ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / કોલસાએ 'કોલસો' કર્યાં, એવું ભયાનક બન્યું કે 7 લોકો પળવારમાં રાખ, છત્તીસગઢમાં મોટી દુર્ઘટના

દુર્ઘટના / કોલસાએ 'કોલસો' કર્યાં, એવું ભયાનક બન્યું કે 7 લોકો પળવારમાં રાખ, છત્તીસગઢમાં મોટી દુર્ઘટના

Published By: Vidhata Gothi

Last Updated: 01:43 PM, 22 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chhattisgarh Real Steel Plant Blast: છત્તીસગઢના બલૌદા બજાર જિલ્લામાં રિયલ સ્ટીલ પ્લાન્ટમાં મોટી દુર્ઘટના ઘટી. અહીં ડીએસસી કોલસા ભઠ્ઠીમાં અચાનક બ્લાસ્ટ થતાં 7 શ્રમિકોના મોત થઈ ગયા, જ્યારે કેટલાક શ્રમિકો ઘાયલ થયા છે.

ADVERTISEMENT

Baloda Bazar Steel Plant Blast: છત્તીસગઢના બલૌદા બજાર જિલ્લામાં ગુરુવારે એક દુઃખદ ઘટના બની, જેમાં 7 શ્રમિકોના મોત થઈ ગયા. માહિતી પ્રમાણ, બકુલાહી સ્થિતિ રિયલ સ્ટીલ પ્લાન્ટમાં દુર્ઘટના ઘટી. પ્લાન્ટના ડીએસસી કોલસા ભઠ્ઠીમાં અચાનક બ્લાસ્ટ થવાથી 7 શ્રમિકોના મોત થઈ ગયા. બ્લાસ્ટ દરમિયાન શ્રમિકો ભઠ્ઠીની આસપાસ સફાઈનું કામ કરી રહ્યા હતા, એ દરમિયાન તેઓ ગરમ કોલસાથી દાઝી ગયા.

બ્લાસ્ટમાં કેટલાક અન્ય મજૂરો ઘાયલ પણ થયા છે. ઘાયલોને નજીકના હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. દુર્ઘટનાની સૂચના મળતા જ ફાયર વિભાગના વાહન ઘટના સ્થળે પહોંચી ગયા અને આગ બુઝાવવાનું કામ ચાલી રહ્યું છે. બ્લાસ્ટ એટલો ભીષણ હતો કે આકાશમાં કેટલાય મિત્ર ઉપર સુધી કાળા ધૂમડાના વાદળો છવાઈ ગયા અને બિલ્ડિંગની દીવાલ પણ કાળી થઈ ગઈ હતી. પરિસરમાં આસપાસ રાખ અને બળેલો કોલસો વિખેરાયેલો પડ્યો હતો.

vtv app promotion

પોલીસે આ ઘટના અંગે તપાસ શરૂ કરી દીધી છે. બ્લાસ્ટનું કારણ જાણવા માટે તપાસ કરાઈ રહી છે. હજુ સુધી બ્લાસ્ટનું કારણ જાણી શકાયું નથી. પોલીસે ઘટનાસ્થળેની ઘેરાબંધી કરીને સુરક્ષિત કરી લીધું છે. પોલીસ પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ કરી રહી છે. પ્રારંભિક તપાસમાં સુરક્ષા ધોરણોમાં બેદરકારીની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.

આ પણ વાંચો: કન્ટેનર સાથે અથડાયા બાદ બસમાં લાગી આગ, બે ચાલકોના મોત; સામે આવ્યો Video

પ્લાન્ટ મેનેજમેન્ટ નથી આપી રહ્યું કોઈ માહિતી

દુર્ઘટના પછી સૌથી ગંભીર બાબત એ સામે આવી રહી છે કે પ્લાન્ટ મેનેજમેન્ટ તરફથી અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારની સત્તાવાર માહિતી આપવામાં આવી રહી નથી, ન તો મૃતકોની સંખ્યાની પુષ્ટિ કરવામાં આવી છે. સાથે જ દુર્ઘટનાના કારણોને લઈને પણ કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. જેના કારણે કેટલાય સવાલો ઊભા થઈ રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Real Steel Plant Blast Real Steel Plant Baloda Bazar Chhattisgarh News

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ