બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:27 PM, 8 August 2025
કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના આરોપ પર હવે ચૂંટણી પંચે વળતો જવાબ આપ્યો છે. રાહુલે તાજેતરમાં જ ચૂંટણી પંચ પર વોટ ચોરી અને ભરજ સાથે મિલીભગતનો આરોપ લગાવ્યો હતો. આના પર ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું કે
ADVERTISEMENT
જો કોંગ્રેસ સાંસદ અને વિપક્ષના નેતાને તેમના વિશ્લેષણ પર વિશ્વાસ છે અને માને છે કે ચૂંટણી પંચ પર તેમને લગાવેલા આરોપ સાચા છે, તો તેમને શપથ પત્ર પર સહી કરવામાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ. જો રાહુલ આવું નથી કરતા તો આનો અર્થ છે કે તેમને તેમના વિશ્લેષણ, તારણો અને વાહિયાત આરોપો પર વિશ્વાસ નથી. આવી સ્થિતિમાં તેમણે દેશની માફી માંગવી જોઈએ. એના માટે તેમની પાસે વે વિકલ્પ છે - ક્યાં તો ઘોષણાપત્ર પર સહી કરે અથવા ચૂંટણી પંચ પર વાહિયાત આરોપ લગાવવા માટે દેશની માફી માંગે.

ADVERTISEMENT
શપથ પત્ર આપીને પુરાવા રજૂ કરવા કહ્યું હતું
આ પહેલા કર્ણાટક વિધાનસભામાં મતદાર યાદીમાં હેરાફેરીના રાહુલના આરોપોની નોંધ લેતા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ તેમને શપથ-પત્ર આપીને પુરાવા રજૂ કરવા કહ્યું હતું. આના સિવાય 2024ના મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ગડબડનાં રાહુલ ગાંધીએ લગાવેલા આરોપના સંબંધમાં રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ વિપક્ષના નેતા પાસેથી એક શપથ પત્ર રજૂ કરવા અને મતદાર યાદીમાં કથિત રીતે મતદારોના નામ સામેલ કરવા કે હટાવવાના પુરાવા રજૂ કરવા પણ કહ્યું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચો: 18 વર્ષના આ બે છોકરાઓએ લીધો હુમા કુરેશીના ભાઈનો જીવ, પહેલાં પણ થયો હતો ઝગડો
રાહુલના આરોપ
ADVERTISEMENT
અગાઉ દિલ્હીમાં કોંગ્રેસ હેડક્વાર્ટર્સમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિપક્ષના નેતાએ આરોપ લગાવ્યો હતો એક ભારતના ચૂંટણી પંચ અને ભાજપ વચ્ચે મિલીભગત થિયા હતી, જેના પરિણામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમનો ત્રીજો કાર્યકાળ મળ્યો. રાહુલ ગાંધીએ કહ્યું,
'નરેન્દ્ર મોદી માત્ર 25 બેઠકોના અંતરથી વડાપ્રધાન બન્યા. ચૂંટણી પંચ ભાજપને ભારતમાં ચૂંટણી વ્યવસ્થાને નષ્ટ કરવામાં મદદ કરી રહ્યું છે. ચૂંટણી પંચ અમને મહાદેવપુર (કર્ણાટક વિધાનસભા ક્ષેત્ર)ના અંક્ડા નથી આપી રહ્યું. જો અમને અન્ય લોકસભા બેઠક પર પણ આવું કરીએ તો આપણા લોકતંત્રની હકીકત સામે આવી જશે.'
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.