ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ટ્રાફિક પોલીસકર્મીએ એવો શું સવાલ પૂછ્યો, કે મહિલા ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડી, કિસ્સો ચોંકાવનારો

ચેન્નઈ / ટ્રાફિક પોલીસકર્મીએ એવો શું સવાલ પૂછ્યો, કે મહિલા ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડી, કિસ્સો ચોંકાવનારો

Published By: Vidhata Gothi

Last Updated: 02:03 PM, 11 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચેન્નઈની જનની પોરકોડીએ સોશિયલ મીડિયા પર ટ્રાફિક પોલીસકર્મી સાથે થયેલી પોતાની મુલાકાતનો અનુભવ શેર કર્યો. તણાવમાં ડ્રાઇવ કરી રહેલી જનનીને એક પોલીસકર્મીએ રોકી અને એવો સવાલ કર્યો કે મહિલા ભાવુક થાઈ ગઈ અને રહી પડી.

ADVERTISEMENT

જ્યારે પણ પોલીસનું નામ આવે છે, ત્યારે કેટલાક ખરાબ અને કેટલાક સારા અનુભવો યાદ આવે છે. ચેન્નઈની એક મહિલા સાથે પણ આવું જ કંઈક બન્યું. જનની પોરકોડી નામની આ મહિલાએ સોશિયલ મીડિયા પર એક એવો જ અનુભવ શેર કર્યો કે કેવી રીતે ટ્રાફિક પોલીસ સાથેની એક નાની મુલાકાતે તેને રડાવી દીધી.

આ મહિલાએ લિંક્ડઇન પર લખ્યું,

"ગયા અઠવાડિયે, હું એક ટ્રાફિક પોલીસકર્મીની સામે રડી પડી. હું ડ્રાઇવિંગ કરી રહી હતી અને હું એટલી પરેશાન અને તણાવમાં હતી કે હું તેને શબ્દોમાં વર્ણવી શકતી નથી. એક પછી એક ઘણી બાબતો મારા પર હાવી થઈ રહી હતી - કામ, પ્રેશર અને અપેક્ષાઓ. મને એક ટ્રાફિક પોલીસકર્મીએ રોકી અને મને ખબર પણ નહોતી કે તેનું કારણ શું છે?"
woman-crying-in-car

ટ્રાફિક પોલીસકર્મીએ અપેક્ષાઓ કરતાં અલગ સવાલ પૂછ્યો

જોકે, આ પછી જે બન્યું તેની આ મહિલાએ ક્યારેય અપેક્ષા કરી ન હતી, કારણ કે પોલીસકર્મીએ ટ્રાફિક નિયમો વિશે નહીં પણ એક એવો સવાલ પૂછ્યો જેણે તેને રડવા માટે મજબૂર કરી દીધી. પોલીસકર્મીના સવાલને યાદ કરીને તેણે આગળ લખ્યું, "શું થયું? તમે ઠીક તો છો ને?" આ એક એવો સવાલ હતો કે જેની મહિલાએ અપેક્ષા પણ નહોતી રાખી અને આ પછી તે રડી પડી.

Vtv App Promotion 2

'કોઈએ ખરેખર ચિંતા વ્યક્ત કરી'

મહિલાએ લખ્યું,

"આ તે ક્ષણ હતી જ્યારે મારી આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે કોઈએ ખરેખર ચિંતા વ્યક્ત કરી અને આવો સવાલ પૂછ્યો. અણધારી દયાના આ ભાવે મને એ બધી જ ભાવનાઓ બહાર કાઢવામાં મદદ કરી, જે મેં અઠવાડિયાઓથી દબાવી રાખી હતી. વિચિત્ર વાત છે કે રડ્યા પછી, મને ખૂબ જ હળવાશ અનુભવાઈ અને તે પછી હું ઠીક અનુભવવા લાગી. વધુ નિયંત્રણમાં, વધુ માનવીય."

આ પણ વાંચો: હવે હકની રજા લેવા માટે પણ બહાના કરવાનાં? જુઓ આ વાંચ્યા બાદ હસી હસીને ગોટો વળી જશો

જનનીએ આગળ લખ્યું,

"આપણે ગમે તેટલા મજબૂત બનવાનો પ્રયાસ કરીએ, આપણે બધા સંવેદનશીલ છીએ. ભાંગી પડવું ઠીક છે. અનુભવવું ઠીક છે અને જો તમે કોઈને સંઘર્ષ કરતા જુઓ છો, તો દયાના શબ્દ ખરેખર મોટો ફરક લાવી શકે છે. ચાલો આપણે સૌમ્ય બનીએ, આપણી જાત સાથે અને એકબીજા સાથે."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Viral on Social Media Chennai Traffic Police Trending News

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ