બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Technology / એરટેલનું સર્વર ડાઉન, મોબાઈલમાં નેટવર્ક ન આવતા કોલિંગ અને ઈન્ટરનેટ સર્વિસ ઠપ

Airtel Down / એરટેલનું સર્વર ડાઉન, મોબાઈલમાં નેટવર્ક ન આવતા કોલિંગ અને ઈન્ટરનેટ સર્વિસ ઠપ

Ajit Jadeja

Last Updated: 04:26 PM, 24 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Airtel Network Down: ભારતમાં એરટેલની સેવામાં ફરી મુશ્કેલી આવી છે. દેશભરમાં એરટેલ સેવાઓ ફરી ઠપ થતાં યૂજર્સ ભારે પરેશાન બન્યા છે.

Airtel Network Issue: દેશના ઘણા વિસ્તારોમાં એરટેલની સેવા ઠપ થતા લોકો પ્રભાવિત થયા હતા. ઇન્ટરનેટ સર્ફ કે વોઇસ કોલ થઇ રહ્યા નથી. ઘરોમાં નંખાવેલા વાઇ-ફાઇ પણ અચાનક બંધ થઈ ગયા છે. એક અઠવાડિયામાં આ બીજી વખત છે જ્યારે એરટેલ સેવાઓ બંધ થઈ ગઈ છે.

Airtel-Cyber-Crime

દેશભરમાં એરટેલ સેવાઓ ફરી એકવાર ઠપ થઈ ગઈ છે. હજારો ગ્રાહકોએ કોલિંગ અને ઇન્ટરનેટ સેવાઓમાં સમસ્યાઓની ફરિયાદ કરી હતી. ઘણા ગ્રાહકોએ કોલ ડ્રોપ, સિગ્નલ સમસ્યાઓ અને સંપૂર્ણ નેટવર્ક બ્લેકઆઉટની ફરિયાદ પણ કરી હતી.

vtv app promotion

આ પણ વાંચોઃ ક્રાઇમ / પતિ ગયો હતો બહાર, અડધી રાત્રે ભાભીના રુમમાં ઘૂસ્યો શખ્સ, પછી થયું હેરાનીભર્યું

આઉટેજ ટ્રેક કરતી વેબસાઇટ ડાઉનડિટેક્ટરે જણાવ્યુ કે, કનેક્ટવિટી સંબંધીત સમસ્યાઓનો રિપોર્ટ સવારે 10:44 વાગ્યે શરૂ થયા અને બપોરે 12:14 વાગ્યે સમસ્યા પીક પર પહોચી, જેમાં 7,000 થી વધુ યૂજર્સ કોલ કે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકતા નથી. એક અઠવાડિયામાં આ બીજી વખત સમસ્યા આવી છે. અગાઉ 19 ઓગસ્ટના આવી સમસ્યાએ સમગ્ર ભારતમાં 3,500 થી વધુ યૂજર્સને અસર કરી હતી.

યૂજર્સએ સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી

પરેશાન બનેલા યૂજર્સએ ફરિયાદ કરવા માટે એક્સનો સહારો લીધો. એક યૂજર્સએ લખ્યું, "@airtelindia અમારા વિસ્તારમાં તમારું મોબાઇલ નેટવર્ક સંપૂર્ણપણે ઠપ્પ છે. બ્રોડબેન્ડ બરાબર કામ કરી રહ્યું છે, પરંતુ કંપ્લેન સિસ્ટમ ફેલ થઇ રહી છે."

ડાઉનડિટેક્ટર ડેટા બતાવે છે 52 ટકા લોકોએ કોલ કરવામાં સમસ્યાઓની જાણ કરી. જ્યારે 32 ટકા લોકોએ ઇન્ટરનેટ ઍક્સેસમાં સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. 17 ટકા લોકોએ સંપૂર્ણ નેટવર્ક બ્લેકઆઉટનો અનુભવ કર્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

airtel outage Airtel Gadgets News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ