બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પાકિસ્તાન જેના નામથી થરથર ધ્રુજે છે, તેવી BVRAAM મિસાઈલનું ભારતે કર્યું સફળ પરીક્ષણ

સફળતા / પાકિસ્તાન જેના નામથી થરથર ધ્રુજે છે, તેવી BVRAAM મિસાઈલનું ભારતે કર્યું સફળ પરીક્ષણ

Chintan Chavda

Last Updated: 11:31 PM, 11 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Air Force successfully test fired Astra missile: DRDO અને ભારતીય વાયુસેનાએ શુક્રવારે હવાથી હવામાં પ્રહાર કરતી બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ મિસાઇલ (BVRAAM) 'અસ્ત્ર'નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું.

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) અને ભારતીય વાયુસેનાએ શુક્રવારે હવાથી હવામાં પ્રહાર કરતી બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ મિસાઇલ (BVRAAM) 'અસ્ત્ર'નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. સ્વદેશી 'રેડિયો ફ્રીક્વન્સી (RF) સીકર'થી સજ્જ, 'અસ્ત્ર'નું પરીક્ષણ ઓડિશા કિનારા નજીક ભારતીય ફાઇટર જેટ સુખોઈ-30 MK-1 થી કરવામાં આવ્યું. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પરીક્ષણ દરમિયાન 2 મિસાઇલો લોન્ચ કરવામાં આવી હતી.

ચોક્કસ હુમલો

આમાં, હાઇ-સ્પીડ માનવરહિત હવાઈ લક્ષ્યોને વિવિધ રેન્જ, દિશાઓ અને લોન્ચ પ્લેટફોર્મ પરિસ્થિતિઓમાં નિશાન બનાવવામાં આવ્યા હતા. મિસાઇલે શાનદાર પ્રદર્શન કર્યું અને બંને વખત અત્યંત ચોકસાઈ સાથે લક્ષ્યને નષ્ટ કર્યું. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સ્વદેશી આરએફ સીકર સહિત તમામ સબસિસ્ટમ્સે મિસાઇલ પરીક્ષણમાં અપેક્ષા મુજબ પ્રદર્શન કર્યું.

સ્વદેશી ટેકોનોલૉજી

આ RF સીકરને DRDO દ્વારા સ્વદેશી રીતે ડિઝાઇન અને વિકસાવવામાં આવ્યું છે. આ પરીક્ષણે 'અસ્ત્ર' મિસાઇલ સિસ્ટમની ચોકસાઈ અને વિશ્વસનીયતાને માન્ય કરી છે.

app promo5

DRDOના અન્ય પ્રોજેક્ટ્સ

DRDOના અન્ય એક્ટિવ પ્રોજેક્ટ્સ વિશે વાત કરીએ તો, પ્રોજેક્ટ કુશા એ DRDO દ્વારા વિકસિત લાંબા અંતરની સપાટીથી હવામાં હુમલો કરતી મિસાઇલ (LR-SAM) સિસ્ટમ છે, જેની રેન્જ 350 કિમી સુધી હશે. આ સિસ્ટમ 2028-29 સુધીમાં તૈનાત થવાની અપેક્ષા છે. તેનો ઉદ્દેશ્ય રશિયા પાસેથી મેળવેલા S-400નો સ્વદેશી વિકલ્પ પૂરો પાડવાનો છે. કુશા ફાઇટર એરક્રાફ્ટ, ક્રુઝ મિસાઇલ અને બેલિસ્ટિક મિસાઇલોનો નાશ કરવામાં સક્ષમ હશે. તે ભારતની બહુસ્તરીય હવાઈ સંરક્ષણ પ્રણાલીના બાહ્ય સ્તરને મજબૂત બનાવશે, જેનાથી મધ્યમ અને નીચલા સ્તરની સિસ્ટમો નાના અને નજીકના ગાળાના જોખમો પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે.

વધુ વાંચો: ટ્રાફિક પોલીસકર્મીએ એવો શું સવાલ પૂછ્યો, કે મહિલા ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડી, કિસ્સો ચોંકાવનારો

પ્રોજેક્ટ વિષ્ણુ

દેશની મિસાઇલ શક્તિને વધુ ઘાતક અને આધુનિક બનાવવા માટે, સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ પ્રોજેક્ટ વિષ્ણુ પર ઝડપથી કામ શરૂ કરી દીધું છે. આ પ્રોજેક્ટ આગામી સમયમાં ભારતની હવાઈ સંરક્ષણ અને હુમલો ક્ષમતાઓમાં અનેકગણો વધારો કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

National News DRDO Astra Missile
Chintan Chavda

Chintan Chavda is working with VTV Gujarati as a copywriter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ