ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / આજથી નેશનલ હાઇવે પર ડિજિટલ ટોલ સિસ્ટમ અમલમાં, FASTag ફરજિયાત

નિયમ / આજથી નેશનલ હાઇવે પર ડિજિટલ ટોલ સિસ્ટમ અમલમાં, FASTag ફરજિયાત

Published By: Priyankka Triveddi

Last Updated: 02:00 PM, 10 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Toll Plaza New Rules 10 April: ભારતમાં નેશનલ હાઇવે પર મુસાફરી હવે વધુ ડિજિટલ અને ઝડપી બનવા જઈ રહી છે. સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા નવા નિયમો હેઠળ ટોલ વસૂલાતની પદ્ધતિમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુસાફરોના અનુભવને વધુ સરળ અને સુવ્યવસ્થિત બનાવશે. હવે ટોલ પ્લાઝા પર રોકડ વ્યવહારોને બદલે સંપૂર્ણપણે ઇલેક્ટ્રોનિક પેમેન્ટ સિસ્ટમ અમલમાં આવી રહી છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા ઘટાડવાની સાથે સમયની પણ બચત થશે.

ADVERTISEMENT

Toll Plaza New Rules 10 April: ભારતમાં નેશનલ હાઇવે પર મુસાફરી કરનારાઓ માટે એક મહત્વપૂર્ણ બદલાવ લાગુ થયો છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની સત્તાવાર ગેઝેટ સૂચના મુજબ આજથી એટલે કે 10 એપ્રિલથી દેશભરના ટોલ પ્લાઝા પર રોકડ દ્વારા ટોલ ચુકવણી બંધ કરી દેવામાં આવી છે. હવે તમામ વાહનચાલકોએ ઇલેક્ટ્રોનિક પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવો પડશે. જે ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવાના સાથે ટોલ નાકાઓ પર થતી ભીડ અને લાંબી લાઈનોને ઘટાડવામાં મદદરૂપ થશે. આ પગલાથી મુસાફરી વધુ ઝડપી, સરળ અને સુવ્યવસ્થિત બનવાની અપેક્ષા છે.

FASTag વગર મુસાફરી થશે મોંઘી

નવા નિયમો અનુસાર જે વાહનચાલકો પાસે માન્ય FASTag નથી તેઓ માટે ટોલ ચૂકવણી વધુ ખર્ચાળ બનશે. ભલે તેઓ UPI દ્વારા પેમેન્ટ કરી શકે પરંતુ તેમને મૂળ ટોલ રકમ કરતા 1.25 ગણો ટેક્સ ચૂકવવો પડશે. એટલે કે 25% વધારાનો ચાર્જ લાગુ પડશે. સરકારનો હેતુ લોકોને છેલ્લી ક્ષણના પેમેન્ટ કરતા FASTag અપનાવવા પ્રોત્સાહિત કરવાનો છે. ખાસ કરીને લાંબી મુસાફરીમાં આ વધારાનો ખર્ચ મોટો બોજ બની શકે છે જેથી હવે વાહનચાલકો માટે FASTag રાખવું લગભગ અનિવાર્ય બની ગયું છે.

ટોલ પ્લાઝા પર કેશ પેમેન્ટ બંધ

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) અને માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેના હેઠળ ટોલ પ્લાઝા પર રોકડમાં ટોલ ચૂકવવાની સુવિધા હવે બંધ કરવામાં આવી છે. આ નવો નિયમ 10 એપ્રિલ 2026થી દેશભરમાં અમલમાં આવ્યો છે. આ પગલાનો મુખ્ય હેતુ ટોલ બૂથ પર થતી લાંબી કતારો ઘટાડવાનો અને વાહન વ્યવહારને વધુ ઝડપી અને સરળ બનાવવાનો છે.

હવે ટોલ ટેક્સ કેવી રીતે ચૂકવવો

આજથી ટોલ પ્લાઝા પર રોકડ ચુકવણી બંધ થતાં અગાઉ કેશમાં ટોલ ભરતા મુસાફરો માટે ડિજિટલ પેમેન્ટ અનિવાર્ય બની ગયું છે. હવે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરી કરવા માટે વાહનચાલકોએ ઇલેક્ટ્રોનિક રીતે ટોલ ટેક્સ ચૂકવવો પડશે. તેના માટે સૌથી સરળ અને પ્રચલિત વિકલ્પ FASTag છે. જેને વાહનમાં ઇન્સ્ટોલ કરીને ટોલ આપમેળે કપાઈ જાય છે અને મુસાફરી વધુ ઝડપી બને છે.

નિયમ ભંગ કરશો તો કેટલો દંડ?

ટોલ પ્લાઝા પર હવે FASTag અથવા અન્ય ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ દ્વારા જ ચુકવણી કરવી ફરજિયાત છે. જો કોઈ વાહનચાલક આ પદ્ધતિઓનો ઉપયોગ કર્યા વગર ટોલ ચૂકવશે તો તેને નિર્ધારિત ફી કરતા 25% વધારે રકમ ચૂકવવી પડશે. આ નિયમનો હેતુ તમામ વાહનચાલકોને ડિજિટલ પેમેન્ટ તરફ પ્રોત્સાહિત કરવાનો છે.

આ પણ વાંચો: કોંગ્રેસ નેતા પવન ખેરાને હાઇકોર્ટમાંથી રાહત, આ કેસમાં એક અઠવાડિયા માટે આગોતરા જામીન મળ્યા

UPI પેમેન્ટ પર વધારાનો ચાર્જ

જો કોઈ વાહનમાં FASTag ઉપલબ્ધ ન હોય અથવા તે સક્રિય ન હોય તો ટોલ ટેક્સ ચૂકવવા માટે UPI એક વિકલ્પ તરીકે ઉપયોગ કરી શકાય છે. જોકે આવી સ્થિતિમાં સામાન્ય ટોલ દર કરતાં 25% વધુ રકમ ચૂકવવી પડશે. આ વધારાનો ચાર્જ લોકોને FASTag અપનાવવા પ્રોત્સાહિત કરવા માટે લાગુ કરવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Toll Plaza New Rules 10 April Digital Toll Payment FASTag

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ