બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ભારત / ખરીદનારાને ઝટકો! સોનાના ભાવમાં આવ્યો બંપર ઉછાળો, શરદ પૂર્ણિમા પર કેટલો રહ્યો ભાવ?

કારોબાર / ખરીદનારાને ઝટકો! સોનાના ભાવમાં આવ્યો બંપર ઉછાળો, શરદ પૂર્ણિમા પર કેટલો રહ્યો ભાવ?

Published By: Hiralal Parmar

Last Updated: 09:43 AM, 6 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોનું ખરીદવા માગતા લોકો માટે માઠા સમાચાર છે. શરદ પૂર્ણિમાએ સોનાના ભાવે બંપર ઉછાળો આવ્યો છે.

સોનાના ભાવ આજે નવી ટોચ પર છે. MCX સોનાનો વાયદો 1,19,490 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નવી ટોચે પહોંચ્યો છે, જ્યારે MCX ચાંદીનો ડિસેમ્બર વાયદો 1,47,700 રૂપિયા પ્રતિ કિલોગ્રામની નવી ટોચે પહોંચ્યો છે. MCX પર સોનું પહેલીવાર 119400 રૂપિયાને પાર કરી ગયું છે. આજે તેમાં 1.14%નો ઉછાળો જોવા મળ્યો છે. આ ઉપરાંત, ચાંદી પણ 147400 રૂપિયાને પાર કરી ગઈ છે. તેમાં 1.17%નો વધારો નોંધાયો છે.

MCX પર સોનાનો શું ભાવ?

MCX પર સોનાનો ભાવ 1.19 લાખથી વધુ છે. આગામી સમયમાં 1.20 લાખ પર પહોંચી શકે છે.

IBJA પર કેટલો ભાવ?

ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાનો ભાવ હવે ₹1,16,954 પ્રતિ 10 ગ્રામ છે. એક અઠવાડિયા પહેલા તે ₹1,13,262 હતો. તેવી જ રીતે, 22 કેરેટ સોનાનો ભાવ ₹1,07,130 અને 18 કેરેટ સોનાનો ભાવ ₹87,716 પ્રતિ 10 ગ્રામ છે. ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો, જે ગયા અઠવાડિયે ₹1,38,100 પ્રતિ કિલોથી વધીને ₹1,45,610 પ્રતિ કિલો થયો.

વધુ વાંચો : લક્ષ્મી ચાંદલો કરવા આવી મોં ધોવા ન જતાં! મહિને 61,000ની આવક, કરોડપતિ બનશો, દિવાળી પહેલાં ગુડ ન્યુઝ

અમદાવાદમાં સોનાનો ભાવ કેટલો?

અમદાવાદમાં પણ સોનાના ભાવમાં ભડકો આવ્યો છે. અમદાવાદમં 1 ગ્રામ સોનાની કિંમત ₹11,944 છે અર્થાત 10 ગ્રામ સોનાનો ભાવ 1.19 લાખથી વધુ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gold Price Today: Gold Price Today Gold Today

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ