેનોગ્રાફર ગ્રેડ-II સહિત કુલ 84 જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી ઝુંબેશ માટે મહત્તમ પગાર આશરે રૂપિયા 1.77 લાખ સુધી પહોંચી શકે છે.

ADVERTISEMENT
આ ભરતીની ઓનલાઈન અરજી પ્રક્રિયા 30 ઓક્ટોબર 2025 ના શરૂ થઈ છે અને અંતિમ તારીખ 15 ડિસેમ્બર 2025 છે. ઉમેદવારો NHAI ની સત્તાવાર વેબસાઇટ https://nhai.gov.in/#/ ની મુલાકાત લઈને અરજી કરી શકે છે.
કઈ કઇ જગ્યાઓ પર ભરતી
ADVERTISEMENT
કુલ 84 જગ્યાઓમાં 9 ડેપ્યુટી મેનેજર પદો, 1 લાઇબ્રેરી અને ઇન્ફર્મેશન આસિસ્ટન્ટ પદ, 1 જુનિયર ટ્રાન્સલેશન ઓફિસર, 42 એકાઉન્ટન્ટ પદો અને 31 સ્ટેનોગ્રાફર ગ્રેડ-II પદોનો સમાવેશ થાય છે.
આ પદો માટે યોગ્યતા
ADVERTISEMENT
ડેપ્યુટી મેનેજર - ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી MBA અથવા સમકક્ષ ડિગ્રી હોવી જરૂરી.
લાઇબ્રેરી અને ઇન્ફર્મેશન આસિસ્ટન્ટ - ઉમેદવારો પાસે માન્ય સંસ્થામાંથી લાઇબ્રેરી સાયન્સમાં સ્નાતકમાં ગ્રેજુએશનની ડિગ્રી.
ADVERTISEMENT
જુનિયર ટ્રાન્સલેશન ઓફિસર - ઉમેદવારો પાસે હિંન્દીમાં માસ્ટર ડિગ્રી હોવી જરૂરી, જેમાં અંગ્રેજી અનિવાર્ય અથવા ઓપ્શન વિષય રૂપમાં સામેલ હોય.
એકાઉન્ટન્ટ - ઉમેદવારો પાસે ગ્રેજુએશન ડિગ્રી સાથે CA અથવા CMA ઇન્ટરમીડિયેટ લાયકાત હોવી આવશ્યક છે.
ADVERTISEMENT
સ્ટેનોગ્રાફર ગ્રેડ-II - ઉમેદવારો માન્ય સંસ્થામાંથી સ્નાતક હોવા આવશ્યક છે.

પગાર ધોરણ
આ ભરતીમાં ઉમેદવારોને તેમના પદના આધારે સારો પગાર મળશે.
ડેપ્યુટી મેનેજરોને દર મહિને રૂપિયા 56100 થી રૂપિયા 177500 સુધીનો પગાર મળશે.
લાઇબ્રેરી અને ઇન્ફર્મેશન આસિસ્ટન્ટ પદો પર દર મહિને રૂપિયા 35400 થી 1,12,400 સુધીનો પગાર મળશે.
જુનિયર ટ્રાન્સલેશન ઓફિસરને દર મહિને રૂપિયા 35,400 થી રૂપિયા 1,12,400 સુધીનો પગાર.
એકાઉન્ટન્ટ પદો પર દર મહિને રૂપિયા 29200 થી રૂપિયા 92,300 સુધીનો પગાર.
સ્ટેનોગ્રાફર ગ્રેડ-II પદો પર દર મહિને 25500 થી 81100 સુધીનો પગાર મળી શકે છે, જેનો અર્થ છે કે આ ભરતીમાં મહત્તમ પગાર લગભગ રૂપિયા 2 લાખ સુધી પહોંચી શકે છે.

આ પણ વાંચોઃ આ સરકારી યોજના છે ફાયદાકારક, 436 રૂપિયામાં મળશે લાખોનું વીમાં કવચ!
કેવી રીતે અરજી કરવી
સૌપ્રથમ https://nhai.gov.in/#/ પર NHAI ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
હવે હોમપેજ પર About NHAI ટેબ પર જઇ Vacancy વિભાગ ખોલો.
અહી Recruitment Notification (30-10-2025)લિંક પર ક્લિક કરો.
નોંધણી કરો અને લોગિન કરો.
અરજી ફોર્મમાં જરૂરી બધી માહિતી કાળજીપૂર્વક ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
અરજી ફી ચૂકવો અને ફોર્મ સબમિટ કરો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.