બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ગજબ! પત્ની એવું બોલી કે રેડ પાડનારી ટીમ રોકાઈ ગઈ, એન્જિનિયરે રાતભર સળગાવ્યાં 3 કરોડ, મોટો કાંડ

બિહાર / ગજબ! પત્ની એવું બોલી કે રેડ પાડનારી ટીમ રોકાઈ ગઈ, એન્જિનિયરે રાતભર સળગાવ્યાં 3 કરોડ, મોટો કાંડ

Hiralal Parmar

Last Updated: 10:41 AM, 23 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેડ પડતાં એક સરકારી અધિકારીએ 3 કરોડની ચલણી નોટો સળગાવી દીધી પરંતુ આવું તે ત્યારે જ કરી શક્યો કે જ્યારે તેની પત્નીએ ઘર બહાર સરકારી અધિકારીઓને રોકી રાખ્યાં હતા.

બિહારનો એક સરકારી એન્જિનિયર બ્લેક મનીનો કૂબેર નીકળ્યો છે. આર્થિક ગુના એકમ (EOU) એ જ્યારે તેના ઘરમાં દરોડા પાડ્યાં ત્યારે તેણે પકડાઈ જવાના ડરથી આખી રાત જાગીને 2 થી 3 કરોડ રૂપિયા સળગાવી નાખ્યાં હતા. આટલી બધી નોટો સળગાવવા છતાં, સરકારી અધિકારીઓએ તેને ઘેરથી 39 લાખ રોકડા જપ્ત કર્યાં હતા.

કોણ છે બ્લેક મનીનો કૂબેર?

કાળા નાણાંનો સંગ્રહ કરનારનું નામ વિનોદ રાય છે. તે ગ્રામીણ બાંધકામ વિભાગમાં સુપરિન્ટેન્ડન્ટ ઇજનેર તરીકે ફરજ બજાવે છે. પોલીસે વિનોદ અને તેની પત્નીની નોટો સળગાવીને સરકારી કામમાં અવરોધ ઊભો કરવા અને પુરાવાનો નાશ કરવાના આરોપસર ધરપકડ કરી છે. ઇજનેર સામે ભ્રષ્ટાચારનો અલગ કેસ દાખલ કરવામાં આવશે.

પત્નીએ શું બોલીને અધિકારીઓને રોક્યાં

એન્જિનિયર વિનોદ રાય ગયા ગુરુવારે રાત્રે સીતામઢીથી પટના જવા રવાના થયા હતા અને મોટી રકમની નોટો સાથે તેમને પકડી લીધા હતા. EOU ને આ વાતની જાણ થઈ ગઈ હતી. EOU ટીમ રાત્રે તેમના પટના નિવાસસ્થાને પહોંચી ગઈ હતી. જોકે, આ પહેલા એન્જિનિયરે બધા પૈસા તેમના પટના નિવાસસ્થાને મોકલી દીધા હતા. જ્યારે EOU ટીમ દરોડા પાડવા પહોંચી ત્યારે એન્જિનિયરની પત્ની ઢાલ બનીને વચ્ચે ઊભી રહી હતી અને કહ્યું કે તે ઘરમાં એકલી છે. આવી સ્થિતિમાં, દરોડા પાડતી ટીમને સવાર સુધી રાહ જોવાની ફરજ પડી હતી.

પાણીની ટાંકીમાંથી રોકડ રકમ મળી

સરકારી અધિકારીઓ જ્યારે ઘર બહાર ઊભા હતા બરાબર ત્યારે ઉપરના રૂમમાં, એન્જિનિયર સાહેબ આખી રાત નોટો સળગાવતા રહ્યા. તેઓ સળગાવીને થાકી ગયા, છતાં 3950 લાખ રૂપિયા બચાવી લેવામાં આવ્યા. શુક્રવારે સવારે જ્યારે EOU ટીમે ઘર પર દરોડો પાડ્યો ત્યારે પાણીની ટાંકીમાંથી આ રોકડ રકમ મળી આવી. ટીમને ઘરમાંથી લગભગ 12.5 લાખ રૂપિયાની અડધી બળી ગયેલી નોટો અને બાથરૂમના પાઇપમાંથી મોટી માત્રામાં બળી ગયેલી નોટોનો કાટમાળ પણ મળી આવ્યો. એવો અંદાજ છે કે એન્જિનિયરે રાતોરાત લગભગ 2 થી 3 કરોડ રૂપિયાની રોકડ રકમ સળગાવી દીધી હતી.

ઘરનો નજારો જોતાં અધિકારીઓ દંગ

સવારે જ્યારે EOU ટીમ ઘરની અંદર પહોંચી ત્યારે તેઓ ત્યાંનું દ્રશ્ય જોઈને દંગ રહી ગયા. ઘરમાં ઘણી જગ્યાએ નોટો સળગી ગઈ હતી. બાથરૂમની અંદર પણ સળગતી નોટો ફેંકી દેવામાં આવી હોવાના પુરાવા મળ્યા હતા. આ પછી, તાત્કાલિક મ્યુનિસિપલ કોર્પોરેશન અને FSL ટીમને બોલાવવામાં આવી હતી. FSL ટીમ ફોરેન્સિક તપાસ માટે બળી ગયેલી નોટો અને કાટમાળ પોતાની સાથે લઈ ગઈ હતી.

એન્જિનિયર 100 કરોડની મિલકતનો માલિક

એન્જિનિયર વિનોદ રાય પાસે 100 કરોડ રૂપિયાની સ્થાવર અને જંગમ સંપત્તિ હોવાનો અંદાજ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પણ આ કેસની તપાસ કરી શકે છે. દરોડા દરમિયાન, વિનોદ પાસેથી 18 જમીનના દસ્તાવેજો, 15 બેંક ખાતા અને ઘણા ભાગીદારીના કાગળો મળી આવ્યા હતા. આ ઉપરાંત, 26 લાખ રૂપિયાના ઘરેણાં, વીમા પોલિસી અને રોકાણના કાગળો પણ મળી આવ્યા હતા.

વધુ વાંચો : VIDEO : રોમિયો-જુલિયેટે દોડતી બાઈક પર રોમાન્સ કર્યો, પોલીસે લખ્યું, 'ક્લાઈમેક્સ પ્રેમગીત નહીં ભારે ચલણ'

પત્ની હોસ્પિટલમાં દાખલ

EOU એ પુરાવાનો નાશ કરવાના આરોપસર એન્જિનિયર વિનોદ રાય અને તેમની પત્નીની ધરપકડ કરી હતી. જોકે, તેમની પત્નીએ ખરાબ તબિયતનું કારણ આપીને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં કસ્ટડીમાં તેની સારવાર ચાલી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

vinod rai black money black money bihar
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ