ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / પશ્ચિમ બંગાળમાં RG કર મેડિકલ કોલેજ જેવી બીજી ઘટના, MBBSની વિદ્યાર્થીની સાથે ગેંગરેપ

OMG / પશ્ચિમ બંગાળમાં RG કર મેડિકલ કોલેજ જેવી બીજી ઘટના, MBBSની વિદ્યાર્થીની સાથે ગેંગરેપ

Published By: Mit Soni

Last Updated: 06:04 PM, 11 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

West Bengal MBBS Student Rape case: વિદ્યાર્થીની ઓડિશાના જલેશ્વરમાં રહે છે અને દુર્ગાપુરના શોભાપુર વિસ્તારમાં આવેલી એક ખાનગી મેડિકલ કોલેજમાં MBBS ની વિદ્યાર્થીની છે.

ADVERTISEMENT

પશ્વિમ બંગાળના દુર્ગાપુરમાં એક ખાનગી મેડિકલ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે કોલેજ હોસ્પિટલ પરિસરમાં કથિત રીતે રેપનો મમલો સામે આવ્યો છે. આ ઘટના શહેરને હેરાન કરી દેનાર આરબીકર મેડિકલ કોલેજ કેસની યાદ અપાવે છે. જેમાં એક જુનિયર ડોક્ટર સાથે રેપ અને હત્યા કરવામાં આવી હતી.

આરોપી વિદ્યાર્થીને કેમ્પસમાંથી ખેંચીને લઈ ગયો.

વિદ્યાર્થીની ઓડિશાના જલેશ્વરની રહેવાસી છે અને દુર્ગાપુરના શોભાપુર વિસ્તારમાં આવેલી એક ખાનગી મેડિકલ કોલેજમાં MBBSની વિદ્યાર્થીની છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીની શુક્રવારે રાત્રે 8:30 વાગ્યાની આસપાસ તેના ક્લાસના મિત્રો સાથે કેમ્પસની બહાર જમવા ગઈ હતી. પરત ફરતી વખતે, બે-ત્રણ યુવાનોએ તેમને અટકાવ્યા હોવાનો આરોપ છે. એકે તેનો મોબાઇલ ફોન છીનવી લીધો, જ્યારે બીજાએ તેને એકાંત વિસ્તારમાં ખેંચી જઈને તેના પર બળાત્કાર ગુજાર્યો. બાદમાં, પીડિતાના મિત્રએ તેને તે જ મેડિકલ કોલેજમાં દાખલ કરી. પોલીસે જણાવ્યું કે ગેંગ રેપની ફરિયાદની તપાસ ચાલુ છે. પીડિતાનું નિવેદન નોંધવામાં આવ્યું છે, અને તેના મિત્રની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે.

રાષ્ટ્રીય મહિલા આયોગે ઘટના સ્થળની તપાસ કરશે

રાષ્ટ્રીય મહિલા આયોગ દુર્ગાપુરની મેડકલ કોલેજના ઘટના સ્થળે જઈને તપાસ કરશે. આયોજની સદસ્ય અર્ચના મજુમદારે કહ્યુ કે રાજ્યમાં આવો ગુનાઓ વધી રહ્યા છે કારણકે ગુનેગારોને સજા કરવામાં આવતી નથી.

વધુ વાંચો:c રૂપિયા છાપવાનું મશીન છે પોસ્ટ ઓફિસની સ્કીમ, ફક્ત આટલા રોકાણથી બનો લખપતિ

આરોગ્ય શિક્ષણ નિયામક રિપોર્ટ માંગે છે

આરોગ્ય શિક્ષણ નિયામક ઈન્દ્રજીત સાહાએ ખાનગી મેડિકલ કોલેજને તાત્કાલીક રિપોર્ટ જમા કરવવા કહ્યું છે. સ્વાસ્થ ભવન સુત્રોના અનુસાર પોલીસ તપાસ પર પણ નજર રાખવામાં આવી રહી છે.

vtv app promotion

પિતાએ સુરક્ષા પર ઉઠાવ્યા સવાલ

પીડિતાના પિતાએ કહ્યું કે " જો હોસ્પિટલમાં સુરક્ષા હોત તો મારી છોકરી આ હાલતમાં ના હોત" દુર્ગાપુર મેડિકલ કોલેજમાં બીજા રાજ્યની વિદ્યાર્થીની પર કથિત ગેંગરેપના આરોપોને કારણે અશાંતિ છે. વિદ્યાર્થીઓએ આ ઘટના પર મૌન વિરોધ પ્રદર્શન કર્યું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

MBBS Student RAPE CASE WEST BENGAL

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ